Budget 2026: બજેટ પહેલાં મિડલ ક્લાસ 'સાવધાન', ખર્ચ પર કાપ અને ટેક્સમાં મોટી રાહતની આશા!
Budget 2026: 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટ 2026 પહેલાં લોકોનો મૂડ બદલાયો છે. મોંઘવારી અને નોકરીની ચિંતા વચ્ચે મિડલ ક્લાસ ટેક્સમાં મોટી રાહત ઈચ્છે છે. વાંચો શું કહે છે લેટેસ્ટ સર્વે અને લોકોની અપેક્ષાઓ.
Budget 2026: 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટ 2026 પહેલાં લોકોનો મૂડ બદલાયો છે. મોંઘવારી અને નોકરીની ચિંતા વચ્ચે મિડલ ક્લાસ ટેક્સમાં મોટી રાહત ઈચ્છે છે.
Budget 2026: 1 ફેબ્રુઆરીએ દેશનું સામાન્ય બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, પરંતુ તે પહેલાં જ સામાન્ય માણસનો મૂડ થોડો ગંભીર અને સાવચેત જોવા મળી રહ્યો છે. એક લેટેસ્ટ રિપોર્ટ મુજબ, બજેટ 2026 પહેલાં ગ્રાહકો હવે પહેલા જેટલા ઉત્સાહિત નથી, પરંતુ સમજી-વિચારીને ડગલાં માંડી રહ્યા છે. મોંઘવારી, નોકરીની ચિંતા અને દુનિયાભરમાં ચાલી રહેલા તણાવને કારણે લોકો હવે ખર્ચ કરવામાં કરકસર કરી રહ્યા છે.
સમજી-વિચારીને ખર્ચ કરવાનો ટ્રેન્ડ વધ્યો
રિપોર્ટમાં એક ચોંકાવનારી વાત સામે આવી છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં લોકોનો આશાવાદ હવે વ્યવહારિકતામાં બદલાઈ ગયો છે. આર્થિક અસ્થિરતા અને આવકમાં અનિશ્ચિતતાને કારણે લોકો બિનજરૂરી ખર્ચ ટાળી રહ્યા છે. આંકડાઓ પર નજર કરીએ તો, વર્ષ 2026 માટે બહાર જમવા જવું, શોપિંગ કરવી કે મનોરંજન પાછળ ખર્ચ કરવાની ઈચ્છા ઘટીને 55% થઈ ગઈ છે, જે 2024માં 58% હતી. એટલું જ નહીં, લક્ઝરી વસ્તુઓ, નવી ગાડીઓ, મુસાફરી અને પ્રોપર્ટી જેવી મોંઘી ખરીદી કરવાની તૈયારી પણ ઘટી છે. બે વર્ષ પહેલાં જે આંકડો 51% હતો, તે હવે ઘટીને 46% થઈ ગયો છે.
ટેક્સમાં રાહત છતાં મિડલ ક્લાસને વધુ અપેક્ષા
ગયા વર્ષના બજેટમાં સરકારે ઈન્કમ ટેક્સ સ્લેબમાં જે ફેરફારો કર્યા હતા, તેનાથી લોકો ખુશ હતા. પરંતુ વર્તમાન સ્થિતિ જોતા મિડલ ક્લાસને લાગે છે કે હજુ વધુ સુધારાની જરૂર છે. રિપોર્ટ અનુસાર, ટેક્સ રાહત મળવા છતાં લોકોને પોતાની આર્થિક સુરક્ષા અંગે ડર છે.
બજેટ 2026થી મિડલ ક્લાસની મુખ્ય માંગણીઓ:
આ વખતે બજેટ પાસે પગારદાર વર્ગ (Salaried Class)ને ઘણી આશાઓ છે. રિપોર્ટ મુજબ લોકો ઈચ્છે છે કે:
સ્ટાન્ડર્ડ ડિડક્શન (Standard Deduction): હાલની લિમિટ 75,000 રૂપિયા છે, જેને વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવે.
સેક્શન 80 નો વ્યાપ વધે: રોકાણ પર મળતી ટેક્સ છૂટમાં વધારો કરવામાં આવે.
હેલ્થ અને મેડિકલ: મેડિકલ અને હેલ્થ ઈન્શ્યોરન્સના પ્રીમિયમ પર વધુ રિબેટ આપવામાં આવે.
લોકો ઈચ્છે છે કે ટેક્સ સિસ્ટમ એવી હોય જેનાથી તેમના હાથમાં વધુ પૈસા બચે, જેથી તેઓ બચત અને ખર્ચ બંને કરી શકે.
5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી અને ગ્રોથ સ્ટોરી
ભારત 5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી ક્યારે બનશે, તે અંગે પણ લોકોનો મત બદલાયો છે. પહેલા માનવામાં આવતું હતું કે ભારત 2027-28 સુધીમાં આ લક્ષ્ય હાંસલ કરશે, પરંતુ હવે લોકો માને છે કે આ માટે 2028-29 સુધી રાહ જોવી પડી શકે છે.
આ ઉપરાંત, સ્ટાર્ટઅપ સેક્ટર પરનો ભરોસો પણ થોડો ડગમગ્યો છે. 2024 માં 73% લોકો સ્ટાર્ટઅપથી આશા રાખતા હતા, જે આંકડો હવે ઘટીને 67% થયો છે. શેરબજારની વાત કરીએ તો, લગભગ 63% રોકાણકારો માને છે કે BSE સેન્સેક્સ આ વર્ષે 86,000 થી 95,000 ની વચ્ચે જ રહેશે, એટલે કે બહુ મોટા ઉછાળાની આશા ઓછી છે.
AI અને નોકરીની ચિંતા
ટેકનોલોજીના યુગમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ને લઈને લોકોમાં મિશ્ર પ્રતિભાવ છે. રિપોર્ટ કહે છે કે 18% લોકોને ડર છે કે AI ને કારણે તેમની નોકરી જઈ શકે છે. જ્યારે 54% લોકો AI ના દુરુપયોગ અને નાણાકીય છેતરપિંડી (Financial Fraud)ના જોખમથી ચિંતિત છે.
એક્સપર્ટ્સનું માનવું છે કે જો ભારતે પોતાની ગ્રોથ સ્ટોરી જાળવી રાખવી હોય, તો સરકારે લોકોને નવી સ્કિલ શીખવવા (Upskilling) અને ડિજિટલ સુરક્ષા વધારવા માટે નક્કર પગલાં લેવા પડશે.