બજેટ 2026: એગ્રીકલ્ચર સેક્ટરની શું છે બજેટથી અપેક્ષા? | Moneycontrol Gujarati
Get App

બજેટ 2026: એગ્રીકલ્ચર સેક્ટરની શું છે બજેટથી અપેક્ષા?

સરકારે બજેટમાં નવી ટેક્નોલોજી માટે ભંડોળ આપવું જોઈએ. સરકારે કપાસના ખેડૂતો માટે ભાવાંતર યોજના શરૂ કરવી જોઈએ. સરકારે ગત વર્ષે ટેક્સટાઈલ ટેક્નોલોજી મિશન માટે 1100 કરોડ આપ્યા હતા. પણ હજૂ આ મિશન શરૂ કરવા ભંડોળ મળ્યું નથી.

અપડેટેડ 02:45:23 PM Jan 16, 2026 પર
Story continues below Advertisement
ફૂડ સિસ્ટમને માર્કેટ સાથે જોડાવામાં આવે છે. એગ્રી-ટેક માત્ર એપ સુધી સીમિત ન રહેવું જોઈએ. હવામાન, પાક અને કિંમતોની જાણકારી રિયલ-ટાઈમ મળે.

Budget 2026: 01 લી ફેબ્રુઆરીએ બજેટ રજૂ થશે, હવે ગણતરીના દિવસો જ બાકી છે દેશના બજેટને રજૂ થવામાં, આવામાં આપણા દેશનું સૌથી મહત્વનું સેક્ટર એટલે કે એગ્રીકલ્ચર સેક્ટરની શું બની રહી છે બજેટથી આશા અપેક્ષા, સરકાર પાસેથી ખેડૂતોની આવક વધે તેવી દિશામાં પગલું ભરવાની અપેક્ષા બની રહી છે, તે સિવાય ખેતીને આધુનિક ટેક્નોલોજી સાથે જોડવામાં આવે તેવી અપેક્ષા પણ બની રહી છે, એગ્રીકલ્ચર સેક્ટરની આ બજેટમાં સરકાર પાસેથી શું આશા છે, કઈ ડિમાન્ડ છે તેમની તે અંગે આજે નિષ્ણાતો સાથે ચર્ચા કરીએ.

કૉટન ઇન્ડસ્ટ્રીની બજેટથી અપેક્ષા

સરકારે બજેટમાં નવી ટેક્નોલોજી માટે ભંડોળ આપવું જોઈએ. સરકારે કપાસના ખેડૂતો માટે ભાવાંતર યોજના શરૂ કરવી જોઈએ. સરકારે ગત વર્ષે ટેક્સટાઈલ ટેક્નોલોજી મિશન માટે 1100 કરોડ આપ્યા હતા. પણ હજૂ આ મિશન શરૂ કરવા ભંડોળ મળ્યું નથી.


2025-26 સીઝનનો નવો પાક અંદાજ

CAIએ રજૂ કર્યો નવો અંદાજ છે. 1-10-25ના રોજ કપાસનો ઓપનિંગ સ્ટોક 60.59 લાખ 170 કિલો ગાંસડી હોવાનો અંદાજ છે. અંદાજિત કપાસનું પ્રેસિંગ 317 લાખ 170 કિલો ગાંસડી છે. કપાસનું પ્રેસિંગ ગયા મહિનાના અંદાજ કરતા વધારવામાં આવ્યું. MPમાં પાર 19 લાખ ગાંસડીથી 1 લાખ ગાંસડી ઘટીને 18 લાખ થયો. ઓરિસ્સામાં પાક 0.50 લાખ ગાંસડી ઘટ્યો. મહારાષ્ટ્રનો પાક 91 લાખ ગાંસડીથી આશરે 3 લાખ ગાંસડી વધ્યો. 31-12-25ના રોજ કપાસનું પ્રેસિંગ 155.19 લાખ પહોંચ્યું. જિનિંગ ફેક્ટરીઓમાં ભારતમાં કપાસનો સ્ટોક 10 લાખ ગાંસડી હતો. 30 નવેમ્બર 26 સુધી કપાસની આયાત ૫૦ લાખ ગાંસડી થવાનો અંદાજ છે. કપાસના વપરાશનો અંદાજ 10 લાખ ગાંસડીથી વધારી 305 લાખ ગાંસડી કરાયો. કપાસની નિકાસ 18 લાખ ગાંસડીથી ઘટીને ૧૫ લાખ ગાંસડી થવાનો અંદાજ છે.

એગ્રી સેક્ટરની બજેટથી આશા

દેશમાં એગ્રી ઇન્ફ્રાને વધારો આપવાની જરૂર છે. સારા સ્ટોરેજ, લૉજિસ્ટિક ઇન્ફ્રાનો વિકાસ છે. APMCને મોર્ડન ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવાની માગ છે. ગ્લોબલ સ્ટાન્ડર્ડ મુજબ થાય APMC. ખેતીને આધુનિક ટેક્નોલોજી સાથે સરકાર જોડે છે. ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટને વધારો આપવાની માગ છે. બેન એગ્રી વાયદા પરથી પ્રતિબંધ હટાવવાની માગ છે. એગ્રીકલ્ચર પર સ્થાઈ પૉલિસી બનાવવાની માગ છે. ખેડૂતોની આવક વધારવા પર વધુ ફોકસ કરવું જોઈએ. MSP અને પાક ખરીદીમાં સુધારાની માગ છે. ખેતીનો ખર્ચ ઓછો કરવા પર જોરની માગ છે. ખરીદ, સ્ટોરેજનો ખર્ચ ઓછો કરવામાં આવે છે.

