અમદાવાદમાં અફોર્ડેબલ ઘરોની માગ ઘટી છે. અફોર્ડેબલ હોમ્સના વેચાણ ઘટયા છે. વ્યાજદર ઉચ્ચત્તમ સ્તરો પર હોવાથી અફોર્ડેબલ હોમના વેચાણ ઘટયા છે. શહેરની આસપાસ પ્લોટિંગના પ્રોજેક્ટ વધ્યાં છે. પ્લોટિંગ પ્રોજેક્ટને સારો પ્રતિસાદ મળી રહ્યોં છે. જમીનમાં થયેલા રોકાણના સારા રિટર્ન મળતા હોય છે. મિડ સેગ્મેન્ટ અને HNI દ્વારા પ્લોટની ખરીદારી થઇ રહી છે.
સવાલ -
મારે અમદાવાદમાં 1BHK ફ્લેટ વેચવો છે. તો મારે ક્યા ડોક્યુમેન્ટસની જરૂર પડશે?
જવાબ -
તમારે તમામ ટાઇટલ ડોક્યુમેન્ટસ તૈયાર રાખવાના રહેશે. સેલ ડીડ, શેર સર્ટીફીકેટ, પ્રોપર્ટી ટેક્સ, બીલ પેમેન્ટની રસીદ તૈયાર રાખો છો. સોસાયટી તરફથી મળેલા NOCની પણ જરૂર પડશે. બાયરના એડવોકેટ તમને ડોક્યુમેન્ટનું લિસ્ટ આપશે. તમામ દસ્તાવેજ તમારે ઝેરોક્ષ આપવામાં છે. દસ્તાવેજ થયા બાદ જ ઓરીજનલ ડોક્યુમેન્ટ આપવામાં આવે છે.
સવાલ -
સારા રિટર્ન માટે ક્યા રોકાણ કરી શકાય, 2bhk ફ્લેટ ગિફ્ટ સિટીમાં લેવો જોઇએ કે 3 BHK ફ્લેટ SG હાઇવે પર, વૈષ્ણવ દેવી સર્કલ નજીક લેવો જોઇએ. એમણે જણાવ્યું છે કે રેસિડન્શિયલ પ્રોપર્ટીમાં રોકાણ કરવું છે, સારા રિટર્નનો હેતુ અને લોન લઇને આ રોકાણ કરવું છે?
જવાબ-
ગિફ્ટ સિટીમાં ખૂબ સારૂ ટ્રેકશન આવી રહ્યું છે. તમારે રહેવું હોય તો SG હાઇવે પર ઘર ખરીદો છે. રોકાણ માટે ઘર લેવુ હોય તો ગિફ્ટ સિટી પસંદ કરો છો. ગિફ્ટ સિટી અને SG હાઇવે પર ભાડુ કેટલુ તે તપાસો મળશે.
સવાલ -
સુરત ના ડભોલી ગામ,કતારગામ વિસ્તાર જમીન વેચવા અંગે જમીનના હાલ માર્કેટ રેટ કેટલા છે તે કઈ રીતે તપાસી શકાય?
જવાબ -
જમીન એગ્રીકલ્ચર છે કે નહી જેવી બાબતોની જાણકારી મેળવવી જરૂરી છે. જમીન ટાઉન પ્લાનિંગમાં છે કે નહી વગેરે બાબતો પર જમીનની કિંમત નક્કી થાય છે. ઑનલાઇન તમે જમીનની જંત્રીની કિંમત જાણી શકો છો. જંત્રી કિંમત કરતા થોડી વધુ કિંમત જમીનની મળી શકે છે.
સવાલ -
મે 2021માં 27 લાખમાં TP 85 પર, સરખેજ નજીક 2 BHKનો ફ્લેટ લીધો છે. હવે અહી માર્કેટ રેટ 45 લાખ ચાલી રહ્યાં છે. શું મારે આ પ્રોપર્ટી વેચી પ્રોફિટ બુક કરવો જોઇએ કે આ ફ્લેટ હોલ્ડ કરવો જોઇએ. હાલમાં મને 12000 રૂપયાનુ રેન્ટ આ ફ્લેટથી મળી રહ્યું છે.
જવાબ -
સારૂ એપ્રિશિયેશન મળ્યું છે તમે આ ફ્લેટ વેચી શકો છો. તમે આ રકમમાં નવા મકાનની ખરીદી કરી શકો છો. નવા ફ્લેટનું તમને ઘણુ સારૂ રેન્ટ મળી શકે છે.
સવાલ -
નિકોલ, દાસ્તાન સર્કલ, SP રિંગરોડ અમદાવાદમાં મારૂ ઘર છે, મારા ઘરની ભવિષ્યમાં કેટલી કિંમત મળી શકે?
જવાબ -
નિકોલનું લોકેશન ઘણુ સારૂ છે. નિકોલમાં ઘણા સારા પ્રોજેક્ટ આવી રહ્યાં છે. નિકોલમાં તમારા ઘરની કિંમત જરૂર વધશે.
સવાલ -
મારે અમદાવાદના વેલ એસ્ટાબ્લિસ્ડ એરિયામાં રોકાણ કરવા છે, એમિનિટીઝ સાથેની પ્રોપર્ટી ખરીદવી છે. તો આ માટે ક્યા વિસ્તારમાં સારા ઓપ્શન મળી શકે?
જવાબ -
તમે વેસ્ટર્ન અમદાવાદમાં રોકાણ કરી શકો છો. વેસ્ટર્ન અમદાવાદમાં એમિનિટીઝ વાળા ઘણા બધા પ્રોજેક્ટ થઇ રહ્યાં છે.
સવાલ -
મારે સાયન્સ સિટી એરિયામાં 3BHK ઘર ખરીદવું છે, બેઝિક એમિનિટિઝ, સારુ કંસ્ટ્રકશન અને વેલ્યુ ફોર મની નવા પ્રોજેક્ટમાં રોકાણ કરવું હોય તો આવા વિકલ્પ ક્યા હોઇ શકે?