જો તમારો મહિને ખર્ચ 50 હજાર રૂપિયા છે, તો રિટાયરમેન્ટ માટે કેટલા કરોડનું ફંડ જોઈશે? સમજો ગણતરીની આસાન ફોર્મ્યુલા
શું તમે રિટાયરમેન્ટ પ્લાનિંગ કરી રહ્યા છો? જો તમારો માસિક ખર્ચ 50000 રૂપિયા હોય તો નિવૃત્તિ માટે કેટલા કરોડનું ફંડ જોઈશે તેની સચોટ ગણતરી અને રોકાણની સાચી રીત જાણો.
Retirement planning : આજના સમયમાં દરેક વ્યક્તિ નિવૃત્તિ માટે બચત અને રોકાણ કરવા માંગે છે. પરંતુ મોટાભાગના લોકોને એ જ ખબર નથી હોતી કે તેમને રિટાયરમેન્ટ માટે ખરેખર કેટલા રૂપિયાની જરૂર પડશે. એક્સપર્ટ્સ માને છે કે, તમારા રિટાયરમેન્ટ ફંડની સાઈઝ એ વાત પર નિર્ભર કરે છે કે આજે તમારો દર મહિનાનો ખર્ચ કેટલો છે. આ માટે એક ખાસ ફોર્મ્યુલા છે, જેની મદદથી તમે તમારા ભવિષ્યના ફંડની ગણતરી કરી શકો છો.
આને એક સરળ ઉદાહરણથી સમજીએ,,ધારો કે, રિટાયરમેન્ટ પહેલા તમારો મહિનાનો ખર્ચ 50000 રૂપિયા છે. એટલે કે તમારો 1 વર્ષનો ખર્ચ 6 લાખ રૂપિયા થયો. હવે આ 6 લાખ રૂપિયાના 25 થી 30 ગણા એટલે 1.5 કરોડથી 1.8 કરોડ રૂપિયા થાય.
આમ, 50000 રૂપિયાના માસિક ખર્ચ સામે તમારે નિવૃત્તિ વખતે આશરે 1.5 થી 1.8 કરોડ રૂપિયાના ફંડની જરૂર પડશે.
રોકાણ માટે ઇક્વિટી છે બેસ્ટ ઓપ્શન
રમણીક કુંદ્રાના મતે, આટલું મોટું ફંડ ભેગું કરવા માટે રોકાણની વહેલી શરૂઆત કરવી સૌથી જરૂરી છે. બીજું, તમારે રોકાણમાં શિસ્ત જાળવવી પડશે. લાંબા ગાળે મોટું ફંડ બનાવવા માટે તમારા રોકાણનો એક મોટો હિસ્સો ઇક્વિટી (શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડ) માં લગાવવો જરૂરી છે.
ભારતીય શેરબજારે ઉતાર-ચઢાવ વચ્ચે પણ લાંબા ગાળે સરેરાશ 12 થી 13 ટકાનું વાર્ષિક રિટર્ન આપ્યું છે. અત્યારે નેશનલ પેન્શન સિસ્ટમ પણ ગ્રાહકોને ઇક્વિટીમાં 75 ટકા સુધી રોકાણ કરવાની છૂટ આપે છે, જ્યારે કેટલીક નવી સ્કીમ્સમાં તો 100 ટકા સુધી ઇક્વિટી રોકાણનો વિકલ્પ પણ મળે છે.
40 વર્ષની ઉંમરે: આ ફંડ તમારી વાર્ષિક આવકના 3 ગણું થઈ જવું જોઈએ.
50 વર્ષની ઉંમરે: આ ફંડ તમારી વાર્ષિક આવકના 5 થી 6 ગણું હોવું જોઈએ.
યાદ રાખો, શેરબજારના ઉતાર-ચઢાવ કરતાં પણ મોંઘવારી તમારા રિટાયરમેન્ટ ફંડ પર સૌથી મોટી નકારાત્મક અસર કરે છે.
નિવૃત્તિ નજીક આવે ત્યારે શું કરવું?
જેમ જેમ રિટાયરમેન્ટનો સમય નજીક આવે, તેમ રોકાણની વ્યૂહરચના બદલવી ખૂબ જરૂરી છે. નિવૃત્તિના 5 થી 10 વર્ષ પહેલાં તમારું ધ્યાન સંપત્તિ વધારવા કરતા તેને સુરક્ષિત રાખવા પર હોવું જોઈએ. જો તમે બધું જ રોકાણ શેરમાં રાખશો અને અચાનક બજાર ક્રેશ થઈ જાય, તો તમારું મોટું ફંડ ડૂબી શકે છે.
આનાથી બચવા માટે રોકાણકારોએ ધીમે-ધીમે પોતાના પૈસા ઇક્વિટીમાંથી કાઢીને ડેટ અથવા લિક્વિડ ફંડમાં ટ્રાન્સફર કરવા જોઈએ. એક્સપર્ટ્સ સલાહ આપે છે કે આવનારા 2 થી 3 વર્ષ સુધી ચાલે તેટલો ખર્ચ લિક્વિડ ફંડમાં રાખવો. આનાથી ફાયદો એ થશે કે જ્યારે બજાર નીચે જાય, ત્યારે તમારે તમારા ખર્ચ કાઢવા માટે નુકસાન ખાઈને શેર્સ વેચવા પડશે નહીં.