SBI Life Smart Platina Plus: જો તમે શેરબજારના રોજના ઉતાર-ચઢાવ અને જોખમથી દૂર રહીને એક સુરક્ષિત અને ફિક્સ આવકનો સ્ત્રોત શોધી રહ્યા છો, તો એસબીઆઈ લાઈફ (SBI Life) નો આ નવો પ્લાન તમારા માટે એકદમ પરફેક્ટ છે.
SBI Life Smart Platina Plus: જો તમે શેરબજારના રોજના ઉતાર-ચઢાવ અને જોખમથી દૂર રહીને એક સુરક્ષિત અને ફિક્સ આવકનો સ્ત્રોત શોધી રહ્યા છો, તો એસબીઆઈ લાઈફ (SBI Life) નો આ નવો પ્લાન તમારા માટે એકદમ પરફેક્ટ છે.
SBI Life એ 'સ્માર્ટ પ્લેટિનમ પ્લસ'નામની એક શાનદાર યોજના રજૂ કરી છે. આ સ્કીમમાં રોકાણકારોને માત્ર ગેરંટીડ રેગ્યુલર ઈન્કમ જ નથી મળતી, પરંતુ પોલિસી પૂરી થવા પર જમા કરાવેલા કુલ પ્રીમિયમના 110% પૈસા પાછા પણ મળે છે. તમારા લોંગ-ટર્મ ફાઈનાન્સિયલ ગોલ્સ પૂરા કરવા માટે આ એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. ચાલો જાણીએ આ પ્લાનના ખાસ ફિચર્સ અને ફાયદાઓ વિશે.
શું છે SBI Life સ્માર્ટ પ્લેટિનમ પ્લસ?
આ એક નૉન-લિંક્ડ અને નૉન-પાર્ટિસિપેટિંગ લાઈફ ઈન્શ્યોરન્સ સેવિંગ્સ પ્લાન છે. સરળ શબ્દોમાં કહીએ તો, આ સ્કીમને શેરબજારની ચાલ સાથે કોઈ લેવાદેવા નથી. માર્કેટ ગમે તેટલું નીચે જાય, તમારા રિટર્ન અને આવક પહેલેથી જ ફિક્સ હોય છે. આ પ્લાન તમને માર્કેટના જોખમ વિના ગેરંટીડ રિટર્ન અને લાઈફ કવર બંને પૂરા પાડે છે.
આ સ્કીમના મુખ્ય નિયમો અને ફિચર્સ:
ઈન્કમ ઓપ્શન : આ પ્લાનમાં તમને બે મુખ્ય વિકલ્પો મળે છે. પહેલો 'ગેરંટીડ ઈન્કમ ઓપ્શન' જેમાં તમને રેગ્યુલર ફિક્સ આવક મળે છે અને બીજો 'લાઈફ ઈન્કમ ઓપ્શન' જેમાં પેઆઉટ પિરિયડ દરમિયાન સતત ગેરંટીડ આવક મળતી રહે છે.
પ્રીમિયમ ભરવાની મુદત: તમે તમારી અનુકૂળતા મુજબ 6, 7, 8 કે 10 વર્ષ માટે પ્રીમિયમ ભરવાનો વિકલ્પ પસંદ કરી શકો છો.
રોકાણની રકમ: આ યોજનામાં જોડાવા માટે તમારે વર્ષે ઓછામાં ઓછું 50000 રૂપિયાનું પ્રીમિયમ ભરવું પડે છે.
ન્યૂનતમ સમ એશ્યોર્ડ: આ પ્લાન હેઠળ ઓછામાં ઓછું 550000 રૂપિયાનું વીમા કવચ મળે છે.
પૈસા ક્યારે મળશે?: તમે તમારી જરૂરિયાત મુજબ દર મહિને, દર ત્રણ મહિને, છ મહિને કે વર્ષે એકસાથે આવક મેળવી શકો છો.
મેચ્યોરિટી અને ડેથ બેનિફિટ્સના ડબલ ફાયદા
મેચ્યોરિટી બેનિફિટ: જ્યારે તમારી પોલિસીનો સમયગાળો પૂરો થાય છે, ત્યારે તમને તમે ભરેલા કુલ પ્રીમિયમના 110% હિસ્સો રિફંડ તરીકે પાછો આપી દેવામાં આવે છે. એટલે કે તમારા પૈસા સુરક્ષિત રહેવાની સાથે વધે પણ છે.
ડેથ બેનિફિટ: જો પોલિસી ચાલુ હોય અને તે દરમિયાન પોલિસીધારકનું આકસ્મિક મૃત્યુ થાય, તો નોમિનીને એકસાથે (લમ્પસમ) ડેથ બેનિફિટ ચૂકવવામાં આવે છે. ખાસ વાત એ છે કે અમુક કિસ્સામાં પરિવારને રેગ્યુલર પેઆઉટ મળવાનું ચાલુ પણ રહી શકે છે.
લોન અને અન્ય સુવિધાઓ
લોનની સુવિધા: જો તમને અચાનક પૈસાની જરૂર પડી જાય, તો 2 વર્ષના પૂરા પ્રીમિયમ ભર્યા પછી તમે સરેન્ડર વેલ્યુના 50% સુધીની લોન પણ લઈ શકો છો.
વધારાની સુરક્ષા: વધુ સુરક્ષા માટે તમે SBI લાઈફ એક્સિડેન્ટલ બેનિફિટ રાઈડર (અકસ્માતે મૃત્યુ કે વિકલાંગતા માટે) અને વેવર ઓફ પ્રીમિયમ રાઈડર જેવા વધારાના વિકલ્પો પણ જોડી શકો છો.
જે લોકો રિટાયરમેન્ટ માટે અથવા બાળકોના ભવિષ્ય માટે કોઈ સેફ અને ગેરંટીડ ઈન્કમ પ્લાન શોધી રહ્યા છે, તેમના માટે SBIની આ સ્કીમ ખૂબ જ કામની સાબિત થઈ શકે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી માટે છે. કોઈપણ નાણાકીય રોકાણ કરતા પહેલા હંમેશા તમારા સર્ટિફાઈડ આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લેવી. અમે કોઈપણ પ્રકારના રોકાણની સીધી સલાહ આપતા નથી.)
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.