PF withdrawal via UPI: EPFO 3.0થી હવે સીધા UPI અને ATM દ્વારા ઉપાડો PFના પૈસા, ઓટો-સેટલમેન્ટ લિમિટ થઈ 5 લાખ
PF withdrawal via UPI: 2026માં નોકરિયાતો માટે મોટા સમાચાર! EPFO 3.0 હેઠળ હવે PF ના પૈસા સીધા UPI અને ATM થી ઉપાડી શકાશે. ઓટો-સેટલમેન્ટની લિમિટ 1 લાખથી વધારીને સીધી 5 લાખ કરાઈ.
આટલું જ નહીં, ઈમરજન્સીમાં પૈસાની તાત્કાલિક જરૂરિયાતને પહોંચી વળવા માટે સરકારે ઓટો-સેટલમેન્ટની લિમિટ પણ 1 લાખ રૂપિયાથી વધારીને સીધી 5 લાખ રૂપિયા કરી દીધી છે.
EPFO 3.0 update: નોકરી કરતા કરોડો લોકો માટે 2026ના વર્ષમાં એક ખૂબ જ મોટા અને રાહત આપનારા સમાચાર આવ્યા છે. PF (પ્રોવિડન્ટ ફંડ)ના પૈસા ઉપાડવા માટે હવે તમારે કોઈ લાંબા કાગળિયા કરવાની કે ઓફિસના ધક્કા ખાવાની જરૂર નહીં પડે. સરકારે પોતાના ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરીને 'EPFO 3.0' લોન્ચ કર્યું છે. આ નવી સિસ્ટમથી હવે તમે તમારા PF ના પૈસા સીધા તમારા UPI કે ATM દ્વારા કાઢી શકશો.
આટલું જ નહીં, ઈમરજન્સીમાં પૈસાની તાત્કાલિક જરૂરિયાતને પહોંચી વળવા માટે સરકારે ઓટો-સેટલમેન્ટની લિમિટ પણ 1 લાખ રૂપિયાથી વધારીને સીધી 5 લાખ રૂપિયા કરી દીધી છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકારે આગામી નાણાકીય વર્ષ માટે EPF અને VPF પર 8.25% વ્યાજ દરને પણ મંજૂરી આપી દીધી છે.
શું છે EPFO 3.0 અને આ બદલાવ શા માટે કરાયો?
EPFO 3.0 લાવવાનો મુખ્ય હેતુ એ છે કે PFના Claim પાસ થવામાં જે સમય લાગતો હતો તેને બચાવી શકાય અને તમામ સુવિધાઓ 100% ડિજિટલ કરી શકાય. શ્રમ અને રોજગાર મંત્રાલયના જણાવ્યા અનુસાર, EPFO એ પોતાનો તમામ ડેટા એક નવી એડવાન્સ સિસ્ટમ પર ટ્રાન્સફર કરી દીધો છે. જૂની સિસ્ટમ હવે સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે અને આખા દેશનો એક નવો નેશનલ ડેટાબેઝ તૈયાર થઈ ગયો છે. આ નવી ટેકનોલોજીની મદદથી જ હવે ખાતાધારકો UPI દ્વારા પોતાના લિંક કરેલા બેંક ખાતામાં તરત પૈસા ટ્રાન્સફર કરી શકશે.
EPFO 3.0થી ખાતાધારકોને થશે આ 5 મોટા ફાયદા
1. UPI અને ATM થી 75% સુધીનો સીધો ઉપાડ
હવે નિયમો અને શરતોને આધીન, ખાતાધારકો તેમના PF બેલેન્સના 50% થી 75% સુધીના પૈસા UPI અથવા તો UPI સપોર્ટ કરતા ATM દ્વારા સીધા ઉપાડી શકશે. એપમાં તમે ચેક કરી શકશો કે તમે કેટલા પૈસા ઉપાડવા માટે લાયક છો. ત્યારબાદ માત્ર UPI PIN નાખવાથી પૈસા સુરક્ષિત રીતે ટ્રાન્સફર થઈ જશે. આ પૈસા તમે ઓનલાઈન વાપરી શકો છો અથવા ATM માંથી રોકડા પણ કાઢી શકો છો.
2. ઓટો-સેટલમેન્ટ લિમિટ હવે 5 લાખ રૂપિયા
પહેલા બીમારી, બાળકોના ભણતર, લગ્ન કે નવું ઘર બનાવવા માટે ઓટો-સેટલમેન્ટની લિમિટ 1 લાખ રૂપિયા હતી, જે હવે વધારીને 5 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. આનો સૌથી મોટો ફાયદો એ છે કે કોઈ પણ માનવીય દખલ વગર તમારો ક્લેમ માત્ર 3 દિવસની અંદર જ ઓટો-પ્રોસેસ થઈને સીધો બેંક ખાતામાં જમા થઈ જશે.
3. Umang Appમાં નવું ફેસ ઓથેન્ટિકેશન
હવે સભ્યો ઘરે બેઠા Umang એપમાં ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજીની મદદથી પોતાનો UAN જનરેટ અથવા એક્ટિવેટ કરી શકશે. આ ઉપરાંત પાસબુક જોવી હોય, કોઈ ભૂલ સુધારવી હોય કે નવો ક્લેમ કરવો હોય, બધું જ કામ મોબાઈલથી જ સરળતાથી થઈ જશે.
4. ક્લેમ રિજેક્ટ થવાની ઝંઝટમાંથી મુક્તિ
જૂની સિસ્ટમમાં લોકોને એ ખબર જ નહોતી પડતી કે તેઓ કેટલા પૈસા ઉપાડવા માટે લાયક છે, જેના લીધે વારંવાર ક્લેમ રિજેક્ટ થતા હતા. પણ હવે EPFO 3.0 માં તમે અલગ-અલગ કારણોસર કેટલા પૈસા ઉપાડી શકશો, તે રકમ પહેલેથી જ તમારી સ્ક્રીન પર ચોખ્ખી દેખાઈ જશે.
5. ઓનલાઈન સવાલોના ડિજિટલ જવાબ
ઘણીવાર ક્લેમ પાસ કરતી વખતે PF ઓફિસને કોઈ વધારાના ડોક્યુમેન્ટ કે માહિતી જોઈતી હોય છે. પહેલા આવી માહિતી ઓનલાઈન આપવાની કોઈ સુવિધા ન હતી. પરંતુ હવે નવી સિસ્ટમમાં તમે માંગવામાં આવેલી માહિતી કે ખુલાસો સીધો ઓનલાઈન જ સબમિટ કરી શકશો.
ટૂંકમાં કહીએ તો, 2026ની આ લેટેસ્ટ EPFO 3.0 સિસ્ટમથી કરોડો નોકરીપેશા લોકોની જિંદગી એકદમ સરળ બની જવાની છે. હવે ખરા સમયે અને ઈમરજન્સીમાં PF ના પૈસા કોઈ પણ અડચણ વગર તરત જ હાથમાં આવી જશે.