મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. આપ સૌનું સ્વાગત છે. આજના મની મેનેજરમાં જાણીશું રોકાણની વિવિધ સ્ટેટર્જી, કઇ રીતે પસંદ કરશો સ્ટેટર્જી, દર્શકોના સવાલ.
મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. આપ સૌનું સ્વાગત છે. આજના મની મેનેજરમાં જાણીશું રોકાણની વિવિધ સ્ટેટર્જી, કઇ રીતે પસંદ કરશો સ્ટેટર્જી, દર્શકોના સવાલ.
રોકાણ કરતા પહેલા રોકાણ કારે કઇ સ્ટેટર્જી અપનાવવી તે નક્કી કરવું ખૂબ મહત્વનુ છે, તો વેલ્યુ, ગ્રોથ કે મુવમેન્ટમ કઇ સ્ટ્રેટર્જી તમારે માટે યોગ્ય છે એ કઇ રીતે નક્કી કરીશુ તે જાણીશુ આજના એપિસોડમાં. આગળ જાણકારી લઈશું મની મંત્રાના ફાઉન્ડર, વિરલ ભટ્ટ પાસેથી.
રોકાણ પહેલા રોકાણ કઇ સ્ટ્રેટેજી સમજવી જરૂરી છે. જોખમ, કેપિટલની જરૂર, રોકાણનો સમયગાળા પ્રમાણે સ્ટ્રેટેજી પસંદ કરવી છે. જરૂર મુજબ રોકાણની સ્ટ્રેટેજી બદલી શકાય છે. દરેક ટ્રાન્ઝેક્શન વખતે તમને ટેક્સ લાગી શકે છે.
Value Investing -
વેલ્યુ ઇન્વેસ્ટર બાર્ગેન શોપર્સ હોય છે. વેલ્યુ સ્ટ્રેટર્જીના રોકાણકાર અંડરવેલ્યુડ સ્ટોક ખરીદે છે. ઓછા વેલ્યુએશન પર સ્ટોક ખરીદી તેમાથી લાભ લેવાની રણનીતિ છે. ઘણા MF આ સ્ટ્રેટેજીથી રોકાણની તક પુરી પાડે છે.
વેલ્યુ સ્ટ્રેટેજી કોણે અપનાવવી?
લાંબાગાળાના રોકાણકાર વેલ્યુ સ્ટ્રેટેજીથી રોકાણ કરી શકે છે. વેલ્યુ સ્ટ્રેટેજીથી ગ્રેજ્યુઅલ ગ્રોથની આશાથી રોકાણ કરવા આવે છે. લાંબાગાળે આ વેલ્યુ સ્ટ્રેટેજીથી સારા વળતર મળી શકે છે. ગ્રોથ ઇન્વેસ્ટિંગની સરખામણીમાં વેલ્યુ ઇન્વેસ્ટીંગનો દેખાવ નબળો છે.
Growth Investing -
ગ્રોથ ઇન્વેસ્ટિંગમાં ફોકસ સારા અપસાઇડ પોટેન્શિયલ પર હોય છે. ગ્રોથ ઇન્વેસ્ટિંગમાં સ્ટોકની હાલની સ્થિતી અને ભવિષ્યને જોઇ રોકાણ થાય છે. ગ્રોથ ઇન્વેસ્ટિંગમાં ડિવિડન્ડનો લાભ મળી શકતો નથી. ગ્રોથ સ્ટોક વ્યાજદર ઘટતા હોય ત્યારે આઉટપરફોર્મ કરી શકે છે. જો અર્થતંત્ર નબળુ પડે તો ગ્રોથ સ્ટોકને સૌથી પહેલી અસર પડે છે.
ગ્રોથ ઇન્વેસ્ટિંગ પ્રમાણમાં જોખમી છે કારણ કે એ અર્થતંત્રની સ્થિતી મુજબ કામ કરે છે. જેમને ડિવિડન્ડની આશા નથી તે રોકાણકાર માટે ગ્રોથ ઇન્વેસ્ટિંગ છે. ગ્રોથ સ્ટોકસ અને ફંડ ટુંકા સમયમાં કેપિટલ અપ્રિશિયેશન આપશે. વેલ્યુ સ્ટોક કરતા ઝડપી લાભ ગ્રોથ સ્ટ્રેટેજી આપી શકે છે. ગ્રોથ સ્ટોકસ વધુ વોલેટાઇલ હોય છે.
