સિલિકોન વેલીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની રેસ નવી ઊંચાઈઓ પર પહોંચી રહી છે. મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે AI સેક્ટરમાં પોતાની કંપનીને અગ્રેસર રાખવા માટે ટોચના ટેલેન્ટને આકર્ષવાની આક્રમક રણનીતિ અપનાવી છે. તેમની નવી સુપરઇન્ટેલિજન્સ લેબ્સ દ્વારા OpenAI, Google અને Anthropic જેવી કંપનીઓને ટક્કર આપવાની તૈયારી ચાલી રહી છે. આ લેબ માટે મેટાએ બે મોટા હાઈ-પ્રોફાઈલ હાયરિંગ કર્યા છે, જે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.