ફૂડ સિસ્ટમને માર્કેટ સાથે જોડાવામાં આવે છે. એગ્રી-ટેક માત્ર એપ સુધી સીમિત ન રહેવું જોઈએ. હવામાન, પાક અને કિંમતોની જાણકારી રિયલ-ટાઈમ મળે. ફૂડ સિક્યોરિટીને ન્યૂટ્રિશન સિક્યોરિટીમાં બદલવામાં આવે છે. ઓર્ગેનિક ખેતીને વધારો આપવાની માગ છે. ઓર્ગેનિક ખાદ, જંતુનાશક પર સબ્સિડી મળે છે. દેશ-વિદેશમાં વધતી ઓર્ગેનિક માગનો ફાયદો મળે છે.

હાઈ વેલ્યુ એગ્રી પ્રોડ્યુસ પર જોર

ફળ, શાકભાજી અને મસાલા જેવા હાઈ વેલ્યુ પાકને બૂસ્ટ આપવું. બિયારણ, ખાદ અને સિંચાઈ પર ટારગેટેડ સબ્સિડી મળે. એક જ પાક પર ખેડૂતોની નિર્ભરત ઓછી થાય.

વિદેશી બજારો માટે ખેતી

એક્સપોર્ટ ડિમાન્ડવાળા પાક પર ફોકસ વધે છે. ઇન્ટરનેશનલ ક્વાલિટી સ્ટાન્ડર્ડ અપનાવવામાં મદદ મળે છે. ખેડૂતોને ગ્લોબલ માર્કેટ સાથે જોડવામાં આવે છે.

Farm to Fork મૉડલ

ખેતીથી સીધા ગ્રાહક સુધીની સિસ્ટમ વિકસિત થાય છે. કોલ્ડ સ્ટોરેજ અને સપ્લાઈ ચેન મજબૂત કરવામાં આવે છે. ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ ઇન્ફ્રામાં સુધારાની માગ છે. પોસ્ટ-હાર્વેસ્ટ નુકસાન ઓછું થાય, ખેડૂતોને સારી કિંમત મળે છે.

એગ્રી-લોજિસ્ટિક્સમાં રોકાણ

ખેતી પાસે કોલ્ડ સ્ટોરેજ બનાવવાની વ્યવસ્થા કરવી. માલની આપ લે કરવા માટે રેફ્રિજરેટેડ ટ્રાન્સપોર્ટ વધે છે. આધુનિક વેરહાઉસિંગ સિસ્ટમને બૂસ્ટ મળે છે.

ફૂડ પ્રોસેસિંગ ક્લસ્ટર્સ

ફૂડ પ્રોસેસિંગવાળા MSMEsને સપોર્ટ મળે. ક્લસ્ટર આધારિત વિકાસ મૉડલ બનાવવામાં આવે છે. વેલ્યુ એડિશનથી ખેડૂતોની કમાણી વધે છે.

સસ્ટેનેબલ એગ્રીકલ્ચર

પાક ડાયવર્સિફિકેશનને વધારો મળે છે. પાણી, માટી બચાવવા વાળી ખેતીને બૂસ્ટ મળે છે. પર્યાવરણને નુકસાન ઓછું થાય, ખેતી ટકાઉ બને છે.

SEAના ED ડૉ. BV મહેતાનું કહેવુ છે કે આજે ખાદ્ય તેલની જરૂરીયાત આશરે 260 લાખ ટનની છે. સ્થાનિક ઉત્પાદન માત્ર 110 લાખ ટનનું છે. આશરે 160 લાખ ટનના તફાવતનું આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. તેલીબિયાનું પ્રોડક્શન વધારવા પર સરકારે ફોકસ કરવું જોઈએ. નેશનલ મિશન ઑફ એડિબલ ઓઇલ માટે ફાળવણી વધારવી. ખાદ્ય તેલનું ઇમ્પોર્ટ ઘટાડવા પર સરકારે જોર આપવાની જરૂર છે.

ડૉ. B V મહેતાના મતે નેપાળ આજે ઝીરો ડ્યૂટીમાં ક્રૂડ ઓઈલ ઇમ્પોર્ટ કરે છે. નેપાળ SAFTA એગ્રીમેન્ટ હેઠળ ઝીરો ડ્યૂટીમાં રિફાઈન્ડ ઓઈલ ભારત મોકલે છે. SAFTA એગ્રીમેન્ટને રેગ્યુલેટ કરવાની જરૂર છે. ઇમોર્ટને યોગ્ય પ્રમાણમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાની માગ છે.

ડૉ. B V મહેતાનું માનવું છે કે રાઈ અને રાઈસબ્રાન ઓઈલની પણ ડ્યૂટી વધારવાની માગ છે. બાંગ્લાદેશમાં રાઈસબ્રાન ઓઈલનું પ્રોડક્શન વધારે થાય છે. ડ્યૂટી ઘટાડ્યા બાદ બાંગ્લાદેશથી રાઈસબ્રાન ઓઈલ મળી શકે છે.

ડૉ. B V મહેતાના મુજબ સામાન્યરીતે ભારતથી ઓઈલમીલનો એક્સપોર્ટ 40-50લાખ ટન થાય છે. સોયાબીનનો એક્સપોર્ટ 18-20 લાખ ટન થાય છે. ભારતમાં ઓઈલમીલ માગ ઘટી રહી છે. સરકારે ઓઈલમીલના એક્સપોર્ટ પર ફોકસ કરવાની જરૂર છે. ઓઈલમીલ માટે 10-15 ટકાના ફાળવણીની માગ છે. ભારતમાં સરપ્લસ ઓઈલનો નિકાલ કરવા સરકારે પગલાં ભરવા જોઈએ.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 16, 2026 2:45 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.