Gujarat Budget 2026-27: ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભા સત્રના ત્રીજા દિવસે 18 ફેબ્રુઆરી નાણામંત્રી કનુ દેસાઈ વર્ષ 2026-2027નું બજેટ રજૂ કરી રહ્યા છે.
Gujarat Budget 2026-27: ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભા સત્રના ત્રીજા દિવસે 18 ફેબ્રુઆરી નાણામંત્રી કનુ દેસાઈ વર્ષ 2026-2027નું બજેટ રજૂ કરી રહ્યા છે.
ગુજરાતની શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે રાજ્ય સરકારે ગૃહ વિભાગના બજેટમાં આધુનિકીકરણ અને પોલીસ કલ્યાણ બંને પર સમાન ભાર મૂક્યો છે. નાણાંમંત્રીએ ગૃહ વિભાગ માટે કુલ 14,265 કરોડ રૂપિયાની માતબર રકમ ફાળવી છે. આ વખતે બજેટમાં પોલીસકર્મીઓના રહેઠાણથી લઈને આતંકવાદી પ્રવૃત્તિઓ રોકવા માટેની 'એન્ટી ડ્રોન સિસ્ટમ' સુધીની હાઈ-ટેક જાહેરાતો કરવામાં આવી છે.
પોલીસ જવાનો માટે ઘરનું ઘર
દિવસ-રાત પ્રજાની સુરક્ષામાં ખડેપગે રહેતા પોલીસકર્મીઓ અને તેમના પરિવારની ચિંતા સરકારે કરી છે.
નવા મકાનો: આગામી 5 વર્ષમાં પોલીસ કર્મચારીઓ માટે 20,444 જેટલા નવા સરકારી રહેણાક મકાનો બનાવવાનું આયોજન છે.
બજેટ: આ પ્રોજેક્ટ માટે ચાલુ વર્ષના બજેટમાં 1571 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ પગલાંથી પોલીસ લાઈનમાં રહેતા પરિવારોને આધુનિક સુવિધાઓ મળશે.
ઓફિસ અને સ્ટેશન: રહેઠાણ ઉપરાંત, પોલીસ સ્ટેશન અને જિલ્લા કચેરીઓ જેવા 107 બિન-રહેણાક મકાનો બનાવવા માટે પણ 136 કરોડ ફાળવવામાં આવ્યા છે.
સુરક્ષા થશે હાઈટેક: એન્ટી ડ્રોન સિસ્ટમ
ગુજરાત સરહદી રાજ્ય હોવાથી સુરક્ષાના પડકારો વધુ છે. હવે આકાશમાંથી થતા હુમલા કે જાસૂસી રોકવા માટે પોલીસ સજ્જ બનશે.
ડ્રોન સામે સુરક્ષા: અનધિકૃત અથવા શંકાસ્પદ ડ્રોન (Rogue Drone) ને હવામાં જ તોડી પાડવા માટે 4 એન્ટી ડ્રોન સિસ્ટમ ખરીદવામાં આવશે. આ માટે 20 કરોડ રૂપિયાની જોગવાઈ છે. આ સિસ્ટમ મહત્વના સ્થળો અને કાર્યક્રમોની સુરક્ષામાં ગેમ ચેન્જર સાબિત થશે.
બોર્ડર પેટ્રોલિંગ અને ડાયલ 112
સ્પેશિયલ વાહનો: આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સરહદ (પાકિસ્તાન બોર્ડર) ધરાવતા જિલ્લાઓમાં પેટ્રોલિંગ વધુ મજબૂત કરવા માટે 50 સ્પેશિયલ ઓપરેશનલ વ્હીકલ ખરીદવામાં આવશે, જેના માટે 9 કરોડ ફાળવાયા છે.
જનરક્ષક: કોઈ પણ ઈમરજન્સીમાં ત્વરિત મદદ માટે 'ડાયલ 112 જનરક્ષક' પ્રોજેક્ટ હેઠળ નવી 3000 જગ્યાઓ ઊભી કરવામાં આવશે, જેથી પોલીસનો રિસ્પોન્સ ટાઈમ ઘટશે અને લોકોને ઝડપી મદદ મળશે.
ગુજરાતની વિકાસયાત્રામાં વીજળીનો પૂરવઠો મહત્વની ભૂમિકા ભજવે છે. ખેતરમાં પાણી વાળતા ખેડૂતથી લઈ હાઈવે પર દોડતા ઈલેક્ટ્રિક વાહનો સુધી, દરેકને પૂરતી ઊર્જા મળી રહે તે માટે રાજ્ય સરકારે બજેટમાં 4842 કરોડ રૂપિયાની મોટી જોગવાઈ કરી છે. નાણાંમંત્રીએ ખાસ કરીને ખેડૂતો, આદિવાસી વિસ્તારો અને ભવિષ્યની ટેકનોલોજી પર ભાર મૂક્યો છે. ચાલો જોઈએ, ઊર્જા વિભાગના આ બજેટમાં કઈ મોટી જાહેરાતો થઈ છે.
ખેડૂતો માટે 'સૂર્યોદય': દિવસે વીજળી અને સોલર પંપ
ખેડૂતોને રાત્રે જાગવું ન પડે અને દિવસે ખેતીનું કામ સરળતાથી કરી શકે તે માટે સરકારની 'કિસાન સૂર્યોદય યોજના' આશીર્વાદરૂપ સાબિત થઈ છે.
રાજ્યના 17,249 ગામો પૈકી 17,052 ગામોમાં ખેડૂતોને દિવસે વીજળી મળવા લાગી છે. એટલે કે લગભગ 19 લાખથી વધુ ખેડૂતો આનો લાભ લઈ રહ્યા છે.
આ યોજનાને વધુ વેગ આપવા અને બાકી રહેતા ખેડૂતોને આવરી લેવા માટે 500 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
જે ખેતરોમાં વીજ લાઈન પહોંચવી મુશ્કેલ છે, ત્યાં PM કુસુમ યોજના હેઠળ સોલર પાવર એગ્રીકલ્ચર પંપ આપવા માટે 200 કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે.
સર્જન યોજના: ખેતીવાડી ફીડરો (વીજ લાઈનો) સુધારવા માટે 25 કરોડ ફાળવાયા છે.
છેવાડાના માનવી સુધી વીજળી: આદિવાસી અને સાગરકાંઠો
વિકાસનો લાભ દરેક ખૂણે પહોંચે તે માટે સરકારે આદિવાસી અને દરિયાકાંઠાના વિસ્તારો પર વિશેષ ધ્યાન આપ્યું છે.
નવા જોડાણ: આ વિસ્તારોમાં કૃષિ વિષયક નવા વીજ જોડાણો આપવા માટે 1166 કરોડ રૂપિયાની જંગી રકમ ફાળવી છે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર: સાગરકાંઠા અને આદિવાસી પટ્ટામાં વોલ્ટેજની સમસ્યા ન રહે તે માટે નવા સબસ્ટેશનો સ્થાપવા 350 કરોડ અને જનજાતિય કલ્યાણ યોજના હેઠળ ગુણવત્તાયુક્ત વીજળી માટે 201 કરોડ મંજૂર કર્યા છે.
ભવિષ્યની તૈયારી: EV અને અંડરગ્રાઉન્ડ કેબલિંગ
ગુજરાત હવે ગ્રીન એનર્જી તરફ વળ્યું છે.
ઈલેક્ટ્રિક વ્હીકલ (EV): જેમ જેમ ઈલેક્ટ્રિક વાહનો વધી રહ્યા છે, તેમ ચાર્જિંગ સ્ટેશનોની જરૂરિયાત પણ વધી છે. રાજ્યમાં EV ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે 50 કરોડ રૂપિયાની જોગવાઈ છે.
અંડરગ્રાઉન્ડ કેબલ: શહેરો અને નગરોમાં લટકતા વાયરોથી મુક્તિ અપાવવા અને સલામતી વધારવા ઓવરહેડ લાઈનને અંડરગ્રાઉન્ડ કેબલમાં ફેરવવા માટે 100 કરોડ ફાળવવામાં આવ્યા છે.
યાત્રાધામ અને ઈનોવેશન
તીર્થસ્થળો: રાજ્યના પ્રખ્યાત યાત્રાધામોમાં વીજળી જરા પણ ન જાય અને ત્યાં ગ્રીન એનર્જીનો ઉપયોગ વધે તે માટે 'ગ્રીન અને વીજ સલામત ઝોન' બનાવવા 100 કરોડ ફાળવાયા છે.
