Stock Market Holiday 2026: કાલે 26 માર્ચે શેરબજાર રહેશે બંધ, BSE-NSE માં નહીં થાય કામકાજ, જાણો કારણ અને રજાનું લિસ્ટ | Moneycontrol Gujarati
Get App

Stock Market Holiday 2026: કાલે 26 માર્ચે શેરબજાર રહેશે બંધ, BSE-NSE માં નહીં થાય કામકાજ, જાણો કારણ અને રજાનું લિસ્ટ

આવતીકાલે 26 માર્ચ 2026 ના રોજ રામ નવમીના કારણે શેરબજાર બંધ રહેશે. આવતા અઠવાડિયે પણ બજારમાં રજાઓની ભરમાર છે, માત્ર 3 દિવસ જ ટ્રેડિંગ થશે. જાણો આગામી રજાઓનું સંપૂર્ણ લિસ્ટ.

અપડેટેડ 03:04:17 PM Mar 25, 2026 પર
Story continues below Advertisement
વર્ષ 2026 માટે શેરબજારમાં કુલ 16 રજાઓ જાહેર કરવામાં આવી છે. માર્ચ અને એપ્રિલ મહિના પછી પણ અનેક તહેવારો નિમિત્તે બજાર બંધ રહેશે.

Stock Market Holiday 2026: શેરબજારમાં રોકાણ કરતા ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સ માટે મહત્વના સમાચાર છે. જો તમે આવતીકાલે એટલે કે ગુરુવારે ટ્રેડિંગ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ, તો થોભી જજો. ભારતીય શેરબજાર આવતીકાલે, 26 માર્ચ 2026 ના રોજ બંધ રહેવાનું છે. આ દિવસે દેશભરમાં 'રામ નવમી' નો પવિત્ર તહેવાર હોવાથી NSE  અને BSE  પર કોઈ પણ પ્રકારનું કામકાજ થશે નહીં.

આવતીકાલની રજાના કારણે ઇક્વિટી સેગમેન્ટ, ડેરિવેટિવ્સ અને SLB સેગમેન્ટમાં ટ્રેડિંગ સંપૂર્ણપણે બંધ રહેશે. શુક્રવારે રાબેતા મુજબ બજાર ફરીથી ખુલશે.

આવતા અઠવાડિયે માત્ર 3 દિવસ જ માર્કેટ ચાલુ રહેશે

માત્ર આ અઠવાડિયે જ નહીં, પરંતુ આવતા અઠવાડિયે પણ શેરબજારમાં રજાઓની ભરમાર જોવા મળશે. રોકાણકારોએ તેમના સોદા અને પોઝિશન સંભાળીને ગોઠવવી પડશે કારણ કે આવતા વીકમાં ટ્રેડિંગ માટે માત્ર 3 દિવસ જ મળશે.

31 માર્ચ (મંગળવાર): મહાવીર જયંતિના કારણે શેરબજાર બંધ રહેશે.


3 એપ્રિલ (શુક્રવાર): ગુડ ફ્રાઈડેના અવસરે માર્કેટમાં રજા રહેશે.

આમ, આગામી થોડા દિવસોમાં રજાઓને કારણે ટ્રેડિંગ સેશન ઓછા મળશે અને રોકાણકારોને લાંબો વીકએન્ડ માણવા મળશે.

2026 માં શેરબજારની અન્ય રજાઓનું લિસ્ટ

વર્ષ 2026 માટે શેરબજારમાં કુલ 16 રજાઓ જાહેર કરવામાં આવી છે. માર્ચ અને એપ્રિલ મહિના પછી પણ અનેક તહેવારો નિમિત્તે બજાર બંધ રહેશે.

એપ્રિલ: 14 એપ્રિલે આંબેડકર જયંતિ.

મે: 1 મે ના રોજ મહારાષ્ટ્ર ડે અને 28 મે ના રોજ બકરી ઈદની રજા રહેશે.

ત્યારબાદ વર્ષના બીજા ભાગમાં જૂનમાં મહોરમ, સપ્ટેમ્બરમાં ગણેશ ચતુર્થી, ઓક્ટોબરમાં ગાંધી જયંતિ અને દશેરા, નવેમ્બરમાં દિવાળી અને ગુરુ નાનક જયંતિ તેમજ છેલ્લે ડિસેમ્બરમાં ક્રિસમસના દિવસે બજારમાં રજા રહેશે.

બુધવારે બજારમાં જોવા મળી શાનદાર તેજી

રજા પહેલાના ટ્રેડિંગ સેશનમાં, એટલે કે બુધવારે ભારતીય શેરબજારમાં જોરદાર ઉત્સાહ જોવા મળ્યો હતો. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ લગભગ 800 પોઈન્ટ ઉછળ્યો હતો, જ્યારે નિફ્ટી એ 23,100 ની સપાટી પાર કરી લીધી હતી.

છેલ્લા કેટલાક દિવસોથી બજારમાં જે ઘટાડો જોવા મળી રહ્યો હતો, તેમાં આજે સારી રિકવરી આવી છે. આ તેજી પાછળનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય સ્તરે સુધરી રહેલી સ્થિતિ છે. ખાસ કરીને ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા તણાવમાં ઘટાડો થવાની આશાએ રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે અને બજારમાં પોઝિટિવ માહોલ સર્જાયો છે.

રોકાણકારોએ હવે રજાઓને ધ્યાનમાં રાખીને પોતાની રણનીતિ બનાવવી પડશે, કારણ કે રજાઓ પછી જ્યારે બજાર ખૂલે છે ત્યારે વોલેટિલિટી જોવા મળી શકે છે.

આ પણ વાંચો-Bank Nifty Trend: મિડલ ઈસ્ટમાં શાંતિના સંકેતથી બજારમાં જુસ્સો! Bank Nifty 2.5% ઉછળ્યો; HDFC અને AU બેંકમાં મોટી તેજી

MoneyControl News

MoneyControl News

First Published: Mar 25, 2026 3:04 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.