RBI Monetary Policy: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ની મોનેટરી પોલિસી કમિટી સોમવારથી શરૂ થઈ ગઈ છે. આરબીઆઈના ગવર્નર અને MPCના અધ્યક્ષ શક્તિકાંત દાસ બુધવારે (9 ઓક્ટોબર) ત્રણ દિવસની ચર્ચાના પરિણામની જાહેરાત કરશે. આર્થિક નિષ્ણાતો માને છે કે આરબીઆઈ યુએસ ફેડરલ રિઝર્વને અનુસરશે નહીં, જેણે તાજેતરમાં વ્યાજ દરમાં અડધા ટકાનો ઘટાડો કર્યો છે. ડોઇશ બેન્કના ભારત અને દક્ષિણ એશિયાના મુખ્ય અર્થશાસ્ત્રી કૌશિક દાસે જણાવ્યું હતું કે, “અમને લાગે છે કે RBI આગામી ઓક્ટોબરની નાણાકીય નીતિની બેઠકમાં પોલિસી રેપો રેટ (હાલમાં 6.50 ટકા)માં ફેરફાર કરશે નહીં. જોકે, હોમ અને કાર લોન લેનારા લોકોએ આ વખતે કપાતના અભાવે નિરાશ થવાની જરૂર નથી. આગામી સમયમાં હોમ લોનના વ્યાજમાં .40% સુધીનો ઘટાડો થશે.