સ્ટાર્ટઅપ: ઊર્જા ક્ષેત્રે નવા વિચારો લાવતા યુવાનો માટે 'એનર્જી ઈનોવેશન ફંડ' હેઠળ 5 કરોડ ની મદદ મળશે.
સલામતી: વીજ કર્મચારીઓની સુરક્ષા અને અકસ્માત નિવારણ માટેના સાધનો ખરીદવા 7 કરોડ રૂપિયા ફાળવાયા છે.
ગુજરાત હવે અર્બન સ્ટેટ બની રહ્યું છે. રાજ્યની લગભગ 48% વસ્તી હવે શહેરોમાં વસવાટ કરે છે. આ વધતી જતી વસ્તીને આધુનિક સુવિધાઓ, સારી ડ્રેનેજ, ચોખ્ખું પાણી અને ટ્રાફિક મુક્ત રસ્તાઓ મળે તે માટે રાજ્ય સરકારે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ 33,504 કરોડ રૂપિયાની જંગી ફાળવણી કરી છે.
આ બજેટમાં મેટ્રો રેલથી લઈને મહિલાઓ માટે ખાસ શૌચાલય સુધીની અનેક નવીનતમ યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ચાલો જોઈએ, શહેરીજનો માટે બજેટમાં કઈ મોટી ભેટ છે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મેટ્રોની રફ્તાર
શહેરોની કાયાપલટ કરવા માટે સૌથી મોટી રકમ 'સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના' માટે ફાળવવામાં આવી છે. આ યોજના માટે સરકારે 16,116 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે, જે રસ્તા, પાણી અને ગટર વ્યવસ્થા સુધારવામાં વપરાશે.
મેટ્રો રેલ: અમદાવાદ અને સુરતમાં મેટ્રોના વિસ્તરણ માટે 2217 કરોડ રૂપિયા ફાળવાયા છે, જેથી મુસાફરી વધુ ઝડપી બનશે.
રેલવે ક્રોસિંગ મુક્તિ: શહેરોમાં ટ્રાફિક ન થાય તે માટે ફાટકોની જગ્યાએ ઓવરબ્રિજ/અંડરબ્રિજ બનાવવા 350 કરોડ ની જોગવાઈ છે.
સ્માર્ટ પાર્કિંગ: શહેરોમાં પાર્કિંગની સમસ્યા માથાનો દુખાવો બની ગઈ છે. આના ઉકેલ માટે સ્માર્ટ પાર્કિંગ અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે 200 કરોડ ફાળવાયા છે.
સ્વચ્છતા અને પર્યાવરણ: 'પિન્ક ટોયલેટ' અને ગ્રીન હાઈવે
પિન્ક ટોયલેટ: મહિલાઓની સુવિધા અને સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને સરકારે 'પિન્ક ટોયલેટ' નો નવો કોન્સેપ્ટ રજૂ કર્યો છે. 'નિર્મળ ગુજરાત 2.0' અંતર્ગત ઝીરો વેસ્ટ સિટી અને પિન્ક ટોયલેટ માટે કુલ 329 કરોડ ફાળવવામાં આવ્યા છે.
SG હાઈવે: અમદાવાદના SG હાઈવેને હવે 'ગ્રીન અર્બન હાઈવે' તરીકે વિકસાવવામાં આવશે, જેના માટે 100 કરોડ ની ખાસ જોગવાઈ છે.
પાણી અને ગટર: અમૃત મિશન 2.0 હેઠળ પાણી અને ડ્રેનેજ માટે 1900 કરોડ અને દૈનિક પાણી પુરવઠા માટે 100 કરોડ નું આયોજન છે.
રમત-ગમત અને શિક્ષણ: ફ્લાયઓવર નીચે મેદાન
શહેરોમાં જગ્યાની અછતને પહોંચી વળવા સરકારે અનોખો રસ્તો કાઢ્યો છે. હવે દરેક મહાનગરપાલિકામાં ફ્લાયઓવર બ્રિજની નીચેની ખાલી જગ્યામાં સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે, જેના માટે 150 કરોડ ફાળવાયા છે. આ ઉપરાંત, ગાંધીનગરમાં નમો સેન્ટ્રલ લાઈબ્રેરી અને અન્ય મહાનગરોમાં ડિજિટલ લાઈબ્રેરી બનાવવા માટે 150 કરોડ ની જોગવાઈ છે.
આવાસ અને અન્ય સુવિધાઓ
ઘરનું ઘર: પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0 હેઠળ ગરીબોને મકાન આપવા 1420 કરોડ અને ભાડાના મકાનો માટે (Affordable Rental Housing) 50 કરોડ ફાળવવામાં આવ્યા છે.
ફાયર સેફ્ટી: આગની ઘટનાઓ રોકવા માટે 24 નવા ફાયર સ્ટેશન અને 'ગુજરાત સ્ટેટ ફાયર એકેડમી' શરૂ કરવા 50 કરોડ મંજૂર કરાયા છે.
બિઝનેસ હબ: ભાવનગર, રાજકોટ, જામનગર અને જૂનાગઢમાં બિઝનેસ કોન્ફરન્સ અને પ્રદર્શનો યોજી શકાય તે માટે MICE ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા 100 કરોડ ફાળવાયા છે.
નમો સ્વદેશી મોલ: શહેરોમાં સ્વદેશી વસ્તુઓના વેચાણ માટે મોલ અને મેળાઓ યોજવા 45 કરોડ ની જોગવાઈ છે.
સરકારનું આ બજેટ શહેરોને માત્ર કોંક્રિટના જંગલો બનાવવાને બદલે 'લિવેબલ' (રહેવાલાયક) બનાવવા પર કેન્દ્રિત છે. પિન્ક ટોયલેટ અને ફ્લાયઓવર નીચે રમતગમતના મેદાનો જેવા નિર્ણયો સાબિત કરે છે કે સરકાર સ્માર્ટ સિટીની સાથે સંવેદનશીલતા પણ દાખવી રહી છે.
ગુજરાતની ગતિ અને પ્રગતિ બંને જેના પર નિર્ભર છે, તેવા બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે રાજ્ય સરકારે બજેટમાં દિલ ખોલીને જોગવાઈઓ કરી છે. નાણાંમંત્રીએ આ વિભાગ માટે કુલ 4314 કરોડ રૂપિયા ફાળવ્યા છે. જેમાં સામાન્ય મુસાફરની સુવિધાથી લઈને દરિયાઈ વેપાર વધારવા સુધીના માસ્ટર પ્લાન રજૂ કરવામાં આવ્યા છે. ચાલો જાણીએ આ બજેટમાં તમારા માટે શું ખાસ છે.
મુસાફરી બનશે આરામદાયક: 2900+ નવી બસો
ST બસ એ ગુજરાતની જીવાદોરી સમાન છે. મુસાફરોની સુરક્ષા અને સુવિધા વધારવા માટે સરકારે મોટા પાયે નવી બસો ખરીદવાનું નક્કી કર્યું છે.
નવી બસો: રાજ્યના રસ્તાઓ પર આધુનિક ટેકનોલોજી વાળી 2963 નવી બસો મૂકવામાં આવશે.
બજેટ: આ માટે કુલ 1286 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે જૂની ખખડધજ બસોની જગ્યાએ હવે નવી અને સુવિધાજનક બસો આવશે.
RTO ના ધક્કા મટશે: 'પ્રીમિયમ એક્સપ્રેસ સેવા'
વાહન અને લાયસન્સની કામગીરી માટે RTO કચેરીમાં લાંબી લાઈનો હવે ભૂતકાળ બની શકે છે. સરકારે વહીવટને ઝડપી બનાવવા બે મહત્વના નિર્ણયો લીધા છે:
પ્રીમિયમ સર્વિસ: રાજ્યના 4 મુખ્ય શહેરો - અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા ખાતે પ્રાયોગિક ધોરણે વાહન અને લાયસન્સ સંબંધિત કામગીરી માટે 'પ્રીમિયમ અને એક્સપ્રેસ સેવાઓ' શરૂ કરવામાં આવશે. આનાથી જે લોકો ફી ભરીને ઝડપી સેવા ઈચ્છે છે, તેમને મોટો ફાયદો થશે.
E-Governance: વહીવટ પારદર્શી અને ઓનલાઈન બને તે માટે 15 કરોડ રૂપિયા અલગથી ફાળવવામાં આવ્યા છે.
