વિદેશમાં ભારતીય ઈલેક્ટ્રોનિક્સનો ડંકો! 6 મહિનામાં નિકાસ 44% ઉછળીને 32 અબજ ડોલરને પાર, ચિપ્સ અને સર્કિટ બોર્ડની ભારે ડિમાન્ડ | Moneycontrol Gujarati
Get App

વિદેશમાં ભારતીય ઈલેક્ટ્રોનિક્સનો ડંકો! 6 મહિનામાં નિકાસ 44% ઉછળીને 32 અબજ ડોલરને પાર, ચિપ્સ અને સર્કિટ બોર્ડની ભારે ડિમાન્ડ

India Electronics Export: વિદેશમાં ભારતીય ઈલેક્ટ્રોનિક્સ સાધનોની માંગમાં જબરદસ્ત ઉછાળો! એપ્રિલથી સપ્ટેમ્બરમાં નિકાસ 44% વધીને 32 અબજ ડોલર પર પહોંચી. જાણો કયા સાધનોની વિદેશમાં સૌથી વધુ માંગ છે.

અપડેટેડ 10:45:40 AM Nov 19, 2026 પર
Story continues below Advertisement
વાણિજ્ય મંત્રાલયના ડેટા પર નજર કરીએ તો, કુલ ઈલેક્ટ્રોનિક્સ નિકાસમાં આજે પણ સ્માર્ટફોનનો દબદબો સૌથી વધુ છે, પરંતુ હવે સ્માર્ટફોન સિવાયના અન્ય ઈલેક્ટ્રોનિક સાધનોની નિકાસ તેના કરતાં પણ વધુ ઝડપથી વધી રહી છે.

India Electronics Export: વૈશ્વિક બજારમાં હવે માત્ર ભારતમાં બનેલા સ્માર્ટફોન જ નહીં, પરંતુ અન્ય ઈલેક્ટ્રોનિક સાધનોની માંગમાં પણ જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 6 મહિનામાં (એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન) ભારતની ઈલેક્ટ્રોનિક માલસામાનની નિકાસ વાર્ષિક ધોરણે 44% વધીને 32 અબજ ડોલર પર પહોંચી ગઈ છે.

ગયા નાણાકીય વર્ષના એપ્રિલથી સપ્ટેમ્બરના સમાન ગાળા દરમિયાન ભારતની ઈલેક્ટ્રોનિક્સ નિકાસનો આંકડો 22.20 અબજ ડોલર રહ્યો હતો. ખાસ કરીને પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ (PCB), કમ્યુનિકેશનના સાધનો, મેમરી ચિપ્સ અને સ્ટોરેજ ડિવાઈસિસની નિકાસમાં થયેલા મોટા વધારાને કારણે આ સફળતા મળી છે.

સ્માર્ટફોન કરતાં અન્ય ઈલેક્ટ્રોનિક્સની નિકાસમાં વધુ ઝડપી વૃદ્ધિ


વાણિજ્ય મંત્રાલયના ડેટા પર નજર કરીએ તો, કુલ ઈલેક્ટ્રોનિક્સ નિકાસમાં આજે પણ સ્માર્ટફોનનો દબદબો સૌથી વધુ છે, પરંતુ હવે સ્માર્ટફોન સિવાયના અન્ય ઈલેક્ટ્રોનિક સાધનોની નિકાસ તેના કરતાં પણ વધુ ઝડપથી વધી રહી છે:

અન્ય ઈલેક્ટ્રોનિક્સ: સ્માર્ટફોન સિવાયના ઈલેક્ટ્રોનિક સાધનોની નિકાસમાં 56.50% જેટલો તોતિંગ ઉછાળો નોંધાયો છે. તેનો નિકાસ આંકડો 8.80 અબજ ડોલરથી વધીને 13.80 અબજ ડોલર પર પહોંચ્યો છે. કુલ નિકાસમાં તેનો હિસ્સો વધીને હવે 43.20% થઈ ગયો છે.

સ્માર્ટફોન: આ જ સમયગાળામાં ભારતમાંથી સ્માર્ટફોનની નિકાસ 35.80% વધીને 18.20 અબજ ડોલર રહી છે. જોકે, અન્ય સાધનોની નિકાસ વધવાને કારણે કુલ ઈલેક્ટ્રોનિક્સ નિકાસમાં સ્માર્ટફોનનો હિસ્સો જે પહેલા 60.30% હતો, તે પ્રથમ 6 મહિનામાં ઘટીને 56.80% થયો છે.

સિંગાપુર અને ચીનમાં ભારતીય સર્કિટ બોર્ડની ભારે માંગ

ભારતીય ઈલેક્ટ્રોનિક પાર્ટ્સની વિદેશમાં કેવી માંગ છે, તેનો અંદાજ પ્રિન્ટેડ સર્કિટ બોર્ડના આંકડા પરથી લગાવી શકાય છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 6 મહિનામાં પ્રિન્ટેડ સર્કિટ બોર્ડની નિકાસ વાર્ષિક ધોરણે 32 ગણી વધીને 2.10 અબજ ડોલર પર પહોંચી ગઈ છે. ખાસ કરીને સિંગાપુરમાંથી ભારતીય પ્રિન્ટેડ સર્કિટ બોર્ડની ખૂબ જ ઊંચી માંગ નીકળી છે.

આ ઉપરાંત, 'લોડેડ પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ'ની નિકાસમાં પણ 300% જેટલો જંગી વધારો જોવા મળ્યો છે અને તેની નિકાસ 86.41 કરોડ ડોલર નોંધાઈ છે. રસપ્રદ વાત એ છે કે ભારતના આ સાધન માટે ચીન એક મુખ્ય ખરીદદાર (મથક) તરીકે ઉભરી રહ્યું છે.

દેશમાં ઉત્પાદન અને નિકાસ બંનેને મળ્યો વેગ

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈલેક્ટ્રોનિક્સ નિકાસના આ લેટેસ્ટ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે ભારતમાં ઈલેક્ટ્રોનિક સાધનોનું ઘરેલું ઉત્પાદન અને તેની વિદેશમાં નિકાસ બંને સતત વધી રહ્યા છે. મેમરી ચિપ્સ, સ્ટોરેજ ડિવાઈસિસ, કમ્યુનિકેશન સાધનો અને સર્કિટ બોર્ડનો વધતો હિસ્સો ભારતને ગ્લોબલ ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની દિશામાં મજબૂત સંકેત આપી રહ્યો છે.

આ પણ વાંચો- Gold Scam Alert: સોનામાં ચીનના 'રેનિયમ પાઉડર'ની ભેળસેળનું મોટું કૌભાંડ! 20 કેરેટનું સોનું 22 કેરેટમાં વેચાવાનો દાવો, હોલમાર્કિંગ મશીન પણ ફેલ

MoneyControl News

MoneyControl News

First Published: Nov 19, 2026 10:45 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.