Regular Saving Income: નિયમિત કમાણી માટે આ 7 સેવિંગ સ્કીમમાં કરો રોકાણ, જાણો શું છે આમાં ખાસ | Moneycontrol Gujarati
Get App

Regular Saving Income: નિયમિત કમાણી માટે આ 7 સેવિંગ સ્કીમમાં કરો રોકાણ, જાણો શું છે આમાં ખાસ

Regular Saving Income: કેટલીક યોજનાઓમાં બચતની સાથે સાથે નિયમિત આવક પણ મળતી હોય છે જેમાં ટેક્સ સેવિંગ્સનો પણ લાભ મળે છે. આવી બચત યોજનાઓમાં ઓછા જોખમે રોકાણકારોને મોટો ફાયદો થતો હોય છે.

અપડેટેડ 01:50:38 PM Sep 02, 2023 પર
Story continues below Advertisement
Regular Saving Income: અહીં આવી 7 બચત યોજનાઓ વિશે જાણકારી આપી છે જે તમને ઓછા જોખમે બચત કરવાની સાથે નિયમિત આવક મેળવવાની તક આપશે.

નિયમિત બચત આવક: આજના સમયમાં નિયમિત કમાણી અને બચત બહુ જ મહત્વપૂર્ણ છે. સિનિયર સિટીઝન ઉપરાંત યુવાન લોકોએ તેમની ભવિષ્યની નાણાંકીય જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આજથી બચત કરવાની તૈયારી કરી લેવી જોઇએ. કેટલીક યોજનાઓમાં બચતની સાથે સાથે નિયમિત આવક પણ મળતી હોય છે જેમાં ટેક્સ સેવિંગ્સનો પણ લાભ મળે છે. આવી બચત યોજનાઓમાં ઓછા જોખમે રોકાણકારોને મોટો ફાયદો થતો હોય છે. અહીં આવી 7 બચત યોજનાઓ વિશે જાણકારી આપી છે જે તમને ઓછા જોખમે બચત કરવાની સાથે નિયમિત આવક મેળવવાની તક આપશે.

1. સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ: નિવૃત્તિ માટે લોકોને સારો નફો કરાવતી આ સરકારી યોજના સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (senior citizen saving scheme) માટે એક ખુબ જ સારી યોજના છે. આ સ્કીમમાં 55 વર્ષથી લઇને 60 વર્ષ કે તેથી મોટી ઉંમરના લોકો રોકાણ કરી શકે છે. આ સ્કીમમાં 60 વર્ષ બાદ લાભ મળે છે. તેમાં વ્યક્તિ 1000 થી લઇને મહત્તમ 15 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે. આ સ્કીમ મેચ્યોરિટી પિરિયડ 5 વર્ષનો છે. આ સ્કીમમાં હાલ 8.2 ટકા વ્યાજ મળે છે અને આવકવેરાના કાયદાની કલમ 80C હેઠળ કરમુક્તિનો લાભ પણ મળે છે.

2. બેન્ક ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ: બેન્કમાં ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ (bank fixed deposit scheme) એ પરંપરાગત અને લોકપ્રિય રોકાણનું માધ્યમ છે. સીનિયર સિટીઝનને સામાન્ય નાગરિકોની તુલનાએ બેન્ક એફડી પર અડધા ટકા સુધી વધારે વ્યાજ મળે છે. રિઝર્વ બેન્કના રેપોરેટ અને મોંઘવારી દરમાં ફેરફારની સાથે જ આ ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજદરમાં ફેરફાર થયા કરે છે. તેમાં 5 વર્ષની માટે રોકાણ પર 1.5 લાખ રૂપિયા સુધીનો ટેક્સ ક્લેમ કરી શકાય છે. જો નાણાંકીય વર્ષમાં બેન્ક એફડી પરની વાર્ષિક કમાણી 50,000 રૂપિયાથી વધી જાય તો 10 ટકા ટીડીએસની ચૂકવણી કરવી પડે છે.


