SGB રોકાણકારો માટે ખુશખબર: ગોલ્ડ બોન્ડની આ સિરીઝમાં 6 વર્ષમાં પૈસા થયા 3 ગણા, RBIએ જાહેર કર્યો નવો ભાવ | Moneycontrol Gujarati
Get App

SGB રોકાણકારો માટે ખુશખબર: ગોલ્ડ બોન્ડની આ સિરીઝમાં 6 વર્ષમાં પૈસા થયા 3 ગણા, RBIએ જાહેર કર્યો નવો ભાવ

Sovereign Gold Bond: RBI એ SGB 2020-21 Series VII માટે રિડેમ્પ્શન પ્રાઈસ 14,614 રૂપિયા નક્કી કર્યો છે. ગોલ્ડ બોન્ડના રોકાણકારોને 6 વર્ષમાં 3 ગણો નફો મળ્યો છે. જાણો આજે પૈસા કેવી રીતે ઉપાડવા.

અપડેટેડ 12:21:39 PM Oct 19, 2026 પર
Story continues below Advertisement
RBIના જણાવ્યા અનુસાર, એક યુનિટ એટલે કે 1 ગ્રામ સોનું નો ભાવ 14,614 રૂપિયા નક્કી થયો છે. જો કોઈ રોકાણકાર પાસે 10 યુનિટ હોય, તો તેને આજે 1,46,140 રૂપિયા મળશે.

Sovereign Gold Bond: સોવરેન ગોલ્ડ બોન્ડ (SGB)માં રોકાણ કરનારા લોકો માટે 19 ઓક્ટોબર 2026નો દિવસ ખૂબ જ ખાસ છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ SGB 2020-21 Series VII માટે સમય કરતાં પહેલાં પૈસા ઉપાડવાની (Premature Redemption) કિંમત 14,614 રૂપિયા પ્રતિ યુનિટ નક્કી કરી દીધી છે. ઓક્ટોબર 2020માં આ ગોલ્ડ બોન્ડ બહાર પાડવામાં આવ્યા હતા.

છેલ્લા 6 વર્ષમાં સોનાના ભાવમાં જે જંગી ઉછાળો આવ્યો છે, તેના કારણે રોકાણકારોના પૈસા લગભગ 3 ગણા થઈ ગયા છે. આજે રોકાણકારો નક્કી કરેલા નિયમો મુજબ પોતાના બોન્ડ વટાવીને તગડો નફો ઘરે લઈ જઈ શકે છે. 20 ઓક્ટોબરે રજા આવતી હોવાથી RBI દ્વારા 19 ઓક્ટોબરની તારીખ નક્કી કરવામાં આવી છે.

ગોલ્ડ બોન્ડનો રિડેમ્પ્શન પ્રાઈસ કેટલો છે?

RBIના જણાવ્યા અનુસાર, એક યુનિટ એટલે કે 1 ગ્રામ સોનું નો ભાવ 14,614 રૂપિયા નક્કી થયો છે. જો કોઈ રોકાણકાર પાસે 10 યુનિટ હોય, તો તેને આજે 1,46,140 રૂપિયા મળશે. આ કિંમત હવામાંથી નથી લેવાઈ, પરંતુ 14, 15 અને 16 ઓક્ટોબર 2026 ના રોજ ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ના 999 શુદ્ધતા વાળા સોનાના સરેરાશ ભાવના આધારે નક્કી કરવામાં આવી છે.

1 લાખ રૂપિયા રોકનારને કેટલો ફાયદો થયો?


જે લોકોએ SGB 2020-21 Series VII માં પૈસા લગાવ્યા હતા તેમની તો લોટરી લાગી ગઈ છે. જો કોઈ વ્યક્તિએ તે સમયે 1 લાખ રૂપિયા રોક્યા હોત, તો આજે તે રકમ વધીને 2.89 લાખ રૂપિયા થઈ ગઈ હોત.

* શરૂઆતનું રોકાણ: 1,00,000 રૂપિયા

* આજની કિંમત: 2,89,000 રૂપિયા (અંદાજે)

* ચોખ્ખો નફો: 1,89,000 રૂપિયા

* કુલ વળતર (Return): 189%

જે લોકોએ ઓનલાઈન અરજી કરીને ડિજિટલ પેમેન્ટ કર્યું હતું તેમને 1 ગ્રામ પર 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળ્યું હતું. તેમના માટે 1 ગ્રામની કિંમત 5,001 રૂપિયા હતી. આવા સ્માર્ટ રોકાણકારોને 192.2% જેટલું શાનદાર રિટર્ન મળ્યું છે. નોંધ: આ ગણતરીમાં મળેલું વ્યાજ અને ટેક્સ સામેલ નથી.

ખરીદ કિંમત અને આજના ભાવ વચ્ચેનો તફાવત

જ્યારે આ બોન્ડ માર્કેટમાં આવ્યા ત્યારે તેની ઈશ્યૂ કિંમત 5,051 રૂપિયા પ્રતિ ગ્રામ હતી. આજે RBI 14,614 રૂપિયા આપી રહી છે. આ બંને આંકડાઓ વચ્ચે 9,563 રૂપિયાનો સીધો તફાવત છે, જે સીધો રોકાણકારોના ખિસ્સામાં જશે.

દર વર્ષે 2.5% ફિક્સ વ્યાજનો ડબલ ફાયદો

ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે અહીં બે બાજુથી કમાણી થાય છે. સોનાનો ભાવ વધે તેનો નફો તો મળે જ છે, સાથે મૂળ રોકાણ પર દર વર્ષે 2.5% લેખે ફિક્સ વ્યાજ પણ મળે છે. આ વ્યાજ દર છ મહિને સીધું બેંક ખાતામાં જમા થાય છે. જો તમે 1 લાખ રૂપિયા રોક્યા હોય, તો દર વર્ષે 2,500 રૂપિયા ખાતામાં આવતા રહે છે.

આજે SGB માંથી પૈસા કેવી રીતે ઉપાડી શકાશે?

જે રોકાણકારો આજે 19 ઓક્ટોબર 2026 ના રોજ પોતાના પૈસા ઉપાડવા માંગે છે, તેમણે તે જ બેંક, પોસ્ટ ઓફિસ કે એજન્સીનો સંપર્ક કરવાનો રહેશે જ્યાંથી તેમણે બોન્ડ ખરીદ્યા હતા. સામાન્ય રીતે ગોલ્ડ બોન્ડની મુદત 8 વર્ષની હોય છે, પરંતુ નિયમ મુજબ 5 વર્ષ પૂરા થયા પછી રોકાણકારો વ્યાજ ચૂકવણીની તારીખે પોતાના પૈસા પાછા ખેંચી શકે છે.

આ પણ વાંચો- ગોલ્ડ લોનનો EMI બાઉન્સ થયો? ગભરાશો નહીં, જાણો બેંક ક્યારે અને કેવી રીતે કરે છે તમારા સોનાની હરાજી

MoneyControl News

MoneyControl News

First Published: Oct 19, 2026 12:21 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.