રોડ સેફ્ટી: બાળકો માટે ટ્રાફિક પાર્ક
માર્ગ અકસ્માતો ઘટાડવા માટે સરકાર હવે પાયાથી કામ કરશે. બાળકો અને સગીરો નાનપણથી જ ટ્રાફિકના નિયમો સમજે તે હેતુથી રાજ્યમાં 'ટ્રાફિક ચિલ્ડ્રન પાર્ક' વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે 25 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
બંદરોનો વિકાસ: Vision 2047
ગુજરાતનો દરિયાકાંઠો દેશના વેપારનું પ્રવેશદ્વાર છે. 'વિકસિત ગુજરાત @2047' ના લક્ષ્યને ધ્યાનમાં રાખીને સરકારે બંદરો માટે એક મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કર્યો છે.
ક્ષમતામાં 5 ગણો વધારો: હાલમાં ગુજરાતના બંદરોની વાર્ષિક ક્ષમતા 600 મિલિયન મેટ્રિક ટન છે, જેને 2047 સુધીમાં વધારીને 3000 મિલિયન મેટ્રિક ટન સુધી લઈ જવાનું આયોજન છે.
શિપ બિલ્ડિંગ: જહાજ બાંધકામ ઉદ્યોગને વેગ આપવા માટે 'શિપ બિલ્ડિંગ પોલિસી' અંતર્ગત વિશેષ પ્રોત્સાહનો આપવામાં આવશે.
આમ, એક તરફ ST બસમાં મુસાફરી કરતા સામાન્ય માણસની ચિંતા અને બીજી તરફ દરિયાઈ વેપાર દ્વારા રાજ્યની આવક વધારવાનું ગણિત - આ બંને બાબતોનો સુમેળ આ બજેટમાં જોવા મળી રહ્યો છે. ખાસ કરીને RTO ની એક્સપ્રેસ સેવા શહેરીજનો માટે સમય બચાવનારી સાબિત થશે.
ગુજરાતનું ભવિષ્ય વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે, અને આ ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે રાજ્ય સરકારે શિક્ષણ વિભાગ માટે તિજોરીના દ્વાર ખોલી દીધા છે. નાણાંમંત્રીએ આ વર્ષે શિક્ષણ વિભાગ માટે કુલ 63,184 કરોડ રૂપિયાની ઐતિહાસિક જોગવાઈ કરી છે. સરકારનો ઉદ્દેશ્ય છે કે ગુજરાતનો વિદ્યાર્થી માત્ર રાજ્ય કે દેશ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરી શકે. ચાલો જોઈએ, વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે આ બજેટમાં કઈ મોટી ભેટ છે.
શાળાઓનું આધુનિકીકરણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર
સરકારી શાળાઓ હવે પ્રાઈવેટ સ્કૂલોને ટક્કર આપે તેવી બની રહી છે.
મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ: પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના બિલ્ડીંગ અને સુવિધાઓ સુધારવા માટે 3055 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
સંકલિત શાળાઓ: ધોરણ 1 થી 10 સુધીનું શિક્ષણ એક જ કેમ્પસમાં મળી રહે તે માટે નવી સંકલિત શાળાઓ બાંધવા 120 કરોડ ની જોગવાઈ છે.
સ્વચ્છતા: શાળાઓમાં સાફ-સફાઈ સારી રહે તે માટે સ્વચ્છતા સહાયની રકમ બમણી કરવામાં આવી છે, જેના માટે 135 કરોડ ફાળવાયા છે.
PM શ્રી સ્કૂલ્સ: 926 જેટલી PM શ્રી શાળાઓના વિકાસ માટે 114 કરોડ નો ખર્ચ કરવામાં આવશે.
વિદ્યાર્થીઓ અને દીકરીઓ માટે ખાસ યોજનાઓ
નમો લક્ષ્મી અને સરસ્વતી: દીકરીઓનો અભ્યાસ ન અટકે તે માટે 'નમો લક્ષ્મી યોજના' હેઠળ 1250 કરોડ ફાળવવામાં આવ્યા છે. જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં રુચિ વધારવા 'નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના' હેઠળ 2.50 લાખ વિદ્યાર્થીઓને સહાય આપવા 250 કરોડ ની જોગવાઈ છે.
મફત પાઠ્યપુસ્તકો: પ્રાથમિક શાળાના 52 લાખ ભૂલકાઓને મફત પુસ્તકો આપવા 119 કરોડ અને અન્ય વિદ્યાર્થીઓ માટે 112 કરોડ ફાળવાયા છે.
બસ પાસ: જે વિદ્યાર્થીઓ ST બસમાં અપ-ડાઉન કરે છે, તેવા 13 લાખ વિદ્યાર્થીઓને બસ પાસમાં રાહત આપવા માટે 223 કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે.
દીકરીઓનું સ્વાસ્થ્ય: ધોરણ 6 થી 12 માં ભણતી 9.72 લાખ દીકરીઓને ફ્રી સેનેટરી નેપકિન આપવા માટે 47 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
પોષણ અને ભોજન
બાળકો ભણવાની સાથે તંદુરસ્ત પણ રહે તે જરૂરી છે.
મધ્યાહન ભોજન: PM પોષણ યોજના હેઠળ 74 તાલુકાઓમાં હાઈ-ટેક કિચન બનાવવા 552 કરોડ અને જે શાળાઓમાં કિચન નથી ત્યાં વાસણો માટે 32 કરોડ ફાળવાયા છે.
પૌષ્ટિક નાસ્તો: મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના માટે 598 કરોડ ની જોગવાઈ છે.
RTE અને સ્કોલરશીપ
RTE: રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ખાનગી શાળાઓમાં મફત પ્રવેશ મેળવનાર ગરીબ બાળકોના શિક્ષણ માટે 827 કરોડ રૂપિયા સરકાર ચૂકવશે.
સ્કોલરશીપ: મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ દ્વારા 1 લાખ તેજસ્વી વિદ્યાર્થીઓને મદદ કરવા 100 કરોડ ની જોગવાઈ છે.
દિવ્યાંગ વિદ્યાર્થીઓ: વિકલાંગ બાળકોને શાળાએ આવવા-જવા માટે ટ્રાન્સપોર્ટ અને એસ્કોર્ટ એલાઉન્સ તેમજ સેન્સરી પાર્ક માટે 91 કરોડ ફાળવાયા છે.
શિક્ષણ બજેટમાં થયેલો આ વધારો દર્શાવે છે કે સરકાર પાયાના શિક્ષણથી લઈને ઉચ્ચ અભ્યાસ સુધી વિદ્યાર્થીઓની સાથે છે. ખાસ કરીને દીકરીઓના સ્વાસ્થ્ય અને શિક્ષણ માટે લેવાયેલા નિર્ણયો આવકારદાયક છે.
ગુજરાતની વિકાસયાત્રાને નવી ઊંચાઈએ લઈ જવા માટે રાજ્ય સરકારે વર્ષ 2026-27 નું અત્યાર સુધીનું સૌથી મોટું અને વિક્રમી બજેટ રજૂ કર્યું છે. નાણાંમંત્રીએ 4 લાખ 8 હજાર 53 કરોડનું બજેટ ગૃહ સમક્ષ મૂક્યું છે. આ બજેટનો મુખ્ય હેતુ અર્નિંગ વેલ-લીવીંગ વેલ છે. સરકારે પાંચ મુખ્ય સ્તંભો – સામાજિક સુરક્ષા, માનવ સંસાધન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આર્થિક પ્રવૃત્તિઓ અને ગ્રીન ગ્રોથ પર ભાર મૂક્યો છે. ચાલો જોઈએ આ બજેટમાં સામાન્ય જનતા માટે શું મોટી જાહેરાતો થઈ છે.
ખેડૂતો માટે મોટા સમાચાર: જમીન હવે 'જૂની શરત'ની
ખેડૂતો અને મધ્યમ વર્ગ માટે સરકારે એક ક્રાંતિકારી નિર્ણય લીધો છે. ગ્રામ્ય વિસ્તારોમાં જે જમીનો 'નવી શરત', 'અવિભાજ્ય' કે 'પ્રતિબંધિત સત્તા પ્રકાર'ની હતી, તે હવે આપોઆપ **'જૂની શરત'**ની ગણાશે. આ નિર્ણયનો સૌથી મોટો ફાયદો એ થશે કે ખેડૂતોએ હવે પ્રીમિયમ ભરવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. જમીન વેચાણ કે અન્ય વ્યવહારમાં સરળતા રહેશે.
મુસાફરો માટે સુવિધા: 2400 થી વધુ નવી બસો
જાહેર પરિવહનને વધુ આરામદાયક બનાવવા માટે સરકારે ST નિગમમાં 2463 નવી બસો ઉમેરવાની જાહેરાત કરી છે.
