બજાર અને બજેટ પર ચર્ચા: આ બજેટ ઘણું પડકારજનક રહેવાનું છે, પહેલા છ મહિના બજાર રેન્જબાઉન્ડ રહેશે - દિલીપ ભટ્ટ | Moneycontrol Gujarati
Get App

બજાર અને બજેટ પર ચર્ચા: આ બજેટ ઘણું પડકારજનક રહેવાનું છે, પહેલા છ મહિના બજાર રેન્જબાઉન્ડ રહેશે - દિલીપ ભટ્ટ

દિલીપ ભટ્ટના મતે પાવર સેક્ટરમાં વેલ્યુએશન ઘણાં આકર્ષક થયા છે. આવનારા સમયમાં પાવર સેક્ટરમાં સારો ગ્રોથ જોવા મળશે. નોન ફેરસ મેટલ સેક્ટરમાં સારા રિટર્ન જોવા મળશે. એલ્યુમિનિયમ અને કોપરમાં હજુ પણ તેજી રહી શકે છે. નાની કંપની અને NBFCsમાં રોકાણ કરી શકાય.

અપડેટેડ 02:52:35 PM Jan 14, 2026 પર
Story continues below Advertisement
2026ના બજેટનો સમય નજીક આવ્યો છે ત્યારે માર્કેટમાં ઉતાર-ચઢાવ વચ્ચે હવે બજારને કેવા બોનસની જરૂર છે તે વિશે વાતચીત કરીશું આપણે ગેસ્ટ પેડિગ્રી એડવાઈઝરના ફાઉન્ડર દિલીપ ભટ્ટ સાથે.

2026ના બજેટનો સમય નજીક આવ્યો છે ત્યારે માર્કેટમાં ઉતાર-ચઢાવ વચ્ચે હવે બજારને કેવા બોનસની જરૂર છે તે વિશે વાતચીત કરીશું આપણે ગેસ્ટ પેડિગ્રી એડવાઈઝરના ફાઉન્ડર દિલીપ ભટ્ટ સાથે.

દિલીપ ભટ્ટનું કહેવુ છે કે બજારમાં જિયોપોલિટિકલ, ટ્રેડ સંબંધિત અનિશ્ચિતતાઓ છે. ભારતમાં AI આધારીત સ્ટોક્સમાં રોકાણની સુવિધા નથી. અર્થતંત્રમાં પણ મિશ્ર સંકેતો છે. ટેક્સ કાપ આપ્યા હોવાથી નાણાંકીય ખાધને મેનેજ કરવાની રહેશે. આ બજેટ ઘણું પડકારજનક રહેવાનું છે. પહેલા છ મહિના બજાર રેન્જબાઉન્ડ રહેશે.

દિલીપ ભટ્ટના મતે સરકાર પાસે વધારે રાહત આપવાની જગ્યા હવે ઓછી છે. સરકાર વિનિવેશ કરીને વધુ નાણાં એકત્ર કરવાનો પ્રયાસ કરશે.


દિલીપ ભટ્ટનું માનવું છે કે FIIs પર LTCG ઘટાડવો જોઈએ કે હટાવવો જોઈએ. આનાથી મોટો ફરક સરકારને નહીં પડે. ટેક્સ હટવાથી FIIsના નેટ રિટર્નમાં પણ વધારો થશે. ફાઈનાન્સ સેક્ટરમાં ઘણાં FDI આવ્યા છે.

દિલીપ ભટ્ટના મુજબ છેલ્લાં અુમક વર્ષોમાં પ્રાઈવેટ સેક્ટર કેપેક્સ આવવું જોઈતું હતું. હાલની ક્ષમતાનો પૂર્ણ ઉપયોગ નથી થઈ રહ્યો. ડેટા સેન્ટર જેવા કેપેક્સમાં વધુ માણસોની જરૂર નથી હોતી. નવા IPOમાં પ્રમોટર્સ વેચી રહ્યા છે.

દિલીપ ભટ્ટનું કહેવુ છે કે વિનિવેશમાં પૈસા અમુક સરકારની પાસે જઈ રહ્યા છે. એટલે ખરા અર્થમાં તે વિનિવેશ નથી થયું. IPO આવી રહ્યા છે એવામાં સરકારને વિનિવેશની તકલીફ પડે. સરકારે વિનિવેશ થોડું તીવ્ર કરવાની જરૂર છે.

દિલીપ ભટ્ટના મતે પાવર સેક્ટરમાં વેલ્યુએશન ઘણાં આકર્ષક થયા છે. આવનારા સમયમાં પાવર સેક્ટરમાં સારો ગ્રોથ જોવા મળશે. નોન ફેરસ મેટલ સેક્ટરમાં સારા રિટર્ન જોવા મળશે. એલ્યુમિનિયમ અને કોપરમાં હજુ પણ તેજી રહી શકે છે. નાની કંપની અને NBFCsમાં રોકાણ કરી શકાય.

દિલીપ ભટ્ટનું માનવું છે કે સેમીકંડક્ટર જેવા સેક્ટરમાં રોકાણ ઘણું વધારે છે. આ સેક્ટરમાં જોઈએ એટલો રોજગાર ઊભો નથી થવાનો. ભારતમાં ગ્રોથ માટે નવા સેક્ટરનું યોગદાન મહત્વનું રહેશે. આ બધા સેક્ટરમાં વેલ્યુએશન નિર્ધારણ અઘરું છે.

દિલીપ ભટ્ટના મુજબ સરકારને જરૂર લાગે તે બધા સેક્ટરમાં PLI આવી છે. ટેક્સટાઈલ સેક્ટરમાં PLIની અસર જોવા નથી મળી. ફાર્મા સેક્ટરમાં PLIનો ફાયદો જોવા નથી મળ્યો.

દિલીપ ભટ્ટનું કહેવુ છે કે અફોર્ડેબલ હેલ્થકેરમાં હોસ્પિટલનો ભાગ મહત્વનો રહેશે. ઈન્શ્યોરન્સ સેક્ટરનો પણ મહત્વનો ભાગ રહેશે. હાઈએન્ડ હોસ્પિટલમાં સારો ગ્રોથ જોવા મળ્યો છે.

દિલીપ ભટ્ટના મતે કેપિટલ ગેઈનમાંથી રાહત મળી શકે છે. FDI રોકાણ ક્યાં આવશે તે જોવું મહત્વનું છે.

Union Bank Q3 Result: નફો 9% વધીને ₹5017 કરોડ પહોંચ્યો, વ્યાજ આવકમાં મામૂલી વધારો

MoneyControl News

MoneyControl News

First Published: Jan 14, 2026 2:52 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.