LPG ગેસ સિલિન્ડરથી લઈને SBI ક્રેડિટ કાર્ડ સુધી, 1 ડિસેમ્બરથી દેશમાં થશે 5 મોટા ફેરફાર, કાર ખરીદવી પણ થશે મોંઘી
1 ડિસેમ્બર, 2026 થી દેશભરમાં LPG ગેસ સિલિન્ડર, SBI ક્રેડિટ કાર્ડ, કારની કિંમતો, SEBI માર્જિન અને GST ને લગતા 5 મહત્વના નિયમો બદલાવા જઈ રહ્યા છે. જાણો તમારા ખિસ્સા પર તેની શું અસર પડશે.
કોમોડિટી ડેરિવેટિવ્ઝમાં ટ્રેડિંગ કરતા લોકો માટે 1 ડિસેમ્બર, 2026 થી માર્કેટ રેગ્યુલેટર સેબીના માર્જિન નિયમો બદલાઈ રહ્યા છે.
Rule Change 1st December 2026: નવેમ્બર મહિનો હવે પૂરો થવાને આરે છે અને આગામી 1 ડિસેમ્બર, 2026 થી વર્ષના છેલ્લા મહિનાની શરૂઆત થવા જઈ રહી છે. દર મહિનાની જેમ ડિસેમ્બરની પહેલી તારીખથી પણ દેશભરમાં અનેક મહત્વપૂર્ણ નિયમો બદલાવા જઈ રહ્યા છે. આ ફેરફારોની સીધી અસર સામાન્ય લોકોના ઘરના બજેટ, નવી કારની ખરીદી, ક્રેડિટ કાર્ડના વપરાશ, કોમોડિટી ટ્રેડિંગ અને GST પ્રક્રિયા પર પડશે. ચાલો વિગતવાર જાણીએ 1 ડિસેમ્બરથી લાગુ થનારા આ 5 મોટા ફેરફારો વિશે.
1. LPG ગેસ સિલિન્ડર અને હવાઈ ઈંધણના ભાવ
દેશમાં દર મહિનાની પહેલી તારીખે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) એલપીજી ગેસ સિલિન્ડરના ભાવની સમીક્ષા કરે છે. આગામી 1 ડિસેમ્બર, 2026 ના રોજ પણ સૌની નજર ગેસના ભાવ પર રહેશે. એલપીજીના ભાવમાં થતા ફેરફારની સીધી અસર ઘરના રસોડાના બજેટથી લઈને રેસ્ટોરન્ટમાં ખાવા-પીવાના ખર્ચ પર પડી શકે છે. છેલ્લા કેટલાક સમયથી 19 કિલોવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધ-ઘટ જોવા મળી છે, જ્યારે 14 કિલોના ઘરેલુ રાંધણ ગેસ સિલિન્ડરના ભાવ લાંબા સમયથી સ્થિર રહ્યા છે. આ ઉપરાંત વિમાનોમાં વપરાતા હવાઈ ઈંધણ એટલે કે ATFના ભાવમાં પણ ફેરફાર થઈ શકે છે.
2. SBI ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવો થશે મોંઘો
ડિસેમ્બરની પહેલી તારીખથી થનારો બીજો મોટો ફેરફાર એસબીઆઈ ક્રેડિટ કાર્ડધારકો માટે છે. બેંક દ્વારા 27 ઓક્ટોબરના રોજ જ 1 ડિસેમ્બર, 2026 થી અમલમાં આવનારા આ નવા નિયમોની જાણકારી આપી દેવામાં આવી હતી. નવા ફેરફાર મુજબ, જો તમે SBI ક્રેડિટ કાર્ડથી 30,000 રૂપિયાથી વધુનું ટ્રાન્સપોર્ટેશન ટ્રાન્ઝેક્શન કરો છો અથવા 50,000 રૂપિયાનો ફ્યુઅલ (પેટ્રોલ-ડીઝલ) ખર્ચ કરો છો, તો તેના પર હવે 1 ટકા (1%) વધારાનો ચાર્જ લાગુ પડશે.
3. નવી કાર ખરીદવી થશે મોંઘી
જો તમે ડિસેમ્બર મહિનામાં નવી કાર ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો 1 ડિસેમ્બરથી તમારા ખિસ્સા પર બોજ વધી શકે છે. પેટ્રોલ-ડીઝલથી લઈને ઈલેક્ટ્રિક સુધીની તમામ કાર આ ભાવવધારામાં સામેલ છે. દિગ્ગજ કંપની ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ દ્વારા 24 નવેમ્બરના રોજ આ ભાવવધારાની જાહેરાત કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, અલગ-અલગ મોડલ અને વેરિઅન્ટ મુજબ કારની કિંમતોમાં 0.5 ટકા સુધીનો વધારો થઈ શકે છે.
કોમોડિટી ડેરિવેટિવ્ઝમાં ટ્રેડિંગ કરતા લોકો માટે 1 ડિસેમ્બર, 2026 થી માર્કેટ રેગ્યુલેટર સેબીના માર્જિન નિયમો બદલાઈ રહ્યા છે. નવા નિયમ હેઠળ ટ્રેડર્સે કોમોડિટીના ભાવમાં થતી વધ-ઘટના આધારે શરૂઆતનું માર્જિન રાખવું પડશે. આ માટે 3 કેટેગરી નક્કી કરવામાં આવી છે:
ઓછી વધ-ઘટવાળી કોમોડિટી: 6 ટકા માર્જિન
મધ્યમ વધ-ઘટવાળી કોમોડિટી: 8 ટકા માર્જિન
વધુ વધ-ઘટવાળી કોમોડિટી: 10 ટકા માર્જિન રાખવું ફરજિયાત રહેશે.
5. GST રજિસ્ટ્રેશન રદ કરવાની પ્રક્રિયામાં ફેરફાર
1 ડિસેમ્બરથી લાગુ થનારા પાંચમા ફેરફાર હેઠળ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સએ 'સેન્ટ્રલ જીએસટી નિયમ 2017' માં સુધારો કર્યો છે, જેને 25 નવેમ્બરના રોજ નોટિફાઈ કરવામાં આવ્યો છે. આ સુધારા દ્વારા GST રજિસ્ટ્રેશન રદ કરવાની અરજીની પ્રક્રિયા બદલવામાં આવી છે. હવે પાત્રતા ધરાવતી અરજીઓ પર જીએસટી કોમન પોર્ટલ દ્વારા ઈલેક્ટ્રોનિક રીતે જ કાર્યવાહી કરવામાં આવશે, જ્યારે બાકી રિટર્ન કે બાકી ટેક્સની રકમ ધરાવતા કેસો તપાસ માટે સંબંધિત અધિકારી પાસે મોકલવામાં આવશે.