આમાં 500 AC ઈલેક્ટ્રિક બસો હશે
આદિવાસી વિસ્તારો, વિદ્યાર્થીઓ અને ઔદ્યોગિક શ્રમિકો માટે ખાસ 500 મીડી બસો મૂકવામાં આવશે.
આ નવી બસો અને સુવિધાઓ માટે કુલ 1286 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
કર્મચારીઓ અને પોલીસ વિભાગ માટે ભેટ
કર્મચારી આરોગ્ય કવચ: રાજ્ય સરકારના 6.40 લાખ જેટલા કર્મચારીઓ અને પેન્શનરોને હવે PMJAY યોજનાના ધોરણે 10 લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર મળશે.
પોલીસ આવાસ: પોલીસ જવાનો અને તેમના પરિવાર માટે આગામી 5 વર્ષમાં 20,444 નવા મકાનો બનાવવામાં આવશે, જેના માટે આ બજેટમાં 1571 કરોડની જોગવાઈ છે.
હાઈ-ટેક પોલીસિંગ: પોલીસ વિભાગને વધુ સ્માર્ટ બનાવવા 'Data Fusion Centre' અને AI સેન્ટર શરૂ થશે. તેમજ ઈમરજન્સી માટે 'ડાયલ-112 જનરક્ષક' પ્રોજેક્ટમાં 3000 લોકોનો સ્ટાફ ઊભો કરાશે.
પર્યાવરણ: કચ્છના રણથી અરવલ્લી સુધી હરિયાળી
'ગ્રીન ગ્રોથ'ના સંકલ્પ સાથે સરકારે પર્યાવરણ સુધારણા માટે પણ મહત્વના પગલાં લીધા છે.
કચ્છ: ગાંડા બાવળને દૂર કરી ત્યાં વાંસ અને સ્થાનિક વૃક્ષો વાવવામાં આવશે. બન્ની વિસ્તારમાં ઘાસચારાના મેદાનો ફરી વિકસાવવા માટે 97 કરોડ ફાળવાયા છે.
ગ્રીન બેલ્ટ: અરવલ્લી પર્વતમાળા અને નદીઓના કાંઠે ધોવાણ અટકાવવા વૃક્ષારોપણ માટે 32 કરોડની જોગવાઈ છે.
એકંદરે, આ બજેટમાં ખેડૂતની જમીન સુધારણાથી લઈ નોકરિયાત વર્ગના સ્વાસ્થ્ય અને સામાન્ય મુસાફરોની સગવડ સુધી તમામ વર્ગોને આવરી લેવાનો પ્રયાસ થયો છે. 4.08 લાખ કરોડનું આ બજેટ વિકસિત ગુજરાતના પાયાને મજબૂત કરશે તેવી આશા છે.
વર્ષ 2026 ઉજવાશે ‘ગુજરાત પ્રવાસન વર્ષ' તરીકે
ગુજરાત હવે માત્ર ઔદ્યોગિક રાજ્ય રહ્યું નથી, પરંતુ તે વિશ્વના પ્રવાસન નકશા પર પણ એક મોટું નામ બની ગયું છે. રાજ્યના બજેટમાં નાણાંમંત્રીએ પ્રવાસન ઉદ્યોગ અને પાયાની સુવિધાઓ જેવી કે પાણી અને રસ્તાઓ પર વિશેષ ભાર મૂક્યો છે. વર્ષ 2025-26 માં રેકોર્ડબ્રેક 22 કરોડ થી વધુ પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત લીધી છે, જેને ધ્યાનમાં રાખીને સરકારે આગામી વર્ષ 2026 ને "ગુજરાત પ્રવાસન વર્ષ" તરીકે ઉજવવાની મોટી જાહેરાત કરી છે.
ચાલો જોઈએ, પ્રવાસન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે બજેટમાં શું ખાસ છે.
ગુજરાત બનશે ગ્લોબલ ટુરિઝમ અને વેડિંગ ડેસ્ટિનેશન
ગુજરાતની મહેમાનગતિ અને ભવ્ય વારસાને વિશ્વ સમક્ષ મૂકવા માટે સરકારે કમર કસી છે.
Wed in Gujarat: લોકો લગ્ન માટે વિદેશ જવાને બદલે ગુજરાત આવે તે માટે "Wed in Gujarat" કેમ્પેઈન શરૂ કરવામાં આવશે.
હેરીટેજ ટુરિઝમ: લોથલ ખાતે વિશ્વકક્ષાનું 'નેશનલ મેરીટાઇમ હેરીટેજ મ્યુઝિયમ' બની રહ્યું છે. ધોળાવીરા અને લોથલ જેવા ઐતિહાસિક સ્થળોએ પ્રવાસીઓને સારી માહિતી મળે તે માટે 1000 ટુરિસ્ટ ગાઈડ તૈયાર કરવામાં આવશે. આ પ્રોજેક્ટ્સ માટે 95 કરોડ ની જોગવાઈ છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી: એકતાનગર હવે વૈશ્વિક આઈકોન બની ગયું છે. ત્યાં વધુ સુવિધાઓ વિકસાવવા માટે 236 કરોડ ફાળવવામાં આવ્યા છે. સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે 'સરદાર@150 : યુનિટી માર્ચ' નું પણ આયોજન થશે.
યાત્રાધામોનો કાયાકલ્પ: શ્રદ્ધા સાથે સુવિધા
આપણા યાત્રાધામો માત્ર આસ્થાના કેન્દ્રો નહીં, પરંતુ સુવિધાયુક્ત પ્રવાસન સ્થળો પણ બને તેવું સરકારનું આયોજન છે.
સોમનાથ: સોમનાથ મંદિરના 1000 વર્ષના ગૌરવશાળી ઇતિહાસને યાદ કરવા "સોમનાથ સ્વાભિમાન પર્વ" ઉજવાશે. સોમનાથ અને શિવરાજપુર બીચના વિકાસ માટે 60 કરોડ ફાળવાયા છે.
અંબાજી કોરીડોર: માતાજીના ધામ અંબાજીનો સર્વાંગી વિકાસ કરવા 'અંબાજી કોરીડોર માસ્ટરપ્લાન' અમલમાં મુકાશે, જેના માટે 300 કરોડ ની મોટી રકમ ફાળવી છે.
અન્ય તીર્થસ્થળો: બહુચરાજી, ગિરનાર અને નર્મદા પરિક્રમા પથ પર સુવિધાઓ વધારવા 55 કરોડ ની જોગવાઈ છે.
બસ પોર્ટ: સોમનાથમાં એરપોર્ટ જેવી સુવિધા ધરાવતું બસ પોર્ટ અને અંબાજીમાં આઈકોનિક બસ સ્ટેશન બનાવવા માટે 447 કરોડ નું આયોજન છે.
'જીવન ધારા': નળથી જળની ખાતરી
શહેરીજનો માટે એક રાહતના સમાચાર છે. 32 શહેરી સંસ્થાઓમાં લોકોને દરરોજ પૂરતું અને ચોખ્ખું પાણી મળી રહે તે માટે મિશન "દૈનિક પાણી પુરવઠો - જીવન ધારા" શરૂ કરવામાં આવશે. આ માટે 100 કરોડ ની પ્રારંભિક જોગવાઈ છે.
સાથે જ, ગુજરાતને "ડમ્પ ફ્રી" (કચરાના ઢગલા મુક્ત) બનાવવાનું કામ જોરશોરથી ચાલુ છે. અત્યાર સુધીમાં 253 લાખ મેટ્રિક ટન કચરો સાફ કરી દેવાયો છે.
રસ્તાઓ: ગતિ અને પ્રગતિ
સારા રસ્તાઓ વિકાસની ધોરી નસ છે.
હાઈ-સ્પીડ કોરિડોર: રાજ્યના 1155 કિ.મી. લાંબા રસ્તાઓને 'ગરવી ગુજરાત હાઈ-સ્પીડ કોરિડોર' તરીકે જાહેર કરાયા છે. આ રસ્તાઓ માટે 800 કરોડ ફાળવાયા છે.
ગ્રામીણ રસ્તા: ગામડાઓને પાકા રસ્તાથી જોડવા અને કોઝવેના સ્થાને ઊંચા પુલ બનાવવા 'મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના' હેઠળ 5600 કરોડ ની જંગી જોગવાઈ કરવામાં આવી છે.
આ બજેટમાં સરકારે 'વિકાસ ભી, વિરાસત ભી' (વિકાસ પણ અને વારસો પણ) ના મંત્રને સાકાર કર્યો છે. 2026 માં જ્યારે ગુજરાત પ્રવાસન વર્ષ ઉજવશે, ત્યારે તે માત્ર પ્રવાસીઓ માટે જ નહીં, પરંતુ સ્થાનિક રોજગારી માટે પણ સુવર્ણ વર્ષ સાબિત થશે.
