જો તમારા વિસ્તારમાં બેંકમાં રજા હોય, તો પણ તમારે નાણાકીય લેવડદેવડ માટે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આજના ડિજિટલ યુગમાં તમારી ઓનલાઈન સેવાઓ ચાલુ જ રહેશે.
Bank Holiday: જો તમે આવતીકાલે એટલે કે 18 સપ્ટેમ્બરના રોજ બેંકને લગતું કોઈ જરૂરી કામ પતાવવાનું વિચારી રહ્યા છો, તો પહેલા આ સમાચાર વાંચી લેજો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના હોલિડે કેલેન્ડર મુજબ કાલે દેશના એક રાજ્યમાં સરકારી તેમજ પ્રાઈવેટ બેંકો બંધ રહેવાની છે.
18 સપ્ટેમ્બરે ક્યાં બંધ રહેશે બેંક?
RBI ના સત્તાવાર લિસ્ટ પ્રમાણે, 18 સપ્ટેમ્બરે સિક્કિમમાં પંગ-લ્હાસોલના તહેવારને કારણે તમામ સરકારી, ખાનગી અને પ્રાદેશિક ગ્રામીણ બેંકોમાં સંપૂર્ણ રજા રહેશે. જોકે, ગુજરાત સહિત દેશના બાકીના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 18 સપ્ટેમ્બરે બેંકો રાબેતા મુજબ ખુલ્લી રહેશે અને તમામ કામકાજ ચાલુ રહેશે.
સપ્ટેમ્બર મહિનાની બાકીની રજાઓનું લિસ્ટ
સપ્ટેમ્બર મહિનાના બાકીના દિવસોમાં પણ તહેવારો અને વીકેન્ડને કારણે ઘણી જગ્યાએ બેંકો બંધ રહેવાની છે. બેંકમાં જતા પહેલા આ તારીખો નોંધી લેવી હિતાવહ છે:
21 સપ્ટેમ્બર, સોમવાર: કેરળમાં શ્રી નારાયણ ગુરુ સમાધિ દિવસ નિમિત્તે રજા.
26 સપ્ટેમ્બર, શનિવાર: મહિનાનો ચોથો શનિવાર (તમામ જગ્યાએ રજા).
27 સપ્ટેમ્બર, રવિવાર: સાપ્તાહિક રજા.
નોંધ: સ્થાનિક તહેવારો અને મહાપુરુષોની જયંતિના આધારે અલગ-અલગ રાજ્યોમાં આ રજાઓમાં ફેરફાર હોઈ શકે છે.
બેંક બંધ હશે તો પણ નહિ અટકે તમારા કામ
જો તમારા વિસ્તારમાં બેંકમાં રજા હોય, તો પણ તમારે નાણાકીય લેવડદેવડ માટે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આજના ડિજિટલ યુગમાં તમારી ઓનલાઈન સેવાઓ ચાલુ જ રહેશે.
તમે 24x7 UPI અને નેટ બેંકિંગનો ઉપયોગ કરી શકશો. રોકડ ઉપાડવા કે જમા કરવા માટે ATM સેવાઓ કાર્યરત રહેશે. ડિજિટલ પાસબુક અને ઓનલાઈન બિલ પેમેન્ટ સુવિધાઓ પણ રાબેતા મુજબ ચાલશે.