શું વાત કરો છો..! માત્ર 20 રૂપિયામાં 2 લાખનો વીમો, તમે પણ જાણી લો સરકારની આ જોરદાર સ્કીમ વિશે
PM Suraksha Bima Yojana: કેન્દ્ર સરકારે વર્ષ 2015માં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાની શરૂઆત કરી હતી. આ એક એક્સિડન્ટ વીમા પોલિસી છે. આ વીમા દ્વારા અકસ્માતમાં મૃત્યુ અથવા ગંભીર ઈજાના કિસ્સામાં વીમાની રકમ આપવામાં આવે છે.
PM Suraksha Bima Yojana: ઇન્શ્યોરન્સ અનેક પ્રકારના હોય છે, જેમ કે હેલ્થ ઇન્શ્યોરન્સ, લાઈફ ઇન્શ્યોરન્સ, ટર્મ ઇન્શ્યોરન્સ અને એક્સિડેન્ટલ ઇન્શ્યોરન્સ વગેરે.
PM Suraksha Bima Yojana: ઇન્શ્યોરન્સ અનેક પ્રકારના હોય છે, જેમ કે હેલ્થ ઇન્શ્યોરન્સ, લાઈફ ઇન્શ્યોરન્સ, ટર્મ ઇન્શ્યોરન્સ અને એક્સિડેન્ટલ ઇન્શ્યોરન્સ વગેરે. તમામના અલગ-અલગ ફાયદાઓ છે. હેલ્થ ઇન્શ્યોરન્સને લઈને તો ઘણા લોકો ખૂબ જ જાગૃત થયા છે, પરંતુ કેટલાક લોકો તો હજુ પણ આના પર ધ્યાન આપતા નથી. ફાઇનાન્શિયલ એક્સપર્ટ્સનું માનીએ તો આ ઇન્શ્યોરન્સ તમારી પાસે જરૂર હોવો જોઈએ, જેથી મુશ્કેલીના સમયે તમને અથવા તમારા પરિવારને મદદ મળી શકે.
આમ જોઇએ તો પૈસાવાળા લોકો તો આ વીમાને ખરીદવામાં સક્ષમ હોય છે, પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો મોંઘા વીમાને કારણે ખરીદી શકતા નથી. આવા લોકો માટે સરકાર ખૂબ જ ઓછા પ્રીમિયમ પર કેટલીક યોજનાઓ (સ્કીમ્સ) ચલાવે છે. આમાંથી એક યોજના છે Pradhan Mantri Suraksha Bima Yojana. આ યોજના હેઠળ 2 લાખ રૂપિયા સુધીનું એક્સિડેન્ટલ ઇન્શ્યોરન્સ કવર આપવામાં આવે છે. સ્કીમનો લાભ ઉઠાવવા માટે વ્યક્તિએ વાર્ષિક માત્ર 20 રૂપિયા પ્રીમિયમ ચૂકવવું પડે છે, જેને ખૂબ જ સરળતાથી કોઈપણ વ્યક્તિ ચૂકવી શકે છે. અહીં જાણીએ આ સ્કીમ સાથે સંબંધિત ખાસ વાતો.
18થી 70 વર્ષ સુધીના લોકો માટે સ્કીમ
PMSBYનો ઉદ્દેશ્ય ભારતની મોટી વસ્તીને સિક્યોર ઇન્સ્યોરન્સ પ્રોવાઇડ કરવાનો છે. અગાઉ તેનું વાર્ષિક પ્રીમિયમ 12 રૂપિયા હતું, જે 1 જૂન, 2022થી વધારીને 20 રૂપિયા કરવામાં આવ્યું છે. આ એવી રકમ છે, જે ગરીબ વર્ગના લોકો પણ સરળતાથી ચૂકવી શકે છે. જો વીમાધારક વ્યક્તિનું અકસ્માત દરમિયાન મૃત્યુ થાય છે, તો વીમાની રકમ તેમના નોમિનીને આપવામાં આવે છે. આ યોજનાનો લાભ 18 વર્ષથી 70 વર્ષની વયના લોકો ઉઠાવી શકે છે. જો લાભાર્થીની ઉંમર 70 વર્ષ કે તેના કરતા વધારે હોય તો પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાને ટર્મિનેટ કરવામાં આવશે. દર વર્ષે 1 જૂન પહેલા તમારા ખાતામાંથી વીમાની રકમ કાપી લેવામાં આવે છે.
આ સ્થિતિઓમાં મળે છે 2 લાખનો લાભ
આ યોજના હેઠળ જો વીમાધારક વ્યક્તિનું મૃત્યુ થાય છે, તો નોમિનીને 2 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત સંપૂર્ણ વિકલાંગતાના કિસ્સામાં જેમ કે આંખો ગુમાવવી, હાથ-પગ ગુમાવવા, એક આંખ અથવા એક હાથ અથવા એક પગ ગુમાવવાની સ્થિતિમાં 2 લાખ રૂપિયા સુધીનો લાભ આપવામાં આવે છે. કાયમી આંશિક વિકલાંગતાની સ્થિતિમાં 1 લાખ રૂપિયા સુધીનો ફાયદો આપવામાં આવી શકે છે.
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાના નિયમો અને શરતો
- પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના માટે આપવામાં આવેલ 20 રૂપિયાનું વાર્ષિક પ્રીમિયમ માત્ર 1 વર્ષ માટે માન્ય છે. આ પછી સ્કીમ રિન્યૂ કરાવવી પડશે.
- કોઈ દુર્ઘટનામાં મૃત્યુ કે અપંગતાની સ્થિતિમાં નિયમ મુજબ વીમાની રકમ આપવામાં આવશે.
- 18થી 70 વર્ષની વયના લોકો આ યોજનાનો લાભ ઉઠાવી શકશે અને અરજદાર ભારતીય હોવા જોઈએ.
- ઉમેદવાર પાસે સક્રિય સેવિંગ એકાઉન્ટ હોવું જરૂરી છે. ખાતું બંધ થવાના કિસ્સામાં પોલિસી પણ ખતમ થઈ જશે.
- અરજદારે પોલિસી પ્રીમિયમના ઓટો ડેબિટ માટે સંમતિ ફોર્મ પર સહી કરવી પડશે.
આ પણ વાંચો- આર્બિટ્રેજ ફંડ્સે કરી કમાલ, એક એવું ફંડ જેણે ઇન્વેસ્ટર્સને ઘટતા બજારમાં પણ પૈસા કમાવવા માટે કરી મદદ