જો કોઈ બેંક ખાતામાં 2 વર્ષ કે તેથી વધુ સમય સુધી કોઈ લેવડ-દેવડ ન થઈ હોય, તો તે ખાતું નિષ્ક્રિય (ડોર્મન્ટ) ગણાય છે.
Unclaimed money: શું તમારા કોઈ જૂના બેંક ખાતામાં પૈસા અટવાયેલા છે? ચિંતા ન કરો! હવે નિષ્ક્રિય બેંક ખાતામાંથી પૈસા નીકળવાની પ્રક્રિયા ખૂબ જ સરળ બની ગઈ છે. ભારતીય રિઝર્વ બેંક (RBI)ના નવા નિયમો અનુસાર, તમે અથવા તમારા કાનૂની વારસદાર કોઈપણ સમયે આ પૈસા પાછા મેળવી શકે છે, ભલે ખાતું બે વર્ષ કે તેથી વધુ સમયથી નિષ્ક્રિય હોય.
નિષ્ક્રિય ખાતું શું છે?
જો કોઈ બેંક ખાતામાં 2 વર્ષ કે તેથી વધુ સમય સુધી કોઈ લેવડ-દેવડ ન થઈ હોય, તો તે ખાતું નિષ્ક્રિય (ડોર્મન્ટ) ગણાય છે. આવા ખાતામાં જમા રકમ RBIના ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ (DEA) ફંડમાં ટ્રાન્સફર થઈ શકે છે. પરંતુ, ખાતાધારક અથવા તેના કાનૂની વારસદાર આ પૈસાનો દાવો કોઈપણ સમયે કરી શકે છે.
KYC દસ્તાવેજો જમા કરો: આધાર કાર્ડ, પાસપોર્ટ, વોટર આઈડી અથવા ડ્રાઈવિંગ લાયસન્સ જેવા દસ્તાવેજો સાથે રાખો.
ફોર્મ ભરો: બેંકમાં એક સરળ ફોર્મ ભરવાનું રહેશે.
સત્યાપન પછી પૈસા મેળવો: બેંક દસ્તાવેજોની ચકાસણી કરશે અને થોડા દિવસોમાં તમારા પૈસા વ્યાજ સાથે પાછા મળશે.
RBI ની ખાસ પહેલ
RBI દેશભરમાં અનક્લેમ્ડ ડિપોઝિટ વિશે જાગૃતિ લાવવા માટે ઓક્ટોબર 2025થી ડિસેમ્બર 2025 સુધી દરેક જિલ્લામાં વિશેષ શિબીરોનું આયોજન કરી રહી છે. આ શિબીરોમાં તમે તમારા ખાતાની સ્થિતિ અને પૈસા નીકળવાની પ્રક્રિયા વિશે વધુ માહિતી મેળવી શકો છો.
બેંક કોઈ ફી નહીં વસૂલે
RBIના નિયમો અનુસાર બેંક નિષ્ક્રિય ખાતું ફરી સક્રિય કરવા કે પૈસા નીકળવા માટે કોઈ દંડ કે ફી વસૂલી શકે નહીં. તેથી, તમારી જમા રકમ અને તેના પર મળેલું વ્યાજ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.
બેંકની વેબસાઈટ અને શાખાઓ પર માહિતી
નવા નિયમો હેઠળ, બેંકો તેમની વેબસાઈટ અને શાખાઓ પર અનક્લેમ્ડ ડિપોઝિટની માહિતી સ્પષ્ટ રીતે પ્રોવાઇડ કરે છે. જો તમને તમારા જૂના ખાતા વિશે શંકા હોય, તો આજે જ બેંકનો સંપર્ક કરો, જરૂરી દસ્તાવેજો લઈને પ્રક્રિયા પૂર્ણ કરો અને તમારી મહેનતની કમાણી પાછી મેળવો.