મની મેનેજર: ફાઇનાન્શિયલ ફ્રીડમ કઈ રીતે મેળવી શકાય? | Moneycontrol Gujarati
Get App

મની મેનેજર: ફાઇનાન્શિયલ ફ્રીડમ કઈ રીતે મેળવી શકાય?

આગળ જાણકારી લઈશું મની મંત્રાના ફાઉન્ડર વિરલ ભટ્ટ પાસેથી.

અપડેટેડ 07:02:43 PM Aug 14, 2023 પર
Story continues below Advertisement

મની મેનેજરના આ ખાસ એપિસોડમાં આપનું સ્વાગત છે. આપણે કરી રહ્યાં છે સ્વાતંત્ર દિવસની ઉજવણી તો મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું ફાઇનાન્શિયલ ફ્રીડમની. ફાઇનાન્શિયલ ફ્રીડમ એટલે શું? કઇ રીતે મેળવશો તે અંગે આજે આપણે ચર્ચા કરીશુ. આગળ જાણકારી લઈશું મની મંત્રાના ફાઉન્ડર, વિરલ ભટ્ટ પાસેથી.

ફાઇનાન્શિયલ ફ્રીડમ એટલે જીવન નિર્વાહ માટે પુરતુ ભંડોળ હોવુ જોઈએ. અત્યાર સુધીની બચત બાકીની જીદંગી માટે પુરતી હોવી જોઈએ. દરેક પોતાની રીતે અલગ ફાઇનાન્શિયલ ફ્રીડમની વ્યાખ્યા કરી શકે છે. મહિલાઓ પોતાના ફાઇનાન્સ પોતે મેનેજ કરે તેને ફ્રીડમ કહી શકે છે. યુવા વર્ગ હરવા ફરવા માટે પુરતા નાણા હોવાને ફ્રીડમ કહી શકે છે.

આવક માટે કામ કર્યા વગર જીવન નીકળે તે ફાઇનાન્શિયલ ફ્રીડમ છે. ફાઇનાન્શિયલ ફ્રીડમ અને રિટાયરમેન્ટ બે અલગ બાબતો છે. ફાઇનાન્શિયલ ફ્રીડમથી વહેલી નિવૃત્તી લઇ શકાય છે. વાર્ષિક ખર્ચથી 30-40 ગણા ભંડોળને પુરતુ ગણી શકાય છે. 10 લાખ રૂપિયાનો વાર્ષિક ખર્ચ હોય તો 3-4 કરોડ રૂપિયા પુરતા ગણી શકાય છે.


વધુ બચત કરવા માટે તૈયારી રાખો. ફાઇનાન્શિયલ ફ્રીડમ માટે આવકના 10-20 ટકા કરતા બધુ બચત જરૂરી છે. નાણાંકીય સલાહકારની મદદથી કેટલુ ભંડોળ જરૂરી છે. ફાઇનાન્શિયલ ફ્રીડમ માટે સૌથી પહેલા ઇમરજન્સી ફંડ બનાવવુ જરૂરી છે.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 14, 2023 7:02 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.