3. બેન્કની સ્પેશિયલ ટર્મ ડિપોઝિટ સ્કીમ: ઘણી બેન્કો સીનિયર સિટીઝન માટે પાંચ વર્ષ કે તેનાથી વધારે સમય માટે સ્પેશિયલ સ્કીમ ઓફર કરે છે. તેમાં SBI WeCare FD અને ICICI બેન્ક ગોલ્ડન યર FD જેવી સ્કીમો સામેલ છે. તે સીનિયર સિટીઝનને એફડી કરતા 0.30 ટકા સુધી વધારે વ્યાજ આપે છે.

4. પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમ: આ પોસ્ટ ઓફ મંથલી ઇન્કમ સ્કીમ (Post Office Monthly Income Scheme) માં દર મહિને કમાણીનો લાભ મળે છે, જેમાં સીનિયર સિટીઝન પણ પોતાનું ખાતું ખોલાવી શકે છે. તેમાં ઓછામાં ઓછા 1000 રૂપિયા અને સિંગલ એકાઉન્ટની માટે 4.5 લાખ તેમજ જોઇન્ટ એકાઉન્ટ માટે 9 લાખ રૂપિયા સુધીના રોકાણની મર્યાદા છે. જેમાં 6.6 ટકા સુધીનું વ્યાજ મળે છે અને તેમાં મેચ્યોરિટી પીરિયડ 5 વર્ષનો હોય છે.

5. પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ સ્કીમ: પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ સ્કીમ (Post Office Time Deposit Scheme) માં સીનિયર સિટીઝન પણ માત્ર 1000 રૂપિયાનો રોકાણ સાથે પોતાનું ખાતું ખોલાવી શકે છે. તેમાં મહત્તમ રોકાણની કોઇ મર્યાદા નથી અને તેમાં મુદ્દત 1, 2, 3 અને 5 વર્ષની હોય છે અને સમયગાળા અનુસાર વ્યાજ મળે છે. રોકાણનો સમયગાળો જેટલો લાંબો તેટલો વધારો લાભ મળે છે.

Post retirement: જો તમે નિવૃત્તિ પછી ચિંતામુક્ત જીવન ઈચ્છો છો તો આ બાબતોનું રાખો ધ્યાન

6. પ્રધાનમંત્રી વયવંદના યોજના: 2017 માં શરૂ કરાયેલી આ પ્રધાનમંત્રી વયવંદના યોજના (Pradhan Mantri Vaya Vandana Yojana scheme) માં નિવૃત્તિ બાદ રોકાણ કરી શકાય છે. આ એક રેગ્યુલર ઇન્કમનો લાભ આપે છે અને 60 વર્ષ બાદ પણ આ યોજના હેઠળ રોકાણ કરી શકાય છે. તેમાં મેચ્યોરિટીનો સમયગાળો 10 વર્ષનો છે. આ સ્કીમમાં માસિક, ત્રિમાસિક, છ માસિક કે વાર્ષિક પેન્શનના લાભ સાથે વાર્ષિક 7.4 ટકા વ્યાજ મળે છે. કર મુક્તિની સાથે આ યોજનામાં 15 થી 30 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે.

7. RBI ફ્લોટિંગ રેટ સેવિંગ બોન્ડ 2020: RBI ફ્લોટિંગ રેટ સેવિંગ બોન્ડ 2020 યોજના RBI 8.05 ટકા બોન્ડના નામે ઓળખાય છે. દર છ મહિને તેના રેટ બદલાય છે. તેને નેશનલ સેવિંગ સર્ટિફિકેટ સાથે લિંક કરાય છે. હાલ તેમાં વાર્ષિક 8.05 ટકા વ્યાજ મળે છે. તેમાં ઓછામાં ઓછા 1000 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકાય છે અને મહત્તમ રોકાણની કોઇ મર્યાદા નથી. આ બોન્ડ સાત વર્ષના મેચ્યોરિટી પીરિયડ સાથે આવે છે.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

MoneyControl News

MoneyControl News

First Published: Sep 02, 2023 1:50 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.