ક્રેડાઈ-એમચીના સીઈઓ, કેવલ વાલંભિયાના મતે -
ક્રેડાઈ-એમચીના સીઈઓ, કેવલ વાલંભિયાના મતે -
મહારાષ્ટ્ર સરકાર દ્વારા રિડેવલપમેન્ટ માટે GR બહાર પડાયું છે. મુંબઇની ઘણી ઇમારતોને રિડેવલપમેન્ટની તાતી જરૂર છે. બિલ્ડર સોસાયટી સાથે ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ કરે ત્યારે સ્ટેમ્પડ્યુટી લાગે છે. સોસાયટીના સભ્યોને ઘર પાછા અપાય ત્યારે પણ સેલ પ્રાઇસ પર સ્ટેમ્પ ડ્યુટી લાગતી હતી. હવે સોસાયટીના સભ્યોને મળતા ઘર પર સ્ટેમ્પ ડ્યુટી 100 ના બેઝિક ભાવ પર થશે.
2006થી CREDAI MCHIએ સરકારને રજૂઆતો કરી હતી. CREDAI MCHIએ સ્ટેમ્ટ એકટ હેઠળ 100 રૂપિયા સ્ટેમ્પ ડ્યુટી માટે માંગણી કરી હતી. સરકારે રજૂઆતને સમજીને રિડેવલપમેન્ટની સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપી છે. રિડેવલપમેન્ટમાં સભ્યોને પાછા અપાતા ઘર પર 7 ટકા સ્ટેમ્પ ડ્યુટી લાગતી હતી. સ્ટેમ્પ ડ્યુટી પ્રોજેક્ટના વેચાણ માટેના ફ્લેટની કિંમત ગણાતી હતી.
હવે 100 રૂપિયા પ્રમાણે સ્ટેમ્પ ડ્યુટી લાગુ પડશે. સ્ટેમ્પ ડ્યુટીમાં રાહતથી પ્રોજેક્ટ કોસ્ટમાં ઘટાડો થશે. પ્રોજેક્ટ કોસ્ટમાં ઘટાડો થતા સોસાયટીને અન્ય લાભ મળી શકશે. આદિત્ય રાજ ડેવલપર્સેહાઇકાર્ટમાં દાવો કર્યો હતો. રિડેવલપમેન્ટમાં 2 વખત સ્ટેમ્પડ્યુટી અંગે હાઇકોર્ટમાં દાવો કરાયો હતો. હાઇકોર્ટે સેક્શન 4(1) મુજબ PAAA વખતે ફરી સ્ટેમ્પડ્યુટી નહી લગાડવાનો ચુકાજો આપ્યો છે.
હવે સરકાર દ્વારા પણ PAAA માટે 100 રૂપિયાની સ્ટેમ્પડ્યુટીનો GR બહાર પડાયો છે. અન્ય શહેરોની સરખામણીમાં મુંબઇના પ્રિમીયમ ખૂબ ઉંચા છે. 32 અલગ અલગ ચાર્જ બાંધકામ માટે લાગે છે. મોંઘા પ્રિમીયમને કારણે ઘરની કિંમત પણ વધે છે. પાઘડી પ્રોપર્ટી માટે પણ આ GR લાગુ થવો જોઇએ.
ક્રેડાઈ-એમચીના સેક્રેટરી, ધવલ અજમેરાના મતે -
મુંબઇમાં 30,000 જેટલી ઇમારતોને રિડેવલપમેન્ટની જરૂર છે. 30 થી 50 વર્ષ જુની સોસાયટીને રિડેવલપમેન્ટની જરૂર છે. સ્ટેમ્પ ડ્યુટી જેવી રાહતથી રિડેવલપમેન્ટને મોટુ બુસ્ટ મળશે. સોસાયટીના સભ્યો ઉપરાંત શહેરને પણ રિડેવલપમેન્ટનો લાભ મળશે. રિડેવલપમેન્ટ માટે પહેલા સોસાયટી અને ડેવલપર વચ્ચે એગ્રીમેન્ટ થાય છે. PAAA મુજબ માર્કેટ વેલ્યુ પર સ્ટેમ્પ ડ્યુટી લાગતી હતી.
સરકારે સરળ બનાવી સોસાયટીના સભ્યો માટે 100 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી કરી છે. સ્ટેમ્પ ડ્યુટીમાં રાહતથી ડેવલપર અને સોસાયટી ગ્રાહકને લાભ મળશે. સરકાર પાસે રિડેવલપમેન્ટને હજી બુસ્ટ મળે એવી આશા છે. FSIના પ્રિમીયમ ખૂબ ઉંચા છે, તેમા ઘટાડો થવો જોઇએ. મોંઘી FSIને કારણે ઘરોની કિંમતો પણ વધે છે. ખાર, બાન્દ્રા જેવા વિસ્તારમાં બાંધકામ કરતા પ્રિમીયમ કોસ્ટ વધારે છે.
30,000 ઇમારતો ને રિડેવલપમેન્ટની જરૂર છે. કોવિડ વખતે 1 વર્ષ પ્રિમીયમમાં રાહત અપાઇ હતી. આ રાહતથી ઘણા અટકેલા પ્રોજેક્ટ પણ આગળ વધ્યાં હતા. 40 થી 50 વર્ષ જુની પ્રોપર્ટીને રિડેવલપમેન્ટની ખાસી જરૂર છે. મુંબઇ, મીરારોડ, કલ્યાણ, થાણામાં રિડેવલપમેન્ટની જરૂર કરી છે. પૂના, અમદાવાદ, બેંગ્લુરૂમાં રિડેવલપમેન્ટની જરૂર છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.