રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ દેશની ત્રણ મોટી બેન્કો પર દંડ ફટકાર્યો છે. નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ રિઝર્વ બેન્ક દ્વારા બેન્કો પર આ દંડ લગાવવામાં આવ્યો છે. આ સાથે જ રિઝર્વ બેન્કે કડક કાર્યવાહી કરતા દેશની એક મોટી ખાનગી બેન્ક પર દંડ પણ લગાવ્યો છે. માહિતી આપતા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ કહ્યું કે બેન્કો દ્વારા ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. જેના કારણે તેમના પર આ દંડ ફટકારવામાં આવ્યો છે. ભારતીય રિઝર્વ બેન્કે જમ્મુ અને કાશ્મીર બેન્ક (J&K બેન્ક), બેન્ક ઓફ મહારાષ્ટ્ર અને એક્સિસ બેન્ક પર દંડ લગાવ્યો છે.