Gold Price: નાણામંત્રીએ બેઝિક કસ્ટમ ડ્યુટી 10 ટકાથી ઘટાડીને 5 ટકા કરી હોવાના કારણે ભારતમાં સોના અને ચાંદીના ભાવમાં 3 ટકાનો ઘટાડો નોંધાયો છે. ₹4000/10 ગ્રામ અને ચાંદી ₹4200/KGનો ઘટાડો જોવા મળ્યો છે. MCX પર સોનાના વાયદાના વેપારમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. હવે ઓવરઓલ ડ્યુટી 6 ટકા છે, જેમાં બેઝિક કસ્ટમ ડ્યુટી 5 ટકા, એગ્રી ઇન્ફ્રા અને ડેવલપમેન્ટ સેસ 1 ટકા છે. આ રીતે હવે કસ્ટમ ડ્યુટી 15 ટકાથી વધીને 6 ટકા થઈ ગઈ છે.
બજાર પહેલાથી જ 2-5 ટકાના ઘટાડાનો અંદાજ લગાવી રહ્યું હતું અને તેથી જ છેલ્લા એક સપ્તાહથી ભારતીય બજારોમાં સોનાના ભાવ ડિસ્કાઉન્ટ પર ટ્રેડ થઈ રહ્યા છે. વર્ષ 2021 પછી બેઝિક કસ્ટમ ડ્યૂટીમાં આ બીજો ઘટાડો છે, જેમાં છેલ્લા 10 વર્ષમાં ડ્યૂટી 8 વખત વધારવામાં આવી છે.
તેના સિવાય નાણામંત્રીએ પ્લેટિનમ પર કસ્ટમ ડ્યૂટી ઘટાડીને 6.4 ટકા કરવાની જાહેરાત કરી છે. વિશ્લેષકોના મતે આ પગલાથી સ્થાનિક ભાવમાં ઘટાડો થવાની અને દેશમાં કિંમતી ધાતુઓની માંગ વધવાની શક્યતા છે.
સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને 6 ટકા કરવાને કારણે સ્થાનિક ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે. કસ્ટમ ડ્યુટીમાં ઘટાડાથી સરકારને પણ ફાયદો થશે કારણ કે તેનાથી મધ્ય પૂર્વમાંથી સોનાની દાણચોરીમાં ઘટાડો થશે.