ટાટા ટ્રસ્ટમાં મોટો ફેરફાર, વાઇસ ચેરમેન વિજય સિંહે સર રતન ટાટા ટ્રસ્ટ છોડ્યું, જાણો શું છે 400 કરોડનો મામલો | Moneycontrol Gujarati
Get App

ટાટા ટ્રસ્ટમાં મોટો ફેરફાર, વાઇસ ચેરમેન વિજય સિંહે સર રતન ટાટા ટ્રસ્ટ છોડ્યું, જાણો શું છે 400 કરોડનો મામલો

ટાટા ટ્રસ્ટમાં ચાલી રહેલા આંતરિક વિખવાદ વચ્ચે વાઇસ ચેરમેન વિજય સિંહે સર રતન ટાટા ટ્રસ્ટમાંથી રાજીનામું આપ્યું છે. જાણો આ નિર્ણયની ટાટા સન્સ પર શું અસર થશે.

અપડેટેડ 05:11:30 PM Aug 11, 2026 પર
Story continues below Advertisement
દેશના પૂર્વ સંરક્ષણ સચિવ રહી ચૂકેલા વિજય સિંહે SRTT માં પોતાનો કાર્યકાળ ન લંબાવવાનો નિર્ણય લીધો છે. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર, તેઓ સર દોરાબજી ટાટા ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે પોતાનું કામ ચાલુ રાખશે.

ટાટા ગ્રુપ સાથે જોડાયેલા એક ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. ટાટા ટ્રસ્ટના વાઇસ ચેરમેન વિજય સિંહે સર રતન ટાટા ટ્રસ્ટમાંથી વિદાય લીધી છે. તેમનો કાર્યકાળ 14 ઓગસ્ટના રોજ પૂર્ણ થવા જઈ રહ્યો હતો, પરંતુ તેમણે તે પહેલા જ પોતાનું પદ છોડી દીધું છે.

કાર્યકાળ વધારવાનો ઇનકાર

દેશના પૂર્વ સંરક્ષણ સચિવ રહી ચૂકેલા વિજય સિંહે SRTT માં પોતાનો કાર્યકાળ ન લંબાવવાનો નિર્ણય લીધો છે. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર, તેઓ સર દોરાબજી ટાટા ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે પોતાનું કામ ચાલુ રાખશે. તમને જણાવી દઈએ કે, ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સમાં SRTT અને SDTT આ બંને ટ્રસ્ટ મળીને લગભગ 66 ટકા જેટલો મોટો હિસ્સો ધરાવે છે.

શું છે આંતરિક ખેંચતાણ અને કાનૂની વિવાદ?

વિજય સિંહે એવા સમયે રાજીનામું આપ્યું છે, જ્યારે ટાટા ટ્રસ્ટમાં આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે. મહારાષ્ટ્ર ચેરીટી કમિશનરે મે મહિનામાં એકતરફી નિર્ણય લેતા SRTTની ટ્રસ્ટીઓની મીટિંગ બોલાવવા પર રોક લગાવી દીધી હતી.


આ વિવાદ 'મહારાષ્ટ્ર પબ્લિક ટ્રસ્ટ એક્ટ' માં થયેલા સુધારાને લઈને છે. નવા નિયમ મુજબ, કોઈપણ પબ્લિક ટ્રસ્ટના બોર્ડમાં કાયમી ટ્રસ્ટીઓની સંખ્યા 25 ટકાથી વધુ ન હોવી જોઈએ. SRTTની દલીલ છે કે આ નવો કાયદો 1 સપ્ટેમ્બર, 2025 થી લાગુ થવાનો છે, તેથી તે જૂની નિમણૂકો પર લાગુ પડતો નથી. રીટી કમિશનરે સ્પષ્ટ કર્યું છે કે આ પ્રતિબંધ માત્ર SRTT પર જ છે, અન્ય ટાટા ટ્રસ્ટ્સ પર નહીં. હાલ SRTT એ આ પ્રતિબંધ હટાવવા માટે કમિશનરના દરવાજા ખખડાવ્યા છે.

400 કરોડના દાન અને AGM પર અસર

ટ્રસ્ટીઓની મીટિંગ પર લાગેલી આ રોકને કારણે ઘણી મોટી અસરો જોવા મળી રહી છે, ટિંગ ન થવાને કારણે ટ્રસ્ટ દ્વારા અપાતા અંદાજિત 400 કરોડ રૂપિયાના દાન અને ચેરિટેબલ પ્રોગ્રામ પર સીધી અસર પડી શકે છે. ટા સન્સ તરફથી મળતા ડિવિડન્ડની મંજૂરી પણ અટકી શકે છે. 8 ઓગસ્ટના રોજ ટાટા સન્સની વાર્ષિક સાધારણ સભા યોજાવાની છે. મીટિંગ પર પ્રતિબંધ હોવાથી આ AGM માં SRTTના વોટિંગ અને પ્રતિનિધિની નિમણૂક અંગે અનિશ્ચિતતા ઊભી થઈ છે.

નોંધનીય છે કે, આ AGM માં ટાટા સન્સના ડાયરેક્ટર અને એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે એન. ચંદ્રશેખરનની પુનઃનિમણૂક અંગે પણ મહત્વનો નિર્ણય લેવાવાનો છે.

આ પણ વાંચો-MRF Q1 Results : આવક વધી છતાં માર્જિન પર ભારે દબાણ, નબળા પરિણામોને કારણે શેરમાં મોટો કડાકો

MoneyControl News

MoneyControl News

First Published: Aug 11, 2026 5:11 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.