ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ UPI ટ્રાન્ઝેક્શનને લગતી નવી સુવિધાને મંજૂરી આપી છે. RBIએ પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ ધારકોને થર્ડ પાર્ટી મોબાઇલ એપ્લિકેશન દ્વારા UPI પેમેન્ટ કરવા અને પ્રાપ્ત કરવાની મંજૂરી આપી હતી. પીટીઆઈના સમાચાર અનુસાર, રિઝર્વ બેન્કે તેના પરિપત્રમાં જણાવ્યું હતું કે યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ એટલે કે તૃતીય પક્ષ UPI એપ્લીકેશન દ્વારા સંપૂર્ણ KYC પ્રીપેડ પેમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટમાંથી/થી UPI પેમેન્ટને સક્ષમ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.