Market and Budget 2026: 2026ના બજેટનો સમય નજીક આવ્યો છે ત્યારે માર્કેટમાં વોલેટાલિટી છે અને હવે બજારને કેવા બોનસની જરૂર છે તે વિશે વાતચીત કરીશું આજના આપણે જાણીશું ASK Hedge Solutionsના વૈભવ સંઘવી સાથે.
Market and Budget 2026: 2026ના બજેટનો સમય નજીક આવ્યો છે ત્યારે માર્કેટમાં વોલેટાલિટી છે અને હવે બજારને કેવા બોનસની જરૂર છે તે વિશે વાતચીત કરીશું આજના આપણે જાણીશું ASK Hedge Solutionsના વૈભવ સંઘવી સાથે.
વૈભવ સંઘવીનું કહેવુ છે કે બજારના ફંડામેન્ટલ ઘણા સુધર્યા છે. અર્થતંત્રનું સ્વાસ્થ્ય સાચી દિશામાં છે. બજેટમાં નાણાકીય શિસ્તતાને સાચવવી જરૂરી છે. નાણાકીય શિસ્તતાની સાથે રિફોર્મ્સ ચાલુ રાખવા જરૂરી. મૂડીની જરૂરત માત્ર સ્થાનિક રોકાણથી પુરી નહીં થાય.
વૈભવ સંઘવીના મતે વૈશ્વિક રોકાણને આકર્ષવા પણ ખૂબ જરૂરી છે. અન્ય દેશો તરફ મોટું વિદેશી રોકાણ આકર્ષાય છે. વૈશ્વિક રોકાણને કઇ રીતે આકર્ષવા તેના પર ધ્યાન જરૂરી છે. FDI માટે કેપિટલ ગેન્સ ટેક્સ નાબૂદ કરવો જોઇએ. કેપેક્સ અને ઇન્વેસ્ટમેન્ટ સાઇકલને રિવાઇવ કરવા પગલા લેવાયા.
વૈભવ સંઘવીનું માનવું છે કે કન્ઝમ્પ્શન વધારવા માટે પણ પગલા સતત યથાવત્ રાખવા જોઇએ. ખાનગી કેપેક્સમાં નવા સેક્ટર પણ જોવા મળ્યા. કૃષિ સેક્ટરની સ્થિતિ સરકારના પગલા પ્રમાણે સારી છે. મધ્યમ ગાળાના હિસાબે બેન્ક સેક્ટર સારૂ પ્રદર્શન કરશે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઑટો સેક્ટર સારૂ કરશે. લાંબા ગાળાના હિસાબે AI, ડેટા સેન્ટરમાં મોટી તક છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.