અમદાવાદ બનશે ‘ઓલિમ્પિક રેડી સિટી'
‘વિકસિત ગુજરાત @2047'ના સ્વપ્નને સાકાર કરવા માટે રાજ્ય સરકારે બજેટમાં ભવિષ્યલક્ષી પ્રોજેક્ટ્સનો ખજાનો ખોલી દીધો છે. આ વખતે સરકારનું ફોકસ માત્ર વર્તમાન સુધારવા પર નથી, પરંતુ આગામી 5 થી 10 વર્ષમાં ગુજરાત કેવું દેખાશે તેના પર છે. ખાસ કરીને શહેરી વિકાસ, સ્પોર્ટ્સ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જે જાહેરાતો થઈ છે, તે ગુજરાતની કાયાપલટ કરવા સક્ષમ છે.
અમદાવાદ બનશે 'ઓલિમ્પિક રેડી સિટી'
ગુજરાત માટે ગૌરવની વાત એ છે કે રાજ્ય 2030 માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવા જઈ રહ્યું છે. આ આયોજન માત્ર રમતગમત પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેનાથી પ્રવાસન, હોટેલ અને ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં રોજગારીનો ધોધ વહેશે.
આ માટે અમદાવાદને "ઓલિમ્પિક રેડી સિટી" તરીકે વિકસાવવામાં આવશે. શહેરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, આધુનિક સ્ટેડિયમ અને મેટ્રો જેવી સુવિધાઓ ઉભી કરવા માટે સરકારે 1278 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. આ તૈયારીઓ રાજ્યને વૈશ્વિક નકશા પર ચમકાવશે.
શહેરોનું ભારણ ઘટાડવા 5 નવા 'સેટેલાઇટ ટાઉન'
વધતા જતા શહેરીકરણને પહોંચી વળવા અને મુખ્ય શહેરો પરનું ભારણ ઘટાડવા સરકારે એક માસ્ટર સ્ટ્રોક માર્યો છે. રાજ્યના મોટા શહેરોની નજીક આધુનિક સુવિધાઓ વાળા 5 નવા સેટેલાઇટ ટાઉન વિકસાવવામાં આવશે.
આ લિસ્ટમાં કલોલ, સાણંદ, સાવલી, બારડોલી અને હિરાસરનો સમાવેશ થાય છે. સૌથી મહત્વની વાત એ છે કે આ નવા ટાઉન્સને મોટા શહેરો સાથે જોડવા માટે 'રીજનલ રેપિડ ટ્રાન્ઝીટ સિસ્ટમ' શરૂ કરવામાં આવશે, જેથી લોકો સરળતાથી અપ-ડાઉન કરી શકે.
શહેરી વિકાસ માટે 'સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના'નું બજેટ 17% વધારીને 16,116 કરોડ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શહેરોમાં પાર્કિંગની સમસ્યા ઉકેલવા 100 કરોડના ખર્ચે સ્માર્ટ પાર્કિંગ બનાવાશે.
વાયર-ફ્રી સિટી અને ગ્રીન એનર્જી
શહેરોની સુંદરતા વધારવા અને સલામતી માટે "ગુજરાત વાયર-ફ્રી સીટી મિશન" જાહેર કરાયું છે. જેમાં લટકતા વીજ વાયરોને અંડરગ્રાઉન્ડ કેબલમાં ફેરવવા માટે 500 કરોડ રૂપિયા ફાળવાયા છે. રાષ્ટ્રીય સુરક્ષા માટે સરહદી વિસ્તારોમાં પણ 100 કરોડના ખર્ચે આધુનિક કેબલ નેટવર્ક નખાશે.
ઉર્જા ક્ષેત્રે પણ નવા પ્રયોગો થશે:
કડાણા ડેમ: અહીં પાણીની સપાટી પર સોલાર પેનલ લગાવીને વીજળી ઉત્પન્ન કરવા 150 કરોડના ખર્ચે 'ફ્લોટિંગ સોલર પ્રોજેક્ટ' શરૂ થશે.
અંબાજી કોપર પ્રોજેક્ટ: આયાત ઘટાડવા માટે અંબાજીમાં રાજ્યની પહેલી ભૂગર્ભ કોપર-લેડ-ઝીંક ખાણ શરૂ કરાશે, જેના માટે 613 કરોડ ફાળવાયા છે.
લિગ્નાઇટ ગેસિફિકેશન: પ્રદૂષણ ઘટાડવા લિગ્નાઇટમાંથી ગેસ બનાવવા માટે 300 કરોડની જોગવાઈ છે.
એક જ પોર્ટલ પર તમામ સરકારી સેવા
નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે તે માટે 'Gujarat Unified Digital Stack' શરૂ કરવામાં આવશે. આ એક એવું ડિજિટલ પ્લેટફોર્મ હશે જ્યાંથી તમામ સરકારી સેવાઓ એક જ જગ્યાએ મળશે. વારંવાર દસ્તાવેજો આપવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. આ પ્રોજેક્ટ માટે 100 કરોડનું આયોજન છે.
કોમનવેલ્થ ગેમ્સની યજમાનીથી લઈને સ્માર્ટ શહેરો અને ડિજિટલ ક્રાંતિ સુધીની આ જાહેરાતો દર્શાવે છે કે સરકાર ગુજરાતને એક મોડર્ન અને ગ્લોબલ સ્ટેટ બનાવવા માંગે છે. આ પ્રોજેક્ટ્સ પૂરા થતા ગુજરાતના વિકાસની ગતિ અને દિશા બંને બદલાઈ જશે.
બજેટમાં નારીશક્તિનો સૂર્યોદય
વિકસિત ગુજરાતના નિર્માણમાં 'નારીશક્તિ'નો ફાળો અમૂલ્ય છે. આ વાતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે બજેટમાં મહિલાઓના શિક્ષણ, સ્વાસ્થ્ય અને સ્વાવલંબન માટે તિજોરીના દ્વાર ખોલી દીધા છે. સાથે જ, 2047 સુધીમાં ગુજરાતને વિકસિત બનાવવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈન્ડસ્ટ્રીઝ માટે પણ મોટા પ્લાન રજૂ કર્યા છે. ચાલો જોઈએ આ બજેટમાં મહિલાઓ અને ભવિષ્યના ગુજરાત માટે શું ખાસ છે.
મહિલા સશક્તિકરણ: શિક્ષણથી રોજગાર સુધી
સરકારે મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા માટે અનેક મહત્વની જાહેરાતો કરી છે:
નવી યોજના - નમો કૌશલ્ય લક્ષ્મી: ટેકનિકલ શિક્ષણમાં દિકરીઓનો રસ વધે તે માટે સરકારે ITI માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે ‘નમો કૌશલ્ય લક્ષ્મી યોજના’ જાહેર કરી છે. આ માટે 40 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
નમો લક્ષ્મી યોજના: ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી દિકરીઓ ડ્રોપ-આઉટ ન થાય તે માટે આ યોજના ખૂબ સફળ રહી છે. આ વર્ષે તેના માટે 1250 કરોડ ની મોટી જોગવાઈ કરવામાં આવી છે.
લખપતિ દીદી અને સખી મંડળ: મહિલાઓ પોતાના પગ પર ઉભી રહે અને બિઝનેસ કરે તે માટે 'લખપતિ દીદી' અભિયાન અંતર્ગત 47 કરોડ અને સખી મંડળોને લોન પર વ્યાજ સહાય આપવા 45 કરોડ ફાળવાયા છે.
પોષણ અને સુરક્ષા: આંગણવાડીના બાળકો અને સગર્ભા માતાઓને પૌષ્ટિક આહાર મળી રહે તે માટે 972 કરોડ અને વિધવા બહેનો માટેની 'ગંગા સ્વરૂપા યોજના' માટે 2848 કરોડ રૂપિયાની જંગી રકમ ફાળવવામાં આવી છે. આ ઉપરાંત મહિલા સુરક્ષા માટે 181 હેલ્પલાઈન અને CCTV નેટવર્કને વધુ મજબૂત બનાવવામાં આવશે.
વિકસિત ગુજરાત @2047: ભવિષ્યનો રોડમેપ
ગુજરાતના વિકાસને લાંબા ગાળા સુધી ટકાવી રાખવા માટે સરકારે GRIT (ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન) ની રચના કરી છે.