Momentum Investing -
મુવમેન્ટમ ઇન્વેસ્ટર લહેરની દિશામાં જાય છે. મુવમેન્ટમ ઇન્વેસ્ટર અપટ્રેન્ડમાં હોય એવા સ્ટોકમાં રોકાણ કરે છે. મુવમેન્ટમ ઇન્વેસ્ટર ટેક્નિકલ અનાલિસિસ પર આધાર રાખે છે. ડેટા પ્રમાણે અહી રોકાણના નિર્ણયો લેવામાં આવે છે. મુવમેન્ટમ સ્ટ્રેટેજીમાં ટ્રેડર્સે બાય સેલ માટે તૈયાર રહેવુ પડશે.
મુવમેન્ટમ સ્ટ્રેટેજીમાં સતત ટેક્નિકલ અનાલિસસની જરૂર પડશે. મુવમેન્ટમ સ્ટ્રેટેજીમાં એન્ટ્રી એક્ઝિટ મહત્વનાં રહેશે. રોજ થોડુ માર્કેટ જોતા હોવ તો મુવમેન્ટમ સ્ટાઇલ ETFs અને MFમાં રોકાણ કરી શકો છો. મુવમેન્ટમ ઇન્વેસ્ટીંગ વધુ જોખમ વાળી સ્ટ્રેટેજી છે.
જે કેપિટલનુ જોખમ લઇ શકતા હોય તેમણે જ આ સ્ટ્રેટેજી લેવી છે. આ સ્ટ્રેટેજીમાં વધુ જોખમની સાથે વધુ શોર્ટ ટર્મ ગેઇન મળી શકે છે. મુવમેન્ટમ ટ્રેડિંગ માર્કેટ વોલેટિલિટી પર આધાર રાખે છે. માર્કેટમાં ઉતાર-ચઢાવ ના હોય ત્યારે અહી ટ્રેડ લેવાની તક બનતી નથી.
રોકાણની સ્ટ્રેટેજી પસંદ કરતા પહેલા નાણાંકીય ધ્યેય નક્કી કરો છો. વેલ્યુ ઇન્વેસ્ટીંગ માટે રોકાણકારે લાંબો સમય આપવો પડશે. ગ્રોથ સ્ટ્રેટેજીના રોકાણકારે અર્થતંત્ર તેમજ ન્યુઝ પર ધ્યાન આપવું જરૂરી છે. મુવમેન્ટમ સ્ટ્રેટેજીના રોકાણકારે સારા શેર ખરીદી શોર્ટ સેલ કરવાના રહેશે.
સવાલ-
મનીબેક સ્કીમ સાથેના બેસ્ટ MF ક્યા છે? મારી આવક 1.4 લાખ રૂપિયા છે, માસિક ખર્ચ 90 હજાર છે. લોન નથી. બચત સેવિંગ ખાતમાં છે. મારી ઉંમર 42 છે. આ રકમનુ રોકાણ કરવુ છે, સમય વધુ પડતો લાંબોગાળો ન હોવો જોઇએ.
જવાબ -
ઇન્શ્યોરન્સ અને રોકાણએ બન્નેને અલગ રાખો છે. ઇન્શ્યોરન્સનો હેતુ માત્ર નાણાંકીય સુરક્ષા જ હોવો જોઇએ. રોકાણ મ્યુચ્યુઅલ ફંડમાં કરી શકો છો.
સવાલ-
સોવિરિયન ગોલ્ડબોન્ડમાં કઇ રીતે રોકાણ કરી શકાય? વ્યાજ કઇ રીતે ચુકવાય છે? મારે હમણા SGBમાં રોકાણ કરી દિકરી મોટી થાય ત્યારે ઘરેણા લેવા છે.
જવાબ -
SGBમાં રોકાણકારને 2.5 ટકાનુ વ્યાજ અર્ધવાર્ષિક ધોરણે મળશે. SGBમાં 8 વર્ષ માટેના રોકાણ થાય છે. SGB સ્ટોક એકસચેન્જ પર લિસ્ટેડ છે. 5 વર્ષ પછી આ રોકાણ રિડીમ કરી શકાય છે. મેચ્યુરિટી સુધી રાખેલા રોકાણ પર ટેક્સ લાગતો નથી.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.