મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. આપ સૌનું સ્વાગત છે. આજના મની મેનેજરમાં જાણીશું સેન્સેક્સ 66000ના સ્તર બનાવ્યા, હવે ઇન્ડેક્સમાં રોકાણ કરવું કે નહી?, રેલી સમયે રોકાણની સ્ટ્રેટેર્જી.
મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. આપ સૌનું સ્વાગત છે. આજના મની મેનેજરમાં જાણીશું સેન્સેક્સ 66000ના સ્તર બનાવ્યા, હવે ઇન્ડેક્સમાં રોકાણ કરવું કે નહી?, રેલી સમયે રોકાણની સ્ટ્રેટેર્જી.
માર્કેટમાં આપણે સરસ મજબૂતી જોઇ રહ્યાં છે, સેનસેક્સ 66000ને પાર પણ નીકળ્યું હતુ. પણ હવે આગળ શું કરવું? શુ આ લેવલેથી ઇન્ડેકસમાં રોકાણ કરવું જોઇએ? બેલેન્સ એડવાન્ટેજ ફંડ લેવા જોઇએ કે હવે કોઇ નવી રણનીતિની જરૂર છે. આગળ જાણકારી લઈશું ટ્રાન્સેન્ડ કેપિટલનાં ડિરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ, કાર્તિક ઝવેરી પાસેથી.
માર્કેટ જ્યારે પણ હાઇઝ પર પહોંચે રોકાણકારને આવા સવાલ થાય છે. રોકાણકાર ગભરાય છે અને કન્ઝરવેટીવ રીતે વિચારે છે. રોકાણકાર રોકાણ અંગે વિચારે ત્યા સુધી માર્કેટ 20-30% વધી ગયા છે. રોકાણકારે ઘણી રોકાણની તકો ગુમાવી દીધી હોય શકે છે. હવે આપણે ગ્રોથની શક્યતા ધરાવતી નવી કંપનીમાં રોકાણની તક શોધવી પડશે.
કાર સેલ, હોટલ બુકિંગ, નવી ફલાઇટો દરેકમાં વધારો થઇ રહ્યોં છે. સરકાર નવા એરપોર્ટ, બુલેટ ટ્રેન, સબમરીન બનાવી રહી છે. સરકાર નવા હાઇવે, ડ્રોન, ગિફ્ટ સિટી વગેરે બનાવી રહી છે. બેંકના ત્રિમાસિક નફામાં સુધારો જોવાયો છે. નાની કંપનીઓએ સારો ગ્રોથ બતાવ્યો છે. ભારતના વિકાસની સાથે લોકોની આવક અને ખર્ચ વધી રહ્યાં છે.
"જી લો જીંદગી" એ લોકોનો મંત્ર બની ગયો છે. સેનસેક્સ જલ્દી 75,000 પર પહોંચી શકે છે. 12-19 મહિનામાં સેનસેક્સ 90,000 પણ પહોંચી શકે છે. માર્કેટ લાંબા કોન્સોલિડેશનથી બહાર આવી ગયા છે. આવુ થાય પછી 50 ટકા થી 150 ટકાની જોરદાર રેલી આવે છે. 2003-05, 2010-12, 2016-17, 2021-22માં આવુ થયુ છે.
ઓક્ટબર 21માં સેન્સેક્સ 59,300 હતો PE 27 હતી. ઓગષ્ટ 23માં સેન્સેક્સ 66,000 પર તો PE 24 છે. સેલ્સ અને પ્રોફિટ ગ્રોથ, ટેક્સ કલેક્શન સારૂ છે. ફંડ કે સ્ટોકમાં રોકાણ પહેલા સેક્ટર પસંદ કરો. માર્કેટ ટ્રેન્ડ, ડેટા વગેરે જોઇ સેક્ટર પસંદ કરવા છે. સ્ટોકમાં રોકાણ માટે ATH સ્ટ્રેટર્જી વાપરી શકાય છે. સ્ટોકમાં રોકાણ પહેલા કંપનીની બેલેન્સ શીટ સમજો. સ્ટોકમાં રોકાણ પહેલા કંપનીનો ત્રિમાસિક ગ્રોથ જુઓ.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.