1 સપ્ટેમ્બર 2026થી બદલાશે આ 9 મોટા નિયમો: LPG, દૂધ અને શેરબજારથી લઈને તમારા ખિસ્સા પર પડશે સીધી અસર
1 સપ્ટેમ્બર 2026થી સામાન્ય માણસના ખિસ્સા પર સીધી અસર કરતા 9 મોટા નાણાકીય નિયમો બદલાઈ રહ્યા છે. LPG e-KYC, દૂધના ભાવ, ડીમેટ અને મ્યુચ્યુઅલ ફંડના નવા નિયમો વિશે અહી સરળ ભાષામાં જાણો.
શેરબજારને કંટ્રોલ કરતી સંસ્થા સેબીનો નવો એક્સચેન્જ ટ્રેડેડ ફંડ ફ્રેમવર્ક 7 સપ્ટેમ્બર 2026 થી લાગુ થશે. જેમાં બેઝ પ્રાઇસ, પ્રાઇસ બેન્ડ અને પ્રી-ઓપન કોલ ઓક્શન જેવી પ્રક્રિયાઓમાં મોટા ફેરફાર થશે.
Financial Rule Changes September 2026: સપ્ટેમ્બર મહિનાની શરૂઆત થતાં જ તમારા રોકાણ અને રોજિંદા ખર્ચને લગતા કેટલાક મહત્વના નિયમો બદલાવા જઈ રહ્યા છે. 1 સપ્ટેમ્બર 2026 થી સામાન્ય માણસથી લઈને શેરબજારના રોકાણકારો અને ટેક્સ ભરતા લોકો માટે 9 મોટા ફેરફારો લાગુ થશે. જેમાં મોંઘું દૂધ, ઓટો-ટેક્સીના ભાડા, ડીમેટ અને મ્યુચ્યુઅલ ફંડમાં નોમિનેશન, એડવાન્સ ટેક્સની ડેડલાઇન અને એલપીજી ગેસ કનેક્શનના e-KYC નો સમાવેશ થાય છે. ચાલો આ તમામ 9 ફેરફારો વિશે વિગતે જાણીએ.
1. ડીમેટ અને મ્યુચ્યુઅલ ફંડમાં નોમિનેશન
1 સપ્ટેમ્બર 2026 થી ડીમેટ એકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ માટે નોમિનેશનના નવા નિયમો લાગુ થઈ જશે. જો તમે હજુ સુધી તમારા એકાઉન્ટમાં નોમિનેશન નથી કર્યું, તો તરત જ સ્ટેટસ ચેક કરી લો અને નોમિની એડ કરો અથવા 'ઓપ્ટ-આઉટ' ફોર્મ ભરી દો, જેથી ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ન પડે.
2. SEBI ના નવા ETF નિયમો
શેરબજારને કંટ્રોલ કરતી સંસ્થા સેબીનો નવો એક્સચેન્જ ટ્રેડેડ ફંડ ફ્રેમવર્ક 7 સપ્ટેમ્બર 2026 થી લાગુ થશે. જેમાં બેઝ પ્રાઇસ, પ્રાઇસ બેન્ડ અને પ્રી-ઓપન કોલ ઓક્શન જેવી પ્રક્રિયાઓમાં મોટા ફેરફાર થશે.
3. FCNR(B) ડિપોઝિટની સ્પેશિયલ વિન્ડો બંધ
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આપવામાં આવતી FCNR(B) ડિપોઝિટ માટેની સ્પેશિયલ ડોલર-રૂપિયા સ્વેપ સુવિધા 31 ઓગસ્ટે પૂરી થઈ ગઈ છે. 1 સપ્ટેમ્બરથી આ સુવિધા નહીં મળે અને હવે તેના પર બેંકના સામાન્ય વ્યાજ દરો જ લાગુ પડશે.
4. એડવાન્સ ટેક્સ ભરવાની છેલ્લી તારીખ
ટેક્સ ભરતા લોકોએ 15 સપ્ટેમ્બર 2026 સુધીમાં પોતાના એડવાન્સ ટેક્સનો આગામી હપ્તો જમા કરાવવો પડશે. નિયમ મુજબ, લાયક કરદાતાઓએ તેમની કુલ ટેક્સ જવાબદારીના ઓછામાં ઓછા 45% રકમ 15 સપ્ટેમ્બર સુધીમાં સરકારને ચૂકવવી ફરજિયાત છે.
5. નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં ફેરફાર
સરકારી યોજનાઓ જેવી કે PPF, સુકન્યા સમૃદ્ધિ યોજના અને NSC માં રોકાણ કરનારા લોકો માટે 30 સપ્ટેમ્બરનો દિવસ ખાસ છે. સરકાર આ દિવસે ઓક્ટોબરથી ડિસેમ્બર 2026 ના ક્વાર્ટર માટે નવા વ્યાજ દરોની જાહેરાત કરશે.
6. ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સના નિયમમાં છૂટ
1 સપ્ટેમ્બર 2026 થી વિદેશ જતા મુસાફરોને એક મોટી રાહત મળશે. હવે ઇમિગ્રેશન કાઉન્ટર પર બોર્ડિંગ પાસ પર સિક્કો (સ્ટૅમ્પ) લગાવવો ફરજિયાત નથી. મુસાફરો હવે માત્ર મોબાઈલમાં ઈલેક્ટ્રોનિક બોર્ડિંગ પાસ અથવા પ્રિન્ટેડ પાસ બતાવીને મુસાફરી કરી શકશે.
7. LPG ગેસ માટે e-KYC ફરજિયાત
જે લોકોએ પોતાના ઘરેલુ ગેસ સિલિન્ડર માટે બાયોમેટ્રિક વેરિફિકેશન એટલે કે e-KYC નથી કરાવ્યું, તેમને 1 સપ્ટેમ્બરથી મુશ્કેલી પડી શકે છે. e-KYC વગર સિલિન્ડર બુક કરાવવામાં કે સબસીડી મેળવવામાં અડચણ આવી શકે છે.
8. મુંબઈમાં દૂધ થયું મોંઘું
1 સપ્ટેમ્બરથી મુંબઈમાં તાજા ભેંસના દૂધના જથ્થાબંધ ભાવમાં 9 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો છે. હવે નવો ભાવ 102 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે. આ નવા ભાવ આગામી 6 મહિના સુધી લાગુ રહેશે.
9. મુંબઈમાં ઓટો અને ટેક્સીના ભાડા વધ્યા
મુંબઈમાં રોજ મુસાફરી કરતા લોકો માટે 1 સપ્ટેમ્બરથી ઓટો-રિક્ષા અને ટેક્સીના બેઝ ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. આનાથી સામાન્ય નાગરિકોનો લોકલ મુસાફરીનો ખર્ચ વધી જશે.