Budget 2026: નાણામંત્રી નિર્મળા સીતારમણ ટૂંક સમયમાં 2026-27નું બજેટ રજૂ કરવાના છે. શેરબજાર સહિત સમગ્ર રાષ્ટ્ર બજેટની જાહેરાતો પર નજર રાખી રહ્યું છે. નાણામંત્રી તરીકે નિર્મલા સીતારમણનું આ સતત નવમું બજેટ હશે. આ વર્ષનું બજેટ ઐતિહાસિક પણ છે કારણ કે, 26 વર્ષમાં પહેલી વાર, તે રવિવારે રજૂ થઈ રહ્યું છે. આ વર્ષનું બજેટ અલગ અને ઐતિહાસિક હશે, ભૌગોલિક રાજકીય અનિશ્ચિતતાઓ અને US ટેરિફ વચ્ચે આજે નાણા મંત્રી દેશનું બજેટ રજૂ કરશે. કેવું રહેશે બજેટ અને શું હશે આ બજેટમાં ખાસ તેની વિગતો લઈએ અમારી સહયોગી ચેનલ સીએનબીસી-બજારના લક્ષ્મણ રોય પાસેથી.
સ્થાનિક અને વિદેશી રોકાણ વધારવા પર ખાસ ફોકસ રહેશે. સ્વદેશી બજેટની એક મોટી થીમ છે. આંતરરાષ્ટ્રીય સ્થિતિનો સામનો કરવા માટેના ઉપાય છે. ડિરેગ્યુલેશનની તરફનો રોડમેપ આવી શકે છે. સરકારી કેપિટલ એક્સપેન્ડિચરમાં વધારો થશે. ડિફેન્સ સેક્ટર પર ફાળવણીમાં મોટો વધારો શક્ય છે.
ટેક્સના મોરચે શું થઈ શકે?
ઈન્કમ ટેક્સમાં મોટી રાહત શક્ય છે. જોઈન્ટ રિટર્ન ફાઈલિંગ પર ચર્ચા રહેશે. FII, FPI આઉટફ્લો રોકવા માટેના પગલા પર નજર રહેશે. લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન્સ ટેક્સ પર નજર રહેશે. ઘટતા શેર બજારને જોતા STT પર સૌની નજર રહેશે. સોના, ચાંદી પર ઈમ્પોર્ટ ડ્યૂટી વધારવા અંગે અટકળો રહેશે.