ખિસ્સામાં હવે કાગળ નહીં, પ્લાસ્ટિકની નોટો ખનકશે! 10 અને 20 રૂપિયાની નવી નોટો અંગે RBI અને સરકારનું મોટું અપડેટ | Moneycontrol Gujarati
Get App

ખિસ્સામાં હવે કાગળ નહીં, પ્લાસ્ટિકની નોટો ખનકશે! 10 અને 20 રૂપિયાની નવી નોટો અંગે RBI અને સરકારનું મોટું અપડેટ

ભારત સરકાર અને RBI 10 અને 20 રૂપિયાની પ્લાસ્ટિક નોટો લાવવા જઈ રહ્યા છે. જાણો આ નવી નોટોના ફાયદા અને શું જૂની કાગળની નોટો બંધ થઈ જશે? સંપૂર્ણ માહિતી.

અપડેટેડ 12:27:05 PM Aug 06, 2026 પર
Story continues below Advertisement
તાજેતરમાં લોકસભામાં એક પ્રશ્નનો જવાબ આપતા નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે, RBI ના સેન્ટ્રલ બોર્ડે 10 અને 20 રૂપિયાની 1-1 અબજ પોલિમર બેંક નોટો બજારમાં ટ્રાયલ માટે લાવવાની ભલામણ કરી હતી.

તમારા ખિસ્સામાં રહેલી 10 અને 20 રૂપિયાની કાગળની નોટો ટૂંક સમયમાં એક નવા પ્લાસ્ટિક અવતારમાં જોવા મળી શકે છે. કેન્દ્ર સરકારે 10 રૂપિયા અને 20 રૂપિયાના મૂલ્યની પોલિમર બેંક નોટો રજૂ કરવાના ભારતીય રિઝર્વ બેંકના પ્રસ્તાવને 'ફિલ્ડ ટ્રાયલ' માટે લીલી ઝંડી આપી દીધી છે. સાથે જ સરકારે સ્પષ્ટતા પણ કરી છે કે જૂની કાગળની નોટો સંપૂર્ણપણે બંધ કરવાનો કે તેને બદલવાનો હાલ કોઈ જ પ્લાન નથી. આ નવી પોલિમર નોટો જૂની કાગળની નોટોની સાથે જ બજારમાં ચલણમાં રહેશે.

લોકસભામાં સરકારે આપી માહિતી: 1-1 અબજ નોટોનું થશે ટ્રાયલ

તાજેતરમાં લોકસભામાં એક પ્રશ્નનો જવાબ આપતા નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે, RBI ના સેન્ટ્રલ બોર્ડે 10 અને 20 રૂપિયાની 1-1 અબજ પોલિમર બેંક નોટો બજારમાં ટ્રાયલ માટે લાવવાની ભલામણ કરી હતી. સરકારે આ પ્રસ્તાવ સ્વીકારી લીધો છે. જ્યારે આ ફિલ્ડ ટ્રાયલ સફળ રહેશે, ત્યારબાદ જ 10 અને 20 ની પ્લાસ્ટિકની નોટો નિયમિત રીતે બહાર પાડવા પર અંતિમ મહોર મારવામાં આવશે.

RBI ગવર્નરનું શું કહેવું છે?

તાજેતરની મોનેટરી પોલિસી કમિટીની બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા, RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, આ પોલિમર નોટો તબક્કાવાર રીતે બજારમાં મૂકવામાં આવશે. હાલમાં નોટો છાપવા માટે જરૂરી 'પોલિમર સબસ્ટ્રેટ' માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ મટિરિયલ આવ્યા બાદ તેની કડક ટેસ્ટિંગ અને સિક્યોરિટી ક્લિયરન્સ સહિતની અનેક પ્રક્રિયાઓ પૂરી કરવામાં આવશે. આ નોટોમાં અત્યાધુનિક સિક્યોરિટી ફીચર્સ ઉમેરવામાં આવશે, જેની જાણકારી યોગ્ય સમયે આપવામાં આવશે.


શું જૂની 10 અને 20 ની નોટો બંધ થઈ જશે?

ના! જરાય નહીં. સરકારે સ્પષ્ટ કર્યું છે કે જૂની કાગળની નોટો રદ્દ કરવામાં આવશે નહીં. નાણા રાજ્ય મંત્રીના જણાવ્યા અનુસાર, નવી પ્લાસ્ટિકની નોટો કાગળની નોટોના વિકલ્પ તરીકે નહીં, પરંતુ તેની સાથે સાથે જ બજારમાં ફરતી રહેશે. એટલે કે તમારી પાસે રહેલી 10 અને 20 રૂપિયાની જૂની નોટો પૂરી રીતે માન્ય ગણાશે.

શા માટે ખાસ છે આ પ્લાસ્ટિક નોટો?

આ નોટો બાય-એક્સિયલી ઓરિએન્ટેડ પોલીપ્રોપીલીન નામની મજબૂત અને ટકાઉ પ્લાસ્ટિક ફિલમમાંથી બનાવવામાં આવે છે.સામાન્ય કપાસ-કાગળની નોટોની સરખામણીમાં આ નોટો 2.5 થી 4 ગણી વધુ ટકાઉ હોય છે. આ નોટો પાણીમાં પલળવાથી બગડતી નથી, જલ્દી ફાટતી નથી અને ગંદી પણ થતી નથી. તેમાં અત્યાધુનિક એન્ટી-કાઉન્ટરફિટિંગ ફીચર્સ હોય છે, જેના કારણે નકલી નોટો છાપવી લગભગ અશક્ય બની જાય છે.

આ પણ વાંચો-Shiprocket IPO: 12 ઓગસ્ટથી ખુલશે આઈપીઓ, પ્રાઇસ બેન્ડ 92 થી 97 રૂપિયા નક્કી, રોકાણ કરતા પહેલા જાણો A થી Z વિગતો

MoneyControl News

MoneyControl News

First Published: Aug 06, 2026 12:27 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.