કંપનીની ઓટોમોબાઈલ બિઝનેસમાંથી આવક ચોક્કસ વધી છે, પરંતુ કાર દીઠ સરેરાશ વેચાણ કિંમત ઓછી થવાને કારણે કંપનીનું કુલ પ્રોફિટ માર્જિન ઘટીને 16.8% રહી ગયું છે.
દુનિયાના સૌથી અમીર બિઝનેસમેન એલોન મસ્કને શેરબજારમાં એક જ દિવસમાં બહુ મોટો આર્થિક ફટકો પડ્યો છે. તેમની દિગ્ગજ કંપનીઓ ટેસ્લા અને સ્પેસએક્સના શેરમાં અચાનક મોટો કડાકો બોલી ગયો. આ ઘટાડાને કારણે મસ્કની કુલ સંપત્તિમાંથી એક જ ઝાટકે 44.4 અબજ ડોલર (લગભગ 4.2 લાખ કરોડ રૂપિયા) સાફ થઈ ગયા છે.
બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સના તાજા આંકડા મુજબ, આ ભયંકર નુકસાન બાદ હવે એલોન મસ્કની કુલ સંપત્તિ ઘટીને 745 અબજ ડોલર રહી ગઈ છે. નોંધનીય છે કે, ગયા મહિને જ મસ્ક દુનિયાના પહેલા ટ્રિલિયનેર બનવાને લઈને ભારે ચર્ચામાં હતા, પરંતુ કંપનીના તાજેતરના ત્રિમાસિક પરિણામોએ રોકાણકારોની ઊંઘ હરામ કરી દીધી છે.
શા માટે ગગડ્યા ટેસ્લાના શેર?
ઈલેક્ટ્રિક કાર બનાવતી કંપની ટેસ્લાએ એપ્રિલ-જૂન ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. કંપનીની આવક ભલે અપેક્ષા કરતા વધુ રહી, પરંતુ નફામાં થયેલો ઘટાડો અને નબળા કેશ ફ્લોના કારણે શેરબજારે આ પરિણામોને નેગેટિવ ગણાવ્યા છે. પરિણામો જાહેર થયા બાદ 'આફ્ટર-માર્કેટ ટ્રેડિંગ' માં ટેસ્લાનો શેર લગભગ 5% જેટલો તૂટી ગયો હતો. જો વાત વર્ષ 2026 ની કરીએ તો, આ વર્ષમાં અત્યાર સુધીમાં ટેસ્લાનો શેર 15% જેટલો નીચે આવી ચૂક્યો છે.
આવક વધી, પણ નફો ઘટ્યો
ટેસ્લાના ત્રિમાસિક પરિણામોના મુખ્ય આંકડાઓ પર નજર કરીએ તો,, 28.24 અબજ ડોલર નોંધાઈ, જે ગયા વર્ષની સરખામણીમાં 26% વધારે છે. 0.33 ડોલર રહી, જ્યારે બજારને 0.51 ડોલરની મોટી અપેક્ષા હતી. કંપનીનો નફો 5% ઘટીને 1.11 અબજ ડોલર પર આવી ગયો છે.
માર્જિન અને કેશ ફ્લોએ વધારી ચિંતા
કંપનીની ઓટોમોબાઈલ બિઝનેસમાંથી આવક ચોક્કસ વધી છે, પરંતુ કાર દીઠ સરેરાશ વેચાણ કિંમત ઓછી થવાને કારણે કંપનીનું કુલ પ્રોફિટ માર્જિન ઘટીને 16.8% રહી ગયું છે. આ આંકડો બજારની અપેક્ષા કરતા ઘણો નીચો છે. રોકાણકારો માટે સૌથી મોટી ચિંતાનો વિષય કંપનીનો 'નેગેટિવ ફ્રી કેશ ફ્લો' છે, જેમાં આ ક્વાર્ટરમાં 1.1 અબજ ડોલરનો ઘટાડો નોંધાયો છે. આ સાથે કંપનીનો મૂડીખર્ચ પણ બમણાથી વધુ થઈ ગયો છે.
કાચા માલની મોંઘવારી બની સૌથી મોટો પડકાર
ટેસ્લાના એક ટોચના અધિકારીના જણાવ્યા અનુસાર, આવનારા દિવસોમાં કંપનીનો ઓપરેટિંગ ખર્ચ હજુ પણ વધી શકે છે. કાચા માલના ઊંચા ભાવ, વ્યાજ દરોમાં થતો ઉતાર-ચઢાવ અને કંપની દ્વારા કરાઈ રહેલા મોટા રોકાણોને કારણે પડતર ખર્ચ પર દબાણ રહેશે.