ઇકોનોમિક માસ્ટર પ્લાન: રાજ્યના જુદા જુદા વિસ્તારો જેવા કે દક્ષિણ, મધ્ય, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને દરિયાકાંઠાના વિસ્તાર માટે અલગથી 6 માસ્ટર પ્લાન તૈયાર થયા છે. આ માટે 2000 કરોડ ની જોગવાઈ છે, જે ત્યાં રોજગારી અને ઉદ્યોગો વધારશે.
વિકસિત ગુજરાત ફંડ: લાંબા ગાળાના મોટા પ્રોજેક્ટ્સ માટે કુલ 50,000 કરોડનું ફંડ બનાવવાનું લક્ષ્ય છે, જેમાંથી આ વર્ષે 10,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સેમીકન્ડક્ટર હબ
ગુજરાતને વૈશ્વિક કક્ષાએ લઈ જવા માટે આધુનિક સુવિધાઓ અનિવાર્ય છે.
નવા એક્સપ્રેસ વે: પ્રવાસન અને સંસ્કૃતિને જોડતા 'નમો શક્તિ એક્સપ્રેસ વે' અને 'સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ વે' માટે 3000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
ધોલેરા અને સેમીકોન સીટી: ધોલેરા અને સાણંદ હવે ભારતની 'ચિપ' (Chip) બનાવતી ફેક્ટરીઓનું હબ બની રહ્યા છે. ધોલેરા સર (SIR) માં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, પાણી, રસ્તા અને સ્માર્ટ સુવિધાઓ વિકસાવવા માટે 610 કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે.
સરકારનું આ બજેટ સ્પષ્ટ કરે છે કે ગુજરાત હવે પરંપરાગત વિકાસથી આગળ વધીને 'નેક્સ્ટ જનરેશન' વિકાસ તરફ જઈ રહ્યું છે. એક તરફ દિકરીઓને કૌશલ્યવર્ધક તાલીમ આપીને સશક્ત કરાઈ રહી છે, તો બીજી તરફ ધોલેરા જેવા સ્માર્ટ સિટી દ્વારા વૈશ્વિક ઉદ્યોગોને આમંત્રણ અપાઈ રહ્યું છે.
‘જગતના તાત'ની વહારે સરકાર
ગુજરાતનો ખેડૂત સુખી તો આખું રાજ્ય સુખી - આ મંત્ર સાથે રાજ્ય સરકારે અન્નદાતાઓ માટે બજેટમાં અનેક મોટી ભેટ આપી છે. કુદરતી આફતોનો સામનો કરી રહેલા ખેડૂતોને બેઠા કરવાથી લઈને ખેતરો સુધી પાણી પહોંચાડવા સુધીની તમામ બાબતોને આ બજેટમાં આવરી લેવામાં આવી છે. ચાલો જોઈએ, ખેતી અને પશુપાલન ક્ષેત્રે સરકારની આ વખતની મુખ્ય જાહેરાતો કઈ છે.
કુદરતી આફતો સામે સુરક્ષા કવચ
છેલ્લા કેટલાક સમયમાં કમોસમી વરસાદ અને પૂરે ખેડૂતોની ચિંતા વધારી હતી. આ મુશ્કેલ સમયમાં સરકાર ખેડૂતોની પડખે અડીખમ ઊભી રહી છે.
રાહત પેકેજ: કુદરતી આફતોથી થયેલા નુકસાન સામે 33 લાખ થી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને મદદ કરવા 11,000 કરોડ થી વધુનું કૃષિ રાહત પેકેજ આપી તાત્કાલિક સહાય પહોંચાડવામાં આવી છે.
ટેકાના ભાવે ખરીદી: 'વાવણીથી વેચાણ સુધી'ના અભિગમ સાથે, બજારમાં ભાવોની વધ-ઘટ વચ્ચે ખેડૂતોને નુકસાન ન જાય તે માટે સરકારે 9.50 લાખ ખેડૂતો પાસેથી 18,000 કરોડ ની મગફળી, કપાસ, સોયાબીન વગેરેની ખરીદી કરી છે.
ખેતીમાં આધુનિકતા અને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ
ખેતી હવે માત્ર પરંપરાગત વ્યવસાય નથી રહ્યો, તેમાં ટેકનોલોજીનો ઉમેરો જરૂરી બન્યો છે.
સાધન સહાય: ટ્રેક્ટર, હાર્વેસ્ટર અને પાવર ટીલર જેવા સાધનો વસાવવા માટે નાના અને સીમાંત ખેડૂતોને મદદરૂપ થવા 1565 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
પ્રાકૃતિક ખેતી: વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે તેના માર્કેટિંગ, સર્ટિફિકેશન અને બ્રાન્ડિંગ માટે 39 કરોડ ફાળવવામાં આવ્યા છે.
સેન્ટર ઓફ એક્સલન્સ: રાજ્યમાં ડાંગર, કઠોળ અને તેલીબિયાં જેવા પાકો માટે 6 નવા 'સેન્ટર ઓફ એક્સલન્સ' ઊભા કરવામાં આવશે, જેના માટે 12 કરોડ ની જોગવાઈ છે.
ખેતર સુધી પાણી: સિંચાઈ વ્યવસ્થા મજબૂત
પાણી એ ખેતીનો પ્રાણ છે. નર્મદાના નીરને છેવાડાના વિસ્તારો સુધી પહોંચાડવા માટે સરકારે કમર કસી છે.
મહત્વની પરિયોજનાઓ: સુજલામ સુફલામ યોજના માટે 1237 કરોડ, સૌની યોજના (સૌરાષ્ટ્ર) માટે 473 કરોડ અને કચ્છની યોજના માટે 1333 કરોડ એમ કુલ 3043 કરોડ રૂપિયાની મોટી રકમ ફાળવવામાં આવી છે.
નળકાંઠા વિસ્તાર: અમદાવાદના નળકાંઠા વિસ્તારના ગામોમાં સિંચાઈ સુવિધાના બીજા તબક્કાના કામ માટે 958 કરોડ ની જોગવાઈ કરાઈ છે.
સૂક્ષ્મ સિંચાઈ: 'પર ડ્રોપ મોર ક્રોપ' (ઓછા પાણીએ વધુ પાક) અભિગમ હેઠળ અત્યાર સુધીમાં 25 લાખ હેક્ટર જમીન આવરી લેવાઈ છે અને આ કામગીરી હજુ આગળ વધારવામાં આવશે.
પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ
ખેતીની સાથે પશુપાલન એ ગ્રામીણ અર્થતંત્રનો મુખ્ય આધાર છે.
ગૌ સેવા: ગાયોના સંરક્ષણ અને નિભાવ માટેની 'ગૌ માતા પોષણ યોજના' માટે 500 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
મત્સ્ય ઉદ્યોગ: માછીમારો માટે બોટ, સાધનો અને કોલ્ડ સ્ટોરેજ જેવી સુવિધાઓ માટે 1340 કરોડ ની જોગવાઈ છે.
ગ્રીન એનર્જી: સહકારી મંડળીઓમાં અનાજ સંગ્રહ ઉપરાંત, રાજ્યના 4 ઝોનમાં 'બાયો સીએનજી પ્લાન્ટ' સ્થાપવામાં આવશે. આનાથી પશુપાલકોને ગોબરમાંથી પૂરક આવક મળશે અને વાહનો માટે ગ્રીન ઈંધણ મળશે. આ પ્રોજેક્ટ માટે 112 કરોડ ફાળવાયા છે.
ધિરાણ સુવિધા
ખેડૂતો અને પશુપાલકોને સમયે નાણાં મળી રહે તે માટે 'કિસાન ક્રેડિટ કાર્ડ' (KCC) અંતર્ગત વ્યાજ સહાય પેટે 1539 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
સરકારનો આ બજેટ દસ્તાવેજ દર્શાવે છે કે ખેતી અને પશુપાલન ક્ષેત્રે આધુનિકતા લાવવાની સાથે સાથે ખેડૂતોને આર્થિક સુરક્ષા પૂરી પાડવી એ સરકારની પ્રાથમિકતા છે. સિંચાઈના નવા પ્રોજેક્ટ્સ અને યંત્રોની સહાયથી ગુજરાતના કૃષિ વિકાસ દરને વધુ વેગ મળશે તે નક્કી છે.
