ATMમાંથી પૈસા ઉપાડવા માટે તમારે 1 મે પછી વધુ ચાર્જ ચૂકવવો પડશે. ભારતીય રિઝર્વ બેન્ક (RBI) એ ATM ઇન્ટરચેન્જ ફીમાં સુધારો કરવાની મંજૂરી આપી છે, જે હવે 1 મે, 2025થી અમલમાં આવશે. આ નિર્ણય બેન્ક કસ્ટમર્સો માટે નાણાકીય અને બિન-નાણાકીય બંને ટ્રાન્જેક્શન્સને અસર કરશે. RBI એ નાણાકીય ટ્રાન્જેક્શન્સ માટે ચાર્જમાં 2 રૂપિયાનો વધારો કરીને 17 રૂપિયાથી વધારીને 19 રૂપિયા કરવાની મંજૂરી આપી છે. બેલેન્સ પૂછપરછ જેવા અન્ય બિન-નાણાકીય ટ્રાન્જેક્શન્સમાં પણ 1 રૂપિયાનો વધારો થશે, જેનાથી તે 6 રૂપિયાને બદલે 7 રૂપિયા થશે.
ફ્રીમાં 5 વખત પૈસા ઉપાડવાની મંજૂરી
કસ્ટમર્સોને વિવિધ બેન્કોના ATM પર દર મહિને લિમિટેડ સંખ્યામાં મફત ટ્રાન્જેક્શન્સની મંજૂરી છે. મેટ્રો વિસ્તારોમાં કસ્ટમર્સોને 5 ટ્રાન્ઝેક્શન આપવામાં આવે છે જ્યારે નોન-મેટ્રો વિસ્તારોમાં આ સુવિધા 3 વખત ઉપલબ્ધ છે. જો ફ્રી ટ્રાન્ઝેક્શનની સંખ્યા ઓળંગાઈ ગઈ હોય, તો પહેલાથી જ ઊંચી ઈન્ટરચેન્જ ફીને કારણે કસ્ટમર્સોએ ચૂકવવાની વધારાની ફીમાં વધારો થઈ શકે છે.
આ રીતે વધારે ચાર્જ ચૂકવવાનું ટાળો
-મફત ટ્રાન્જેક્શન લિમિટ મેળવવા માટે તમારી બેન્કના ATM પર ટ્રાન્જેક્શન કરો.
-મફત ટ્રાન્જેક્શન લિમિટમાં રહેવા માટે તમારા ATM ઉપાડ પર નજર રાખો.
-રોકડ ઉપાડ પરની નિર્ભરતા ઘટાડવા માટે ડિજિટલ બેન્કિંગ સેવાઓ અને ઓનલાઈન ચુકવણી પદ્ધતિઓનો ઉપયોગ કરો.