H1 2024માં પ્રોપર્ટી માર્કેટનું પરફોર્મન્સ 11 વર્ષના ઉપલા સ્તરે છે. મોટા શહેરોમાં ઘણા નવા પ્રોજેક્ટ આવ્યાં. H1માં અનસોલ્ડ ઇન્વેન્ટરીમાં વધારો થયો. 1 કરોડ રૂપિયાથી મોંઘા ઘરો સૌથી વધુ વેંચાયા. 1,75,000 ઘરો H1 2024માં વેચાયા. પ્રિમીયમ સેગ્મેન્ટનાં ઘરોના વેચાણ 50% વધ્યાં. પ્રમીયમ સેગમેન્ટનાં ગ્રાહકોની ઘર ખરીદવાની ઇચ્છા અને ક્ષમતા બન્ને યથાવત છે. ડેવલપર્સ પણ પ્રીમિયમ સેગ્મેન્ટના વધુ પ્રોજેક્ટ લાવ્યાં. 50 લાખ રૂપિયાથી સસ્તા ઘરોનાં વેચાણ ઘટ્યાં.
મુંબઇ, બેંગ્લોર,હૈદરાબાદમાં ઘરોનાં વેચાણ વધ્યાં છે. NCRમાં ઘરોનાં વેચાણ ઘટયાં છે. મુંબઇમાં ઘરોના વેચાણ ઘણા સારા રહ્યાં. અમદાવાદમાં ઘરોના વેચાણ બમણા થયા છે. અમદાવાદએ ઘરોની બાબતમાં અફોર્ડેબલ રહ્યું છે. અમદાવાદના ઓફિસ સ્પેસનો ગ્રોથ ખૂબ સારો થયો છે. ઇન્ફ્રાસ્ટ્રકચર અને જમીનની ઉપલબ્ધતાનો લાભ મળ્યો. 75% જેટલી સ્પેસ ડોમેસ્ટીક કન્ઝપ્શનને લગતી કંપનીએ લીધી. 20% ઓફિસ સ્પેસ કો-વર્કિંગ દ્વારા લેવાયો છે.
મુંબઇમાં ઓફિસ સ્પેસનો ટ્રેન્ડ ઘણો સારો રહ્યો. મુંબઇમાં 6 થી 7 મિલીયન SqFtનું કમર્શિયલ સ્પેસમાં કામ થયું. મુંબઇમાં ઘરોના વેચાણ ખૂબ સારા રહ્યાં. મુંબઇમાં ઘરોના વેચાણના આ વર્ષે રેકોર્ડ બન્યાં. સેન્ટ્રલ, વેસ્ટર્ન સબર્બ અને થાણામાં ઘરોના વેચાણ વધ્યાં. હાઉસિંગ ફોર ઓલ માટે સરકારનું કામ ચાલુ રહેશે. અફોર્ડેબલ હાઉસિંગ પર નવી પોલિસીની જરૂર છે.