Broker's Top Picks: રિલાયન્સ, ટાઈટન, જેએસડબ્લ્યૂ એનર્જી, ઈન્ડિયા માર્ટ, એચયુએલ, મહાનગર ગેસ, ડૉ.લાલ પેથલેબ્સ, જિંદલ સ્ટેનલેસ છે બ્રોકરેજના રડાર પર
નુવામાએ ડૉ.લાલ પેથલેબ્સ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹3,440 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે દિલ્હી-NCR માર્કેટમાં ડબલ-ડિજિટ ગ્રોથ ટકાવી રાખવાની અપેક્ષા છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
રિલાયન્સ પર સિટી
સિટીએ રિલાયન્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને ₹1690 પ્રતિશેરના નક્કી કર્યા છે. ટેરિફ હાઈક પર માર્કેટ પર ફોકસ રહેશે. ભારતીય ટેલિકોમ અને બીજા ગ્રોથ ડ્રાઈવર્સ પર ફોકસ રહ્યું નથી. જિયો પ્લેટફોર્મ માટે 3 વર્ષમાં 16% EBITDA CAGRનો અનુમાન છે. ગ્રોથમાં નોન ટેરિફનું 6-7% યોગદાન છે. PMS અને માર્જિન લીવર્સથી વધુ તેજીના સંકેતો છે. ગ્રોથમાં મજબૂતી યથાવત્, સેક્ટરમાં વધુ ગ્રોથની શક્યતાઓ છે.
ટાઈટન પર મેક્વાયરી
મેક્વાયરીએ ટાઈટન પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹4150 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મજબૂત ડિમાન્ડથી Q1માં જ્વેલરી ગ્રોથને બૂસ્ટ મળશે. FY25માં જ્વેલરી EBIT માર્જિન નીચલા સ્તરે પહોંચ્યા છે. Q1માં જ્વેલરી સેલ્સ, EBITમાં 20%થી વધુ ગ્રોથ શક્ય છે.
JSW એનર્જી પર જેફરિઝ
જેફરિઝે JSW એનર્જી પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹700 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY25 વાર્ષિક રિપોર્ટમાં મજબૂત નફા પર ફોકસ રહેશે. FY25-30માં 4 ગણાથી વધુ EBITDA ગ્રોથનો લક્ષ્ય છે. FY25-27માં 58% EBITDA લક્ષ્ય અગત્યનું ટ્રીગર રહેશે. FY26ના EBITDAમાં 2.1x ગ્રોથનો લક્ષ્ય અગત્યનું ટ્રીગર છે.
ઈન્ડિયામાર્ટ પર નુવામા
નુવામાએ ઈન્ડિયામાર્ટ પર રેટિંગ અપગ્રેડ કરી buy કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને ₹3800 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે નવી ડિમાન્ડ સાઈકલમાં બિઝનેસની એન્ટ્રી થઈ રહી છે. FY26-27 માટે અર્નિગ્સનું અનુમાન 9–10% વધાર્યું. ઉચ્ચ આવક ગ્રોથને કારણે અર્નિગ્સના અનુમાન વધાર્યા. પ્લેટફોર્મમાં ફેરફાર, માર્કેટિંગ દ્વારા નવા ગ્રાહકો જોડવા પર ફોકસ રહેશે. મજબૂત ગ્રોથ આઉટલુકને કારણે વેલ્યુએશન મલ્ટીપલ 22x થી 35x કર્યા.
HUL પર નુવામા
નુવામાએ HUL પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹3,055 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY25માં D2C, TAM, ડિજિટલ અને અફોર્ડેબિલિટી પર વધુ ફોકસ રહેશે. મિનિમેલિસ્ટના અધિગ્રહણથી D2Cને બૂસ્ટ, ડિજિટલ સ્પેન્ડ 40% વધ્યો. પેરેન્ટ પોર્ટફોલિયોથી લિક્વિડ I.V. અને HOURGLASS ને લોન્ચ કર્યો. રિન્સ લિક્વિડ અને બ્રુ કોફી જેવા પોસાય તેવા ફોર્મેટમાં સુધારો થયો છે. ફેબ્રિક વોશ અને હાઉસહોલ્ડ કેર વોલ્યુમમાં ગ્રોછ હાઈ સિંગલ ડિજિટના છે. PFAD ખર્ચ ઊંચો રહેશે, પરંતુ આગળ જતાં નબળા થવાની અપેક્ષા છે. Q1FY26માં 3-4% વોલ્યુમ ગ્રોથની અપેક્ષા (YoY), Q4FY25માં 2% રહ્યો.
મહાનગર ગેસ પર સિટી
સિટીએ મહાનગર ગેસ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1,700 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મલ્ટીપલ મોરચે પોઝિટીવ સંકેતો જોવાને મળી રહ્યા છે. CGD સેક્ટર કોન્સોલિડેશનની શક્યતા દેખાય છે અને MGL ને ફાયદો થઈ શકે છે. મેનેજમેન્ટ એક્વિઝિશન માટે પણ ખુલ્લું છે.
ડૉ.લાલ પેથલેબ્સ પર નુવામા
નુવામાએ ડૉ.લાલ પેથલેબ્સ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹3,440 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે દિલ્હી-NCR માર્કેટમાં ડબલ-ડિજિટ ગ્રોથ ટકાવી રાખવાની અપેક્ષા છે.
જિંદલ સ્ટેનલેસ પર જેફરિઝ
જેફરિઝે જિંદલ સ્ટેનલેસ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹800 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે રોકાણકારો કંપનીના સ્થાનિક Dominanceની તરફેણમાં છે. ચાઇના ડમ્પિંગ અને નિકાસ અનિશ્ચિતતા વિશે ચિંતા કરી છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.