Post Office RD Interest Rate: સરકારે વ્યાજ વધાર્યા બાદ હવે રોકાણ કરશો તો થશે ફાયદો, જાણો સંપૂર્ણ ડિટેલ્સ | Moneycontrol Gujarati
Get App

Post Office RD Interest Rate: સરકારે વ્યાજ વધાર્યા બાદ હવે રોકાણ કરશો તો થશે ફાયદો, જાણો સંપૂર્ણ ડિટેલ્સ

Post Office RD Interest Rate: જો તમે પણ પોસ્ટ ઓફિસ આરડીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. તહેવારોની સિઝનમાં સરકારે પોસ્ટ ઓફિસની 5 વર્ષની રિકરિંગ ડિપોઝિટ (RD) પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. આ નવા દરો 1લી ઓક્ટોબરથી લાગુ થઈ રહ્યાં છે.

અપડેટેડ 05:10:02 PM Oct 03, 2023 પર
Story continues below Advertisement
Post Office RD Interest Rate: જો તમે પણ પોસ્ટ ઓફિસ આરડીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે.

Post Office RD Interest Rate: જો તમે પણ પોસ્ટ ઓફિસ આરડીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. તહેવારોની સિઝનમાં સરકારે પોસ્ટ ઓફિસની 5 વર્ષની રિકરિંગ ડિપોઝિટ (RD) પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. આ નવા દરો 1લી ઓક્ટોબરથી લાગુ થઈ રહ્યાં છે. અત્યાર સુધી તમને 5 વર્ષના આરડી પર 6.5 ટકાના દરે વ્યાજ મળતું હતું, પરંતુ 1 ઓક્ટોબરથી તમને 6.7 ટકાના દરે વ્યાજ મળશે. સરકારે તેમાં 20 બેસિસ પોઈન્ટ એટલે કે 0.20 ટકાનો વધારો કર્યો છે. હવે અમે તમને જણાવીએ કે જો તમે RDમાં દર મહિને 2000, 3000 અથવા 5000 રૂપિયાનું રોકાણ કરશો તો તમને કેટલું વળતર મળશે.

RDમાં 2,000ના રોકાણ પર

જો તમે 5 વર્ષ માટે દર મહિને રૂપિયા 2,000ની આરડી શરૂ કરવા જઇ રહ્યા છો, તો તમે એક વર્ષમાં રૂપિયા 24,000 અને 5 વર્ષમાં રૂપિયા 1,20,000નું રોકાણ કરશો. આવી સ્થિતિમાં, નવા વ્યાજ દર એટલે કે 6.7 ટકા મુજબ, 22,732 રૂપિયા વ્યાજ તરીકે મળશે. 5 વર્ષ પછી, મુદ્દલ અને વ્યાજ સહિત તમારા રોકાણની રકમ 1,42,732 રૂપિયા થશે.


RD માં રૂપિયા 3,000 ના રોકાણ પર

જો તમે દર મહિને RDમાં 3,000 રૂપિયાનું રોકાણ કરો છો, તો તમે એક વર્ષમાં 36,000 રૂપિયાનું રોકાણ કરશો. 5 વર્ષમાં તમારું કુલ રોકાણ 1,80,000 રૂપિયા હશે. પોસ્ટ ઓફિસ આરડી કેલ્ક્યુલેટર અનુસાર, નવા વ્યાજ દરો અનુસાર, તમને વ્યાજ તરીકે 34,097 રૂપિયા મળશે. મેચ્યોરિટી પર તમને કુલ 2,14,097 રૂપિયા મળશે.

RDમાં 5,000ના રોકાણ પર

દર મહિને રૂપિયા 5,000ના આરડીમાં, તમે એક વર્ષમાં રૂપિયા 60,000 અને પાંચ વર્ષમાં કુલ રૂપિયા 3,00,000નું રોકાણ કરશો. તમને 5 વર્ષ પછી 6.7 ટકાના દરે 56,830 રૂપિયા વ્યાજ મળશે. મેચ્યોરિટી પર તમને 3,56,830 રૂપિયા મળશે.

દર 3 મહિને વ્યાજ દરોની સમીક્ષા

કેન્દ્ર સરકારનું નાણા મંત્રાલય દર ત્રણ મહિને નાની બચત યોજનાઓ પરના વ્યાજનું પુનઃમૂલ્યાંકન કરે છે. આ વખતે તહેવારોની સિઝનમાં ઓક્ટોબરથી ડિસેમ્બરના ત્રિમાસિક ગાળામાં સરકારે માત્ર 5 વર્ષની રિકરિંગ ડિપોઝિટ પરના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે. બાકીની યોજનાઓ પર જૂના વ્યાજદર લાગુ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો-Bank FD Vs Small Savings Schemes: બેન્ક FD, PPF, પોસ્ટ ઓફિસ, સિનિયર સિટિઝન સેવિંગ્સ...પૈસાનું રોકાણ ક્યાં કરવું? જાણો કઈ સ્કીમ છે બેસ્ટ

MoneyControl News

MoneyControl News

First Published: Oct 03, 2023 5:10 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.