New Rule From 1 January 2025: નવા વર્ષમાં બદલાશે આ 8 મોટા નિયમો, મધ્યમ વર્ગ પર પડશે સીધી અસર! ચેક કરી લો લિસ્ટ
2025 શરૂ થવામાં માત્ર થોડા દિવસો બાકી છે. એક દિવસ પછી આપણે નવા વર્ષમાં પ્રવેશ કરીશું. નવું વર્ષ ઘણા નવા ફેરફારો પણ લઈને આવશે. 1 જાન્યુઆરી, 2025 થી ઘણા નાણાકીય ફેરફારો થવા જઈ રહ્યા છે, જેની અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડી શકે છે.
New Rule From 1 January: 2025 શરૂ થવામાં માત્ર થોડા કલાકો જ બાકી છે. એક દિવસ પછી આપણે નવા વર્ષમાં પ્રવેશ કરીશું. નવું વર્ષ ઘણા નવા ફેરફારો પણ લઈને આવશે. 1 જાન્યુઆરી, 2025 થી ઘણા નાણાકીય ફેરફારો થવા જઈ રહ્યા છે, જેની અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડી શકે છે. આ ફેરફારોમાં LPG કિંમતોથી લઈને UPIના નવા ચુકવણી નિયમો અને અન્ય તમામ બાબતોનો સમાવેશ થાય છે.
LPG સિલિન્ડરની કિંમતો
જાન્યુઆરી 2025માં LPGના ભાવમાં વધારો થઈ શકે છે કારણ કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત હાલમાં પ્રતિ બેરલ $73.58 છે. તમને જણાવી દઈએ કે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે LPGના ભાવની સમીક્ષા કરે છે. હાલમાં, ઘરેલું સિલિન્ડર (14.2 કિગ્રા) ની કિંમત મહિનાઓથી યથાવત છે, હાલમાં દિલ્હીમાં 803 રૂપિયા છે.
ફિક્સ્ડ ડિપોઝિટના નિયમો બદલાશે
બેન્ક ગ્રાહકોએ નોંધ લેવી જોઈએ કે નોન-બેન્કિંગ ફાઈનાન્સિયલ કંપનીઓ (NBFCs) અને હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓ (HFCs) માટે ફિક્સ્ડ ડિપોઝિટ સંબંધિત નિયમો પણ 1 જાન્યુઆરી, 2025 થી બદલાશે.
GST નિયમોમાં ફેરફાર
ટેક્સપેયર્સને 1 જાન્યુઆરી, 2025થી કડક GST અનુપાલન નિયમોનો સામનો કરવો પડશે, અને નોંધપાત્ર ફેરફારો પૈકી એક ફરજિયાત મલ્ટિ-ફેક્ટર ઓથેન્ટિકેશન (MFA) છે. GST પોર્ટલનો ઉપયોગ કરનારા તમામ કરદાતાઓ માટે આ ધીમે ધીમે લાગુ કરવામાં આવશે, જેનાથી સુરક્ષામાં વધારો થશે. અગાઉ તે માત્ર રૂ. 200 મિલિયનથી વધુના વાર્ષિક કુલ ટર્નઓવર (AATO) ધરાવતા વ્યવસાયોને જ લાગુ પડતું હતું.
UPI 123Pay ટ્રાન્જેક્શન લિમિટ
UPI 123Pay માટેની ટ્રાન્ઝેક્શન લિમિટ 1 જાન્યુઆરી, 2025થી વધારવામાં આવશે. અગાઉ, મહત્તમ ટ્રાન્ઝેક્શન લિમિટ 5,000 રૂપિયા હતી. હવે 1 જાન્યુઆરી, 2025થી તેને વધારીને 10,000 રૂપિયા કરવામાં આવશે.
EPFO સભ્યો માટે ATM સુવિધા
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)માં નોંધાયેલા 7 કરોડથી વધુ કર્મચારીઓને નવા વર્ષમાં વિશેષ ભેટ મળી શકે છે, કારણ કે કેન્દ્ર સરકાર નિયમિત ડેબિટ કાર્ડની જેમ ATMમાંથી PF ઉપાડવાની સુવિધા પર કામ કરી રહી છે.
ખેડૂતોને રાહત
RBIએ 1 જાન્યુઆરી, 2025 થી ખેડૂતોને ગેરંટી વિના લોન આપવાની લિમિટ વધારીને રૂ. 2 લાખ કરી છે. પહેલા આ લિમિટ 1.60 લાખ રૂપિયા હતી.
BSE અને NSE નિયમો
1 જાન્યુઆરી, 2025થી, સેન્સેક્સ, બેન્કેક્સ અને સેન્સેક્સ 50ની મંથલિ એક્સપાયરી મહિનાના છેલ્લા મંગળવારે થશે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)એ તાજેતરમાં એક પરિપત્રમાં જણાવ્યું હતું કે સેન્સેક્સ, બેન્કેક્સ અને સેન્સેક્સ 50ની એક્સપાયરી તારીખો 1 જાન્યુઆરી, 2025થી સુધારવામાં આવશે. બીએસઈએ જણાવ્યું હતું કે સેન્સેક્સના સાપ્તાહિક કરાર શુક્રવારને બદલે દર સપ્તાહના મંગળવારે સમાપ્ત થશે. દરમિયાન, એક્સચેન્જે જણાવ્યું હતું કે સેન્સેક્સ, બેન્કેક્સ અને સેન્સેક્સ 50ના મંથલિ કોન્ટ્રાક્ટ દર મહિનાના છેલ્લા મંગળવારે સમાપ્ત થશે.