GST News: મે મહિનામાં GST કલેક્શન 3% વધીને 1.94 લાખ કરોડને પાર, સ્થાનિક આવક ઘટી પણ આયાતે બચાવી બાજી | Moneycontrol Gujarati
Get App

GST News: મે મહિનામાં GST કલેક્શન 3% વધીને 1.94 લાખ કરોડને પાર, સ્થાનિક આવક ઘટી પણ આયાતે બચાવી બાજી

મે 2026 માં ભારતનું ગ્રોસ GST કલેક્શન 3.2% ના વધારા સાથે 1,94,184 કરોડ પર પહોંચ્યું છે. સ્થાનિક આવકમાં ઘટાડો નોંધાયો છે, પરંતુ આયાત પરના ટેક્સે સરકારની તિજોરી ભરી છે. જાણો સંપૂર્ણ આંકડાકીય વિગતો.

અપડેટેડ 02:13:52 PM Jun 01, 2026 પર
Story continues below Advertisement
સરકાર દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ, મે 2026 માં કુલ (ગ્રોસ) GST કલેક્શન વાર્ષિક ધોરણે 3.2% ની ઝડપે વધીને 1,94,184 કરોડ પર પહોંચી ગયું છે.

GST News: સરકારની કમાણીના મોરચે મે મહિનાના GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) કલેક્શનના લેટેસ્ટ આંકડા જાહેર થઈ ગયા છે. આંકડાઓ દર્શાવે છે કે વાર્ષિક ધોરણે GST કલેક્શનમાં 3% થી વધુનો વધારો નોંધાયો છે. જોકે, એક તરફ સરકારની આવક વધી છે, તો બીજી તરફ ટેક્સ રિફંડ આપવાની રકમમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે સ્થાનિક (ડોમેસ્ટિક) સ્તરે GST રેવન્યુમાં ઘટાડો નોંધાયો છે, પરંતુ આયાત દ્વારા આવતા ટેક્સે બજારને મોટો ટેકો આપ્યો છે.

મે મહિનાના GST કલેક્શનના મુખ્ય આંકડા

સરકાર દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ, મે 2026 માં કુલ (ગ્રોસ) GST કલેક્શન વાર્ષિક ધોરણે 3.2% ની ઝડપે વધીને 1,94,184 કરોડ પર પહોંચી ગયું છે. ગત વર્ષે મે 2025 માં આ આંકડો 1,88,172 કરોડ હતો.

જોકે, એપ્રિલ 2026 ના રેકોર્ડબ્રેક કલેક્શન ( 2,42,702 કરોડ) ની સરખામણીમાં મે મહિનાનો આંકડો થોડો નબળો રહ્યો છે. સ્થાનિક લેવડ-દેવડની સ્થિતિ અને ટેક્સનો હિસ્સો

મે મહિનામાં સ્થાનિક ટ્રાન્ઝેક્શનમાંથી મળેલા ટેક્સની વિગતો નીચે મુજબ છે


CGST: 37,397 કરોડ

SGST: 45,143 કરોડ

IGST: 51,990 કરોડ

દેશમાં માંગ (ડિમાન્ડ) મજબૂત છે તે વાત આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે. મે મહિનામાં વાર્ષિક ધોરણે ટેક્સેબલ ગુડ્સના સપ્લાયમાં 26.9% ની જોરદાર તેજી નોંધાઈ છે, જ્યારે સર્વિસ સેક્ટરમાં પણ 22.2% નો ઉછાળો જોવા મળ્યો છે.

રિફંડ ચૂકવવામાં પણ મોટો ઉછાળો

સરકારને જે 1,94,184 કરોડ મળ્યા છે તે ગ્રોસ (કુલ) કમાણી છે. જો તેમાંથી લોકો અને વેપારીઓને ચૂકવેલા રિફંડની રકમ બાદ કરવામાં આવે તો, સરકાર પાસે ચોખ્ખી (Net) કમાણી તરીકે 1,66,904 કરોડ આવ્યા છે. મે મહિનામાં સરકારે 27,281 કરોડનું રિફંડ ચૂકવ્યું છે, જેમાં 2.6% નો વધારો થયો છે. ખાસ કરીને સ્થાનિક રિફંડમાં 4.3% અને નિકાસ (Export) સાથે જોડાયેલા રિફંડમાં 16.6% નો મોટો ઉછાળો આવ્યો છે.

સ્થાનિક કમાણી ઘટી, આયાતે કરી કમાલ

આ વખતના આંકડામાં સૌથી નોંધપાત્ર બાબત એ છે કે ગ્રોસ ડોમેસ્ટિક GST રેવન્યુ 2.6% ઘટીને 1.34 લાખ કરોડ પર આવી ગઈ છે. ચોખ્ખા (Net) સ્થાનિક રેવન્યુમાં પણ 2.3% નો ઘટાડો નોંધાયો છે.

પરંતુ, દેશની બહારથી આવતા સામાન (આયાત) પરના ટેક્સે બાજી સંભાળી લીધી છે. આયાત દ્વારા મળતું GST કલેક્શન વાર્ષિક ધોરણે 19.1% ઉછળીને 59,654 કરોડ પર પહોંચી ગયું છે. આયાતથી મળતા નેટ GST માં પણ 19.7% નો જંગી વધારો જોવા મળ્યો છે અને તે 49,403 કરોડ નોંધાયો છે.

નિષ્ણાતનો મત: આયાત ટેક્સ કેમ વધ્યો?

પ્રખ્યાત ફર્મ KPMGના ઇનડાયરેક્ટ ટેક્સ હેડ અને પાર્ટનર અભિષેક જૈન માને છે કે, આયાતમાંથી GST કલેક્શન વધવા પાછળનું એક મોટું કારણ 'રૂપિયાની નબળાઈ' હોઈ શકે છે. ડોલર સામે રૂપિયો નબળો પડવાથી આયાત મોંઘી થાય છે અને ટેક્સ વધુ મળે છે. જોકે, તેમણે નિકાસકારોને મળતા IGST રિફંડમાં આવેલી તેજી અંગે ખુશી વ્યક્ત કરી છે. તેમના મતે, સમયસર રિફંડ મળવાથી નિકાસકારો પાસે રોકડ જળવાઈ રહે છે અને સપ્લાય ચેઇન સ્પર્ધાત્મક બને છે.

આ પણ વાંચો-Stock Market Crash: શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ, ઉપલા સ્તરેથી સેન્સેક્સ 750 પોઈન્ટ ગગડ્યો, જાણો કડાકાના 4 મુખ્ય કારણો

MoneyControl News

MoneyControl News

First Published: Jun 01, 2026 2:13 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.