Global Trade Record: દુનિયાભરના આર્થિક નિષ્ણાતો માનતા હતા કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફ અને કડક વેપાર નીતિઓ વૈશ્વિક વેપારને નુકસાન પહોંચાડશે. પરંતુ 2025ના આંકડાઓએ આ તમામ ભવિષ્યવાણીઓને ખોટી સાબિત કરી દીધી છે. સંયુક્ત રાષ્ટ્રના વેપાર અને વિકાસ સંગઠનના તાજેતરના રિપોર્ટ મુજબ, 2025માં વૈશ્વિક વેપારનો આંકડો ઈતિહાસમાં પહેલીવાર 35 ટ્રિલિયન ડોલર ને પાર કરી ગયો છે. આ પાછલા વર્ષની સરખામણીમાં 7% નો જંગી વધારો દર્શાવે છે.

