પગાર 1.8 લાખ, દર મહિને 80 હજારની SIP... છતાં પિતા ICUમાં દાખલ થયા ત્યારે રાત્રે ઉધાર પૈસા માંગવા પડ્યા! જાણો ઈમરજન્સી ફંડનું મહત્વ | Moneycontrol Gujarati
Get App

પગાર 1.8 લાખ, દર મહિને 80 હજારની SIP... છતાં પિતા ICUમાં દાખલ થયા ત્યારે રાત્રે ઉધાર પૈસા માંગવા પડ્યા! જાણો ઈમરજન્સી ફંડનું મહત્વ

Emergency fund: બેંગલુરુના એક યુવાનનો પગાર 1.8 લાખ રૂપિયા હોવા છતાં પિતાની મેડિકલ ઇમરજન્સી વખતે 2.5 લાખ માટે ફાંફા પડ્યા. જાણો માત્ર SIP કેમ પૂરતી નથી અને ઈમરજન્સી ફંડ કેમ જરૂરી છે.

અપડેટેડ 01:27:27 PM Aug 25, 2026 પર
Story continues below Advertisement
બેંગલુરુમાં રહેતા એક ટેક પ્રોફેશનલ યુવાનનો માસિક પગાર 1.8 લાખ રૂપિયા છે. તે દર મહિને 80 હજાર રૂપિયાની જંગી રકમ SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે. સારી નોકરી અને નિયમિત રોકાણને કારણે તેને ખાતરી હતી કે તેની આર્થિક સ્થિતિ એકદમ મજબૂત છે અને કોઈ પણ મુશ્કેલીનો સામનો તે આસાનીથી કરી લેશે. પરંતુ, એક જ રાતમાં તેની આ વિચારસરણી બદલાઈ ગઈ.

Emergency fund: આપણામાંથી ઘણા લોકોને લાગે છે કે દર મહિને સારો પગાર આવતો હોય અને મ્યુચ્યુઅલ ફંડમાં SIP ચાલતી હોય એટલે આપણું ભવિષ્ય સુરક્ષિત છે. "સલરીથી ઘર ચાલે છે અને SIPથી ભવિષ્ય બને છે" - આ વાત સાચી, પરંતુ જ્યારે અચાનક કોઈ મોટી મુસીબત કે મેડિકલ ઈમરજન્સી આવી પડે, ત્યારે કયો પૈસો કામ આવે છે? બેંગલુરુના એક ટેક પ્રોફેશનલ સાથે બનેલી ઘટના તમારી આંખો ખોલી નાખશે.

મોટો પગાર અને રોકાણનો ભ્રમ તૂટ્યો

બેંગલુરુમાં રહેતા એક ટેક પ્રોફેશનલ યુવાનનો માસિક પગાર 1.8 લાખ રૂપિયા છે. તે દર મહિને 80 હજાર રૂપિયાની જંગી રકમ SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે. સારી નોકરી અને નિયમિત રોકાણને કારણે તેને ખાતરી હતી કે તેની આર્થિક સ્થિતિ એકદમ મજબૂત છે અને કોઈ પણ મુશ્કેલીનો સામનો તે આસાનીથી કરી લેશે. પરંતુ, એક જ રાતમાં તેની આ વિચારસરણી બદલાઈ ગઈ.

પિતાને ICUમાં દાખલ કરવા પડ્યા, હોસ્પિટલે માંગ્યા 2.5 લાખ

બન્યું એવું કે, યુવાનના પિતા અચાનક બેહોશ થઈને ઢળી પડ્યા. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને ICUમાં દાખલ કરવા જણાવ્યું. હોસ્પિટલ વાળાએ સ્પષ્ટ કહી દીધું કે સારવાર શરૂ કરતા પહેલા અંદાજે 2.5 લાખ રૂપિયા જમા કરાવવા પડશે. બસ, અહીંથી જ આ યુવાનની ખરી કસોટી શરૂ થઈ.


રોકાણ કરોડોનું, પણ હાથમાં રોકડા ન હતા!