ગુજરાતના ભવિષ્યને સશક્ત બનાવવા માટે રાજ્ય સરકારે આ વખતના બજેટમાં યુવાનો, વિદ્યાર્થીઓ અને શ્રમયોગીઓ પર વિશેષ કળશ ઢોળ્યો છે. રાજ્યની 36% વસ્તી યુવા વર્ગની છે, ત્યારે તેમના શિક્ષણ, કૌશલ્ય અને રોજગારી માટે તિજોરી ખોલી દેવામાં આવી છે. શિક્ષણથી લઈને શ્રમિકોના ભોજન સુધીની તમામ બાબતોને આવરી લેતી આ મહત્વની જાહેરાતો પર એક નજર કરીએ.
વિદ્યાર્થીઓ માટે બજેટમાં શું છે ખાસ?
સરકારે શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી નિર્ણયો લીધા છે, જેનો સીધો લાભ લાખો વિદ્યાર્થીઓને મળશે:
શિષ્યવૃત્તિમાં મોટી રાહત: અનુસૂચિત જાતિ (SC) અને આદિજાતિ (ST) ના કુમાર (Boys) વિદ્યાર્થીઓ માટે પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિની વાર્ષિક આવક મર્યાદા જે અત્યાર સુધી 2.50 લાખ રૂપિયા હતી, તે વધારીને હવે 6 લાખ રૂપિયા કરવામાં આવી છે. કન્યાઓ માટે તો આવક મર્યાદાનો કોઈ બાધ નથી જ. કુલ 97 લાખ વિદ્યાર્થીઓ માટે 5967 કરોડ રૂપિયાની શિષ્યવૃત્તિ ફાળવવામાં આવી છે.
છાત્રાલય સહાયમાં વધારો: આશ્રમશાળાઓ અને ગ્રાન્ટ-ઈન-એઈડ છાત્રાલયોમાં રહેતા આદિજાતિ, પછાત અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને મળતી માસિક ભોજન સહાય 2160 રૂપિયાથી વધારીને 2500 રૂપિયા કરવામાં આવી છે. આ નિર્ણયથી આશરે 2,77,552 વિદ્યાર્થીઓને ફાયદો થશે.
નવી શાળાઓ અને લાઈબ્રેરી: રાજ્યમાં 926 નવી PM શ્રી શાળાઓ શરૂ થશે. આ ઉપરાંત, બાલવાટિકાથી ધોરણ-10 સુધીનું શિક્ષણ એક જ કેમ્પસમાં મળે તેવી 'સંકલિત શાળાઓ' માટે 120 કરોડ ફાળવાયા છે. ગાંધીનગરમાં અત્યાધુનિક ડિજિટલ સુવિધા સાથેની 'નમો સેન્ટ્રલ લાઈબ્રેરી' બનશે, અને આદિજાતિ વિસ્તારના 15 તાલુકાઓમાં પણ નવી લાઈબ્રેરીઓ શરૂ કરાશે.
શ્રમિકો અને ગ્રામીણ રોજગારી માટે મહત્વના પગલાં
બાંધકામ સાથે જોડાયેલા શ્રમિકો અને ગામડાના લોકો માટે સરકારે સંવેદનશીલ અભિગમ અપનાવ્યો છે:
શ્રમિક અન્નપૂર્ણા યોજના: કડિયા કામ કરતા કે અન્ય બાંધકામ શ્રમિકોને પૌષ્ટિક ભોજન મળી રહે તે માટે હાલના કેન્દ્રોમાં વધારો કરી નવા 121 કેન્દ્રો શરૂ કરવામાં આવશે.
આરોગ્ય રથ: કામના સ્થળે જ શ્રમિકોને દવા મળી રહે તે માટે નવા 50 ધન્વંતરિ આરોગ્ય રથ શરૂ થશે. આ બંને સુવિધાઓ માટે 260 કરોડની જોગવાઈ છે.
રોજગારીના દિવસો વધ્યા: ગામડાઓમાં રોજગારી આપતી યોજનામાં મોટો ફેરફાર કરીને કામના દિવસો 100 થી વધારીને 125 દિવસ કરવામાં આવ્યા છે. 'વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર' (VB-G RAM G) મિશન હેઠળ આ માટે 1500 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
કૌશલ્ય અને રિસર્ચ: ભવિષ્યની તૈયારી
રિસર્ચ પાર્ક: વિદ્યાર્થીઓમાં સંશોધન વૃત્તિ વધે તે માટે અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે IIT ની તર્જ પર રિસર્ચ પાર્ક બનાવવામાં આવશે, જેના માટે 51 કરોડ ફાળવાયા છે.
એપ્રેન્ટીસશીપ: યુવાનોને નોકરી સાથે તાલીમ મળે તે માટે 'મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના' હેઠળ તાલીમાર્થીઓને માસિક 3000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે.
આ બજેટમાં વિદ્યાર્થીના ભણતરથી લઈને તેની કારકિર્દી સુધી અને શ્રમિકના ભોજનથી લઈને તેના સ્વાસ્થ્ય સુધીની ચિંતા કરવામાં આવી છે. ખાસ કરીને શિષ્યવૃત્તિની મર્યાદા વધારવાનો નિર્ણય મધ્યમ વર્ગના પરિવારો માટે મોટી રાહત સમાન છે.
ગુજરાત તેની વેપારી સૂઝ અને સાહસિકતા માટે જાણીતું છે, પરંતુ હવે રાજ્ય સરકાર તેને એક 'પોલિસી ડ્રીવન સ્ટેટ' તરીકે સ્થાપિત કરવા તરફ મક્કમ ડગલાં ભરી રહી છે. આગામી સમયમાં ટેકનોલોજી અને કુદરતી સંસાધનોનો યોગ્ય ઉપયોગ કરીને વિકાસની નવી ઊંચાઈઓ સર કરવા માટે સરકારે કેટલીક મહત્વપૂર્ણ નીતિઓની જાહેરાત કરી છે. આ નીતિઓમાં ગુજરાત સ્પેસટેક પોલિસી અને ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કોમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી જેવા વિષયો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
રાજ્ય સરકારનો મુખ્ય હેતુ આધુનિક ટેકનોલોજી દ્વારા ગવર્નન્સને વધુ સરળ અને પ્રભાવી બનાવવાનો છે. જે અંતર્ગત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આનાથી રાજ્યની યુવા પ્રતિભાઓને સંશોધન અને કુશળતા વધારવા માટે નવા પ્લેટફોર્મ મળશે. ખાસ કરીને સેમી કન્ડક્ટર્સ અને હાઈ વેલ્યુ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ગુજરાત હવે દેશનું હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે. આ ટેકનોલોજીનો ઉપયોગ કૃષિ, આપત્તિ વ્યવસ્થાપન અને શહેરી આયોજનમાં પણ કરવામાં આવશે, જેનાથી સામાન્ય નાગરિકોના જીવનમાં મોટું પરિવર્તન આવશે.
આર્થિક ક્ષેત્રે ગુજરાતનો દબદબો
ગુજરાત આજે દેશના વિકાસનું એન્જિન ગણાય છે. દેશના કુલ જીડીપીમાં ગુજરાતનો ફાળો 8.2 ટકા જેટલો મોટો છે. આંકડાકીય દ્રષ્ટિએ જોઈએ તો ગુજરાતની માથાદીઠ આવક 3,01,000 રૂપિયા પર પહોંચી છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં 60 ટકાથી પણ વધુ છે. આ આર્થિક મજબૂતી જ ગુજરાતને આત્મનિર્ભર ભારત અને 'વિકસિત ગુજરાત @2047' ના લક્ષ્ય સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે.
GYAN મંત્ર દ્વારા સર્વગ્રાહી વિકાસ
સરકારે આ વખતના આયોજનમાં 'GYAN' એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા (ખેડૂત) અને નારીશક્તિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ ચાર સ્તંભોને મજબૂત કરવા માટે બજેટમાં અનેક કલ્યાણકારી જોગવાઈઓ સામેલ કરવામાં આવી છે.
ઘર સૌના માટે: ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને પોતાનું પાકું ઘર મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છે. પીએમ આવાસ યોજના, આંબેડકર આવાસ અને પંડિત દિનદયાળ આવાસ યોજના હેઠળ આ વર્ષે 3,15,000 થી વધુ નવા આવાસો બનાવવાનું આયોજન છે, જેના માટે 4272 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
શિક્ષણ અને આર્થિક સહાય: પછાત અને આદિજાતિ વર્ગના વિકાસ માટે સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણ માટે લોન અને સહાય આપવામાં આવે છે. છેલ્લા 3 વર્ષમાં 1,35,000 થી વધુ વિદ્યાર્થીઓએ આનો લાભ લીધો છે. આ કાર્યને વેગ આપવા 869 કરોડની જોગવાઈ કરાઈ છે.
