Hero MotoCorp Share: હીરો મોટોકોર્પના શેરમાં આવશે મોટી તેજી! કંપની કરશે 1500 કરોડનું રોકાણ, સ્કૂટરનું ઉત્પાદન થશે ડબલ
Hero MotoCorp એ સ્કૂટરનું ઉત્પાદન બમણું કરવા માટે 1500 કરોડના રોકાણની જાહેરાત કરી છે. જાણો કંપનીના EV પ્લાન અને ગ્લોબલ પાર્ટ્સ સેન્ટર વિશેની લેટેસ્ટ માહિતી.
Hero MotoCorp એ સ્કૂટરનું ઉત્પાદન બમણું કરવા માટે 1500 કરોડના રોકાણની જાહેરાત કરી છે.
Hero MotoCorp Share: ટુ-વ્હીલર બનાવતી દેશની દિગ્ગજ કંપની હીરો મોટોકોર્પ (Hero MotoCorp) ના શેરમાં આવનારા દિવસોમાં મોટી તેજી જોવા મળી શકે છે. કંપનીએ નાણાકીય વર્ષ 2027 માટે 1500 કરોડ રૂપિયાના કેપેક્સ (મૂડીગત ખર્ચ) ની મસમોટી જાહેરાત કરી છે. કંપનીનો મુખ્ય ઉદ્દેશ્ય પોતાના સ્કૂટરનું ઉત્પાદન સીધું જ બમણું કરવાનો છે. આ શાનદાર જાહેરાત બાદ શેરબજારમાં રોકાણકારોની નજર આ સ્ટોક પર ટકેલી રહેશે.
ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ, કંપનીના CEO હર્ષવર્ધન ચિતલેએ એનાલિસ્ટ્સ સાથે વાતચીત કરતા વિસ્તૃત માહિતી શેર કરી હતી.
દર મહિને 1