Fixed Deposit: 5 વર્ષની FD પર 8.6% સુધીનું સુપરહિટ રિટર્ન, જાણો કઈ બેન્કો આપી રહી છે સૌથી વધુ રિટર્ન | Moneycontrol Gujarati
Get App

Fixed Deposit: 5 વર્ષની FD પર 8.6% સુધીનું સુપરહિટ રિટર્ન, જાણો કઈ બેન્કો આપી રહી છે સૌથી વધુ રિટર્ન

ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેન્ક 5 વર્ષની FD પર સૌથી વધુ વ્યાજ આપતી બેન્કોની યાદીમાં 5મા સ્થાને છે. ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેન્ક તેના કસ્ટમર્સને 5 વર્ષની FD પર 7.75 ટકા વ્યાજ આપી રહી છે.

અપડેટેડ 02:25:37 PM Apr 01, 2025 પર
Story continues below Advertisement
આપને જણાવી દઈએ કે સ્મોલ ફાઇનાન્સ બેન્કે FD પર વધુ રિટર્ન આપવામાં રેગ્યુલર બેન્કોને પાછળ છોડી દીધી છે.

Fixed Deposit:  નાણાકીય વર્ષ 2024-25 પૂર્ણ થઈ ગયું છે. નવું નાણાકીય વર્ષ 2025-26 1 એપ્રિલ એટલે કે આજથી શરૂ થઈ રહ્યું છે. કરોડો લોકો નવા નાણાકીય વર્ષ સાથે નવું નાણાકીય આયોજન કરે છે અને વિવિધ ઓપ્શન્સમાં ઇન્વેસ્ટ કરે છે. જો તમે પણ સિક્યોર ઇન્વેસ્ટ શોધી રહ્યા છો તો FD એક શ્રેષ્ઠ ઓપ્શન બની શકે છે. અહીં અમે તમને એવી બેન્કો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે સામાન્ય નાગરિકોને 5 વર્ષની FD પર સૌથી વધુ વ્યાજ આપી રહી છે.

Utkarsh Small Finance Bank

ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેન્ક 5 વર્ષની FD પર સૌથી વધુ વ્યાજ આપતી બેન્કોની યાદીમાં 5મા સ્થાને છે. ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેન્ક તેના કસ્ટમર્સને 5 વર્ષની FD પર 7.75 ટકા વ્યાજ આપી રહી છે.


NorthEast Small Finance Bank

આ લિસ્ટમાં નોર્થઈસ્ટ સ્મોલ ફાઇનાન્સ બેન્ક ચોથા સ્થાને છે. નોર્થઈસ્ટ સ્મોલ ફાઇનાન્સ બેન્ક તેના કસ્ટમર્સને 5 વર્ષની FD પર 8 ટકા વ્યાજ આપી રહી છે.

Unity Small Finance Bank

5 વર્ષની FD પર સૌથી વધુ વ્યાજ આપતી બેન્કોની યાદીમાં યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેન્ક ત્રીજા સ્થાને છે. આ બેન્ક તેના કસ્ટમર્સને 5 વર્ષની FD પર 8.15 ટકા વ્યાજ આપી રહી છે.

Jana Small Finance Bank

5 વર્ષની FD પર સૌથી વધુ વ્યાજ આપતી બેન્કોની યાદીમાં જાના સ્મોલ ફાઇનાન્સ બેન્ક બીજા સ્થાને છે. જાના સ્મોલ ફાઇનાન્સ બેન્ક તેના કસ્ટમર્સને 5 વર્ષની FD પર 8.2 ટકા વ્યાજ આપી રહી છે.

Suryoday Small Finance Bank

આ યાદીમાં સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેન્ક પ્રથમ સ્થાને છે. સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેન્ક તેના કસ્ટમર્સને 5 વર્ષની એફડી પર 8.6 ટકાનો સૌથી વધુ વ્યાજ દર આપી રહી છે.

આપને જણાવી દઈએ કે સ્મોલ ફાઇનાન્સ બેન્કે FD પર વધુ રિટર્ન આપવામાં રેગ્યુલર બેન્કોને પાછળ છોડી દીધી છે. આ નાની ફાઇનાન્સ બેન્કો તેમના કસ્ટમર્સને ફક્ત 2-3 મુદતની જ નહીં પરંતુ તમામ મુદતની FD પર નિયમિત બેન્કો કરતાં વધુ વ્યાજ આપી રહી છે.

આ પણ વાંચો-નાની કંપનીઓએ ખરાબ બજારમાં પણ મોટી-મધ્યમ કંપનીઓને છોડી પાછળ, ઇન્વેસ્ટર્સને મળ્યું સૌથી સારું રિટર્ન

MoneyControl News

MoneyControl News

First Published: Apr 01, 2025 2:25 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.