મની મેનેજર: વિદેશ ફરવા જવું હવે પડી શકે છે મોંધુ, 1 જુલાઈથી વિદેશમાં થતા ખર્ચે પર 20 ટકા TCS - Money manager: Traveling abroad may be expensive now, 20 percent TCS on overseas spending from July 1 | Moneycontrol Gujarati
Get App

મની મેનેજર: વિદેશ ફરવા જવું હવે પડી શકે છે મોંધુ, 1 જુલાઈથી વિદેશમાં થતા ખર્ચે પર 20 ટકા TCS

આગળ જાણકારી લઈશું ટ્રાન્સેન્ડ કેપિટલનાં ડિરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ કાર્તિક ઝવેરી અને અસીમ મહેતા & એસોસિયેટના અસીમ મહેતા પાસેથી.

અપડેટેડ 07:19:58 PM Jun 01, 2023 પર
Story continues below Advertisement

મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. આપ સૌનું સ્વાગત છે. આજના મની મેનેજરમાં જાણીશું 20 ટકા ટીસીએસ ફોરેન સ્પેન્ડિંગ પર, ફોરેન ટુરનો ખર્ચ વધશે, ઇન્ટરનેશલ રોકાણ પર આની કેટલી અસર?

આપણે સૌ જાણીએ છીએ કે તાજેતરમાં જ સરકાર દ્વારા ક્રેડિટ કાર્ડ દ્વારા ફોરેનમાં થતા ખર્ચ પર 20 ટકા ટીસીએસ એટલે કે ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ લાગુ કર્યોં છે. આનાથી સ્વાભાવિક રીતે ફોરેન ટ્રાવેલ કરનારનો ખર્ચ તો વધશે જ પરંતુ શું આનાથી તમારા ફોરેનમાં થતા રોકાણ પર પણ કોઇ અસર થશે આ અંગે આજે આપણે ચર્ચા કરીશુ. આગળ જાણકારી લઈશું ટ્રાન્સેન્ડ કેપિટલનાં ડિરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ, કાર્તિક ઝવેરી અને અસીમ મહેતા & એસોસિયેટના અસીમ મહેતા પાસેથી.

ટ્રાન્સેન્ડ કેપિટલના ડિરેક્ટર - ઇન્વેસ્ટમેન્ટ, કાર્તિક ઝવેરીના મતે -


સાધારણ વ્યક્તિનાં ટુર પ્લાન પર ચોકક્સ અસર થશે. રિફન્ડ લેવા માટે પણ ઘણો સમય રાહ જોવી પડશે. 20 ટકા ટીસીએસ કરવાથી સરકારની આવક વધારે વધી નહી શકે. ફોરેન ટુર ઘણા વર્ષે લોકો એક વખત જતા હોય છે. ટુર કંપની માટે કંમ્યલાયન્સ વધી શકે છે. મધ્યમ વર્ગનાં લોકો પર આ ટીસીએસ વધારાની મોટી અસર થશે.

શ્રીમંત વ્યક્તિઓને આ નિર્ણયથી મોટી અસર નહી પડે. એડવાન્સ ટેક્સ ભરનાર શ્રીમંતલોકો સરળતાથી એડજસ્ટ કરી શકશે. નોકરિયાત વર્ગને ઘણી મોટી અસર આવશે. લોકો પૈસા ભારતમાં નહી લાવે. ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શનને ટ્રેક કરવા પણ મુશ્કેલ બની શકે છે.

અસીમ મહેતા & એસોસિયેટના અસીમ મહેતાના મતે -

20 ટકા ટીસીએસએ ખૂબ વધારે છે. ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ ઓછુ કરવા આવુ પગલું લેવાયુ હોય શકે છે.

એમએફનાં રોકાણ પર 20 ટકા ટીસીએસ લાગુ પડશે?

જે MF દ્વારા ફોરેનનાં રોકાણ પર આ ટીસીએસ લાગુ પડશે નહી. ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ પર ટીસીએસ લાગશે. ફોરેન રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ પર અસર થશે. ટીસીએસમાં વધારાની ટ્રાવેલિંગ, રોકાણ બધા પર નેગેટીવ અસર થશે.

પેકેજ ટુર પર ટીસીએસ -

એર ટિકિટ પર ટીસીએસ લાગુ પડશે નહી. પેકેજ ટુર પર સરકારને જીએસટી મળે છે. આગળ જતા સરકારની જીએસટીની આવક ઘટી જશે. કમ્યલાયન્સિસની પ્રક્રિયા ખાસી મુશ્કેલ બનશે. કૅશ બહાર લઇ જવાની લિમિટ હોય છે. પ્રતિ વ્યક્તિ 7 લાખ રૂપિયાની લિમિટ રાખવામાં આવશે. નાના અને મધ્યમ બિઝનેસ પર કમ્યલાયન્સ ઘણા વધે છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jun 01, 2023 7:19 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.