Broker's Top Picks: ફાર્મા, મારૂતિ સુઝુકી, એશિયન પેન્ટ્સ, એલ્કેમ લેબ, વેદાંતા, ઓનેમી ટેક છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Broker's Top Picks: ફાર્મા, મારૂતિ સુઝુકી, એશિયન પેન્ટ્સ, એલ્કેમ લેબ, વેદાંતા, ઓનેમી ટેક છે બ્રોકરેજના રડાર પર

અપડેટેડ 11:06:21 AM Nov 20, 2026 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

ફાર્મા પર મેક્વાયરી

મેક્વાયરીએ ફાર્મા પર મેક્સ હેલ્થકેર અને અપોલો હોસ્પિટલ્સ પર ડબલ અપગ્રેડ કર્યુ છે. બન્ને શેર્સની રેટિંગ વધારી આઉટપરફોર્મ કર્યુ છે. અર્નિગ્સમાં નરમાશ આવવાની આશંકા નથી, વેલ્યુએશન પણ સારા છે. નવી હોસ્પિટલ અને બેડ ક્ષમતાનું વિસ્તરણ સારી ગતિએ આગળ વધી રહ્યું છે. મેક્સ હેલ્થકેર માટે લક્ષ્યાંક વધારીને ₹1450 પ્રતિશેરના નક્કી કર્યા છે. અપોલો હોસ્પિટલ્સ માટે લક્ષ્યાંક વધારીને ₹10500 પ્રતિશેરના નક્કી કર્યા છે. મેક્સ હેલ્થકેર માટે રિસ્ક રિવોર્ડ મજબૂત છે.


મારૂતિ સુઝુકી પર મૉર્ગન સ્ટેનલી

મૉર્ગન સ્ટેનલીએ મારૂતિ સુઝુકી પર ઓવરવેઇટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹14560 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે માંગને લઈ પોઝિટીવ વ્યૂ છે. માંગમાં સતત સુધારો, શહેરી કરતાં ગ્રામિણ માંગ વધુ મજબૂત છે. દિવાળી બાદ બુકિંગમાં 20%નો ઉછાળો YoY, બુકિંગ સપ્લાયથી વધુ છે. H2માં બમણા વોલ્યુમ ગ્રોથનું ગાઈડન્સ યથાવત્ છે. કંપની તબક્કાવાર રીતે પ્રાઈસ વધારશે.

એશિયન પેન્ટ્સ પર મૉર્ગન સ્ટેનલી

મૉર્ગન સ્ટેનલીએ એશિયન પેન્ટ્સ પર FY27માં ડેકોરેટિવ ઈન્ડસ્ટ્રીમાં 6-7% વોલ્યુમ ગ્રોથ શક્ય છે. કંપનીની ગ્રોથ ઈન્ડસ્ટ્રી કરતાં મજબૂત, H2માં તેજી શક્ય છે. લગભગ 28% ખર્ચ વધવાની સામે કુલ 15% કિંમતો વધી. EBITDA માર્જિન 18-20%ની વચ્ચે જાળવી રાખવા પર ફોકસ છે. પ્રોડક્ટ ઈનોવેશન અને સારા ડીલર્સ રિલેશનથી માર્કેટ શેર વધ્યા.

એલ્કેમ લેબ પર નોમુરા

નોમુરાએ એલ્કેમ લેબ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹6,800 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે દમણ યુનિટને US FDA પાસેથી વોર્નિંગ લેટર મળ્યો. પહેલા ફોર્મ 483 પછી US FDAએ તેની કાર્યવાહી કડક બનાવી દીધી. ઉકેલમાં 24 મહિના જેટલો સમય લાગી શકે છે. દમણ યુનિટ US વેચાણમાં 45% હિસ્સો ધરાવે છે. ઈંપોર્ટ અલર્ટથી FY28-29 ના પરિણામો પર 10-15% અસર શક્ય છે.

વેદાંતા પર સિટી

સિટીએ વેદાંતા પર વેચવાલીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹235 પ્રતિશેરથી ઘટાડીને ₹210 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે નબળી માંગ અને સપ્લાય વધવાથી ઝિંકના પ્રાઈસ પર દબાણ શક્ય છે. ઝિંક-લીડ કિંમતોમાં દરેક $100/ટન ફેરફારથી EBITDA પર 4%ની અસર છે. ઝિંક-લીડ કિંમતોમાં દરેક $100/ટન ફેરફારથી ફેર વેલ્યુ પર ₹12 પ્રતિશેની અસર શક્ય છે. ચાંદીની કિંમતમાં દરેક $10/ઔંસનો ફેરફાર EBITDA પર 7% અસર કરી શકે છે. ચાંદીના ભાવમાં દરેક $10/ઔંસનો ફેરફાર ફેર વેલ્યુ પર ₹16 પ્રતિશેરની અસર શક્ય છે. કેશ ઉપયોગ અંગે ચિંતાઓ યથાવત્, કંપની તેની જૂની ડિવિડન્ડ નીતિથી બંધાયેલી નથી.

ઓનેમી ટેક પર HSBC

HSBCએ ઓનેમી ટેક પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹500 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે KISSHT નું ડિજિટલ અનસિક્યોર્ડ લેન્ડિંગ મોડેલ તદ્દન અલગ છે. FY28 ના બુક વેલ્યુના 2.2x નું આકર્ષક વેલ્યુએશન છે. FY26-29માં નફામાં વાર્ષિક 60% CAGR ગ્રોથની અપેક્ષા છે. ઓછા બેઝ, ઓપરેટિંગ એફિસિયન્સી અને ક્રેડિટ ખર્ચ નિયંત્રણ ગ્રોથને સપોર્ટ આપી શકે છે.

ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)

MoneyControl News

MoneyControl News

First Published: Nov 20, 2026 11:06 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.