કેન્દ્રીય કર્મચારી રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે સરકાર તેના કર્મચારીઓની નિવૃત્તિ વયમાં ફેરફાર કરવાના કોઈપણ પ્રસ્તાવ પર વિચાર કરી રહી નથી. લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં સિંહે એમ પણ કહ્યું હતું કે કર્મચારીઓની નિવૃત્તિથી સર્જાતી ખાલી જગ્યાઓને દૂર કરવા માટે સરકાર પાસે કોઈ પોલીસી નથી. સિંહે કહ્યું, "સરકારી કર્મચારીઓની નિવૃત્તિ વયમાં ફેરફાર કરવાનો કોઈ પ્રસ્તાવ સરકાર પાસે પેન્ડિંગ નથી."
નિવૃત્તિ વયમાં ફેરફારની માંગ
વૃદ્ધો માટે વધારાનું પેન્શન
આ ઉપરાંત, બીજા પ્રશ્નના જવાબમાં, કેન્દ્રએ કહ્યું કે વૃદ્ધ પેન્શનરોને વધારાનું પેન્શન આપવામાં આવે છે કારણ કે તે તેમની જરૂરિયાતો, ખાસ કરીને સ્વાસ્થ્ય સંબંધિત સ્થિતિને ધ્યાનમાં રાખીને વાજબી છે. કેન્દ્રીય કર્મચારી રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે પેન્શન વિતરણ સત્તાવાળાઓ/બેન્કો દ્વારા જરૂરિયાત મુજબ પેન્શનર/પરિવાર પેન્શનરને વધારાનું પેન્શન આપમેળે ચૂકવવામાં આવે છે. મંત્રીના જણાવ્યા મુજબ, સરકારે છઠ્ઠા કેન્દ્રીય પગાર પંચ (CPC) ની ભલામણ મુજબ 80 વર્ષની ઉંમર પૂર્ણ કરવા પર 20 ટકા, 85 વર્ષની ઉંમર પૂર્ણ કરવા પર 30 ટકા, 90 વર્ષની ઉંમર પૂર્ણ કરવા પર 40 ટકા, 95 વર્ષની ઉંમર પૂર્ણ કરવા પર 50 ટકા અને 100 વર્ષની ઉંમર પૂર્ણ કરવા પર 100 ટકા વધારાના પેન્શનને મંજૂરી આપી છે. તેમણે કહ્યું કે ઉંમર વધવાની સાથે, ખાસ કરીને સ્વાસ્થ્ય સંબંધિત જરૂરિયાતો વધે છે, તેથી વધારાના પેન્શનની જોગવાઈ કરવામાં આવી છે.