જો તમે ATM વાપરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે. તમને જણાવી દઈએ કે ATM માંથી પૈસા ઉપાડવાનો ચાર્જ વધવાનો છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) '5 ફ્રી ટ્રાન્ઝેક્શન' લિમિટ ઓળંગવા બદલ બેન્કો કસ્ટમર્સ પાસેથી વસૂલ કરી શકે તેવી મેક્સિમમ ફી અને ATM ઇન્ટરચેન્જ ફી વધારવાની યોજના બનાવી રહી છે. ચાર્જમાં આ વધારાનો અર્થ એ થશે કે બેન્કિંગ કસ્ટમર્સએ ATM માંથી રોકડ ઉપાડવા માટે પોતાના ખિસ્સામાંથી વધુ પૈસા ખર્ચવા પડશે.
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ પાંચ-ફ્રી લિમિટ પૂર્ણ થયા પછી મેક્સિમમ રોકડ ટ્રાન્જેક્શન ફી પ્રતિ ટ્રાન્જેક્શન ₹21ના વર્તમાન સ્તરથી વધારીને ₹22 કરવાની ભલામણ કરી છે. પેમેન્ટ રેગ્યુલેટર NPCI એ બિઝનેસ સાથે પરામર્શ કર્યા પછી, રોકડ ટ્રાન્જેક્શનો માટે ATM ઇન્ટરચેન્જ ફી ₹17થી વધારીને ₹19 કરવાની ભલામણ પણ કરી છે. બિન-રોકડ ટ્રાન્જેક્શનો માટે ફી ₹6થી વધારીને ₹7 કરવાની ભલામણ કરવામાં આવી છે.
ATM ઇન્ટરચેન્જ ફી શું છે?
એટીએમ ઇન્ટરચેન્જ ફી એ એક ફી છે જે એક બેન્ક બીજી બેન્કને એટીએમ સેવાઓનો ઉપયોગ કરવા બદલ ચૂકવે છે. આ ફી સામાન્ય રીતે ટ્રાન્જેક્શનના ટકાવારી તરીકે હોય છે અને ઘણીવાર ગ્રાહકના બિલમાં ઉમેરવામાં આવે છે. બેન્કો અને વ્હાઇટ-લેબલ એટીએમ ઓપરેટરો મેટ્રો અને નોન-મેટ્રો વિસ્તારો માટે ચાર્જ વધારવાની NPCI ની યોજના સાથે સંમત છે. ભારતીય રિઝર્વ બેન્ક અને NPCI એ આ વિકાસનો કોઈ જવાબ આપ્યો ન હતો.