અન્ન સુરક્ષા: રાજ્યના 75 લાખથી વધુ કુટુંબોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિનામૂલ્યે અનાજ પૂરું પાડવામાં આવી રહ્યું છે.
આરોગ્ય અને પોષણ પર વિશેષ ધ્યાન
તંદુરસ્ત સમાજ વિના વિકાસ શક્ય નથી. આ વાતને ધ્યાનમાં રાખીને રાજ્યની 53,000 થી વધુ આંગણવાડીઓને ડિજિટલ અને ભૌતિક રીતે આધુનિક બનાવવામાં આવી રહી છે. નવી 2000 આંગણવાડીઓના નિર્માણ માટે 360 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે.
આરોગ્ય ક્ષેત્રે 'પીએમ જન આરોગ્ય યોજના (PMJAY)' આશીર્વાદરૂપ સાબિત થઈ છે. અત્યાર સુધીમાં 2.72 કરોડથી વધુ લોકો આ યોજનામાં સામેલ થયા છે અને 68 લાખથી વધુ લોકોએ કેશલેસ સારવાર મેળવી છે. આ માટે બજેટમાં 3472 કરોડની જોગવાઈ સૂચવવામાં આવી છે.
એક મહત્વનો નિર્ણય લેતા, સરકારે અમદાવાદની કિડની હોસ્પિટલ (IKDRC) ખાતે મધ્યમ અને ગરીબ વર્ગના દંપતીઓ માટે IVF સુવિધા શરૂ કરી છે. હવે આ સુવિધાનો વ્યાપ વધારીને સુરત, ભાવનગર અને જામનગર જેવા શહેરોમાં પણ આ પ્રકારના સેન્ટરો શરૂ કરવામાં આવશે.
ગુજરાત સરકારની આ નવી નીતિઓ માત્ર આર્થિક આંકડા પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવાનો એક નિષ્ઠાવાન પ્રયાસ છે. સ્પેસટેક અને AI જેવી આધુનિક ટેકનોલોજીથી લઈને ગરીબ કલ્યાણની યોજનાઓ સુધીનું આ સંતુલન ગુજરાતને આગામી દાયકાઓમાં નવી ઊંચાઈઓ પર લઈ જશે.
ગુજરાતમાં 360 કરોડના ખર્ચે 2000 નવી આંગણવાડી બનશે
ગુજરાતમાં 360 કરોડના ખર્ચે 2000 નવી આંગણવાડી બનશે. “સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ” સાથે વિકસિત ભારત@૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવા ગુજરાત વહીવટી સુધારણા પંચ (GARC) દ્વારા અત્યાર સુધીમાં છ અહેવાલો રજૂ કરવામાં આવ્યા છે. જેમાં નાગરિક-કેન્દ્રિત સેવા, વહીવટી સુધારા તેમજ માનવ સંસાધન જેવા વિષયો પર અસરકારક ભલામણો આપવામાં આવી છે. જેનું અમલીકરણ સુશાસન અને કાર્યક્ષમ વહીવટની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહ્યું છે.
રાજ્યના સર્વગ્રાહી વિકાસ માટે સરકાર હવે 'છેવાડાના માનવી'ને પાયાની સુવિધાઓ આપવા પર વધુ ભાર મૂકી રહી છે. તાજેતરના બજેટમાં નાણાંમંત્રીએ બે મુખ્ય પાસાઓ – 'આવાસ' અને 'શિક્ષણ' પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ જોગવાઈઓ માત્ર આંકડા નથી, પરંતુ હજારો પરિવારોના જીવન ધોરણમાં સુધારો લાવવાની એક નક્કર યોજના છે.
"ઘર સૌના માટે": 3.15 લાખ પરિવારોને મળશે છત
કોઈપણ મધ્યમ કે ગરીબ વર્ગના પરિવાર માટે પોતાનું પાકું ઘર હોવું એ સૌથી મોટું સપનું હોય છે. સરકાર આ સપનાને વાસ્તવિકતામાં બદલવા માટે 'ઘર સૌના માટે'ના સંકલ્પ સાથે આગળ વધી રહી છે. આ હેતુ માટે બજેટમાં 4272 કરોડ રૂપિયાની માતબર રકમ ફાળવવામાં આવી છે.
આ વર્ષના લક્ષ્યાંકો અને યોજનાઓની વિગત નીચે મુજબ છે:
નવા આવાસ: આ વર્ષે રાજ્યમાં 3,15,000 થી વધુ નવા પાકાં મકાનો બનાવવાનું આયોજન છે.
વિવિધલક્ષી યોજનાઓ: આ યોજનાનો લાભ માત્ર શહેર પૂરતો મર્યાદિત નથી. તેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ અને શહેરી) ઉપરાંત ડૉ. આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના અને હળપતિ આવાસ યોજનાનો સમાવેશ થાય છે. હેતુ: ઝૂંપડપટ્ટી કે કાચા મકાનોમાં રહેતા પરિવારોને સન્માનજનક જીવન પૂરું પાડવું.
સામાજિક ઉત્કર્ષ: શિક્ષણ અને આર્થિક પગભરતા
સમાજના પછાત, નબળા વર્ગ અને આદિજાતિ સમુદાયના યુવાનો અન્ય વર્ગોની હરોળમાં આવી શકે તે માટે શિક્ષણ એ જ એકમાત્ર માર્ગ છે. સરકાર આ બાબતે અત્યંત સંવેદનશીલ રહી છે, જે બજેટની ફાળવણીમાં સ્પષ્ટ દેખાય છે.
સરકારે વિવિધ નિગમો મારફતે સામાજિક અને શૈક્ષણિક ઉત્કર્ષ માટે 869 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. આ અંતર્ગત મુખ્યત્વે નીચેની બાબતો પર ભાર મૂકવામાં આવ્યો છે:
ઉચ્ચ શિક્ષણમાં સહાય: આર્થિક નબળાઈને કારણે કોઈ તેજસ્વી વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે લોન અને આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે.
સફળ ટ્રેક રેકોર્ડ: છેલ્લા 3 વર્ષમાં સરકારના વિવિધ નિગમો દ્વારા 1,35,000 થી વધુ લાભાર્થીઓને આર્થિક મદદ કરીને તેમના જીવનમાં પરિવર્તન લાવવામાં આવ્યું છે.
જ્યારે કોઈ પરિવારને પાકું ઘર મળે છે અને તે પરિવારના સંતાનને ઉચ્ચ શિક્ષણ માટે સરકારી સહાય મળે છે, ત્યારે સાચા અર્થમાં સામાજિક ન્યાયની સ્થાપના થાય છે. ગુજરાત સરકારની આ જોગવાઈઓ રાજ્યની આર્થિક ગતિશીલતાની સાથે સામાજિક સુરક્ષાને પણ મજબૂત બનાવશે. આ પગલાં 'વિકસિત ગુજરાત'ના પાયાને વધુ મજબૂત કરશે એમાં કોઈ શંકા નથી.
આ બજેટ માત્ર આંકડાઓનો ખેલ નથી, પરંતુ ગુજરાતના ભવિષ્ય માટે, ખાસ કરીને આગામી કોમનવેલ્થ ગેમ્સ અને મહાનગરપાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલો એક મોટો 'માસ્ટરસ્ટ્રોક' સાબિત થઈ શકે છે. વિધાનસભા ગૃહમાં પશ્નોત્તરી કાળની શરૂઆતથી જ ગરમાગરમી જોવા મળી હતી. અધ્યક્ષે પ્રશ્નોત્તરી પેહલાં જ જીગ્નેશ મેવાણીને ચેતવ્યા છે કે કોઈ પણ જાતનું પોસ્ટર લઈને ઊભા થતા નહીં. બજેટના વિરોધમાં મેવાણી બ્લેક કલરનો શર્ટ પહેરીને આવ્યા છે.
PMમ મોદીના સંકલ્પનો ઉલ્લેખ
PM નરેન્દ્ર મોદીએ જનસેવક તરીકે જનસેવાના અવિરત 24 વર્ષ પૂર્ણ કરી ગુજરાત અને દેશના વિકાસને નવી દિશા આપી છે. સુશાસન અને જનકલ્યાણના કાર્યો દ્વારા જન અપેક્ષાઓને સાકાર કરી વિશ્વમાં ભારતનું ગૌરવ વધાર્યું છે અને એ સાથે ભારતને વિશ્વની ચોથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા બદલ ગુજરાતની સમગ્ર જનતા વતી હું તેમને અભિનંદન પાઠવું છું. વિકસિત ભારત@2024 અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને આગળ ધપાવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યની વિકાસયાત્રા આગળ વધી રહી છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.