યુવાન પાસે ઇન્વેસ્ટમેન્ટ તો ઘણું હતું, પણ હાથ પર પૂરતું કેશ ન હતું. તેનું મુખ્ય ક્રેડિટ કાર્ડ એક નવું લેપટોપ ખરીદવાને કારણે લગભગ પૂરેપૂરું વપરાઈ ગયું હતું. બીજી તરફ, તેના સેવિંગ્સ બેંક એકાઉન્ટમાં માત્ર 32 હજાર રૂપિયા જ પડ્યા હતા.

તેણે વિચાર્યું કે મ્યુચ્યુઅલ ફંડમાંથી પૈસા ઉપાડી લઉં, પણ રોકાણના પૈસા કઈ રાતોરાત બેંક ખાતામાં નથી આવતા. તેમાં સમય લાગે છે. વળી, થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેટરની પ્રક્રિયાને કારણે પણ પૈસાની વ્યવસ્થામાં વિલંબ થઈ રહ્યો હતો.

રાત્રે 1:30 વાગ્યે સગા-સંબંધીઓ પાસે ઉધાર માંગવા પડ્યા

પોતાના પિતા હોસ્પિટલના બિછાને હતા અને બીજી તરફ હાથમાં પૈસા ન હતા. આખરે કંટાળીને આ યુવાને રાત્રે 1:30 વાગ્યે પોતાના મિત્રો અને સગા-સંબંધીઓને ફોન કરવાનું શરૂ કર્યું અને UPI દ્વારા પૈસા ઉછીના માંગવા પડ્યા. અહીં તેને પહેલીવાર સમજાયું કે માત્ર મોટો પગાર હોવો અને લાખોનું રોકાણ કરવું પૂરતું નથી. જરૂરતના સમયે જે પૈસો તાત્કાલિક હાથમાં આવે તે જ સાચો પૈસો.

સોશિયલ મીડિયા પર શરૂ થઈ ચર્ચા: ઈમરજન્સી ફંડ છે જરૂરી

આ યુવાને પોતાની આપવીતી સોશિયલ મીડિયા પર શેર કરી, જે ખૂબ વાયરલ થઈ રહી છે. લોકો હવે ઈમરજન્સી ફંડની ચર્ચા કરી રહ્યા છે. એક યુઝરે સલાહ આપતા કહ્યું કે, રોકાણની સાથે સાથે માતા-પિતા માટે એક અલગ 'મેડિકલ ઈમરજન્સી ફંડ' હંમેશા હોવું જોઈએ. અન્ય એક યુઝરે લખ્યું કે, હું મારી બચતનો અમુક હિસ્સો એવી જગ્યાએ રાખું છું જ્યાંથી મુસીબત વખતે ગણતરીની મિનિટોમાં પૈસા ઉપાડી શકાય.

આ ઘટના પરથી શું શીખ મળે છે?

SIP અને શેરબજારમાં રોકાણ લાંબા ગાળાના ભવિષ્ય માટે શ્રેષ્ઠ છે, પરંતુ તમારા માસિક ખર્ચના ઓછામાં ઓછા 6 મહિના જેટલી રકમ તમારા બેંક એકાઉન્ટમાં અથવા એવી FD માં હોવી જોઈએ જેને તમે ગમે ત્યારે તોડી શકો. મુસીબત ક્યારેય કહીને નથી આવતી, એટલે રોકડા પૈસાની વ્યવસ્થા હંમેશા હાથવગી રાખવી જોઈએ.

આ પણ વાંચો- સુકન્યા સમૃદ્ધિ યોજના કેલ્ક્યુલેટર: દીકરી માટે બનાવો 71 લાખથી વધુનું ફંડ, જાણો લેટેસ્ટ વ્યાજ દર અને નવા નિયમો

(ડિસ્ક્લેમર: આ રિપોર્ટ સોશિયલ મીડિયા પર યુઝર દ્વારા શેર કરવામાં આવેલા અનુભવ અને વાયરલ કન્ટેન્ટ પર આધારિત છે. મનીકંટ્રોલ કે આ ન્યૂઝ પ્લેટફોર્મ આ દાવાઓની સ્વતંત્ર રીતે પુષ્ટિ કરતું નથી.)

MoneyControl News

MoneyControl News

First Published: Aug 25, 2026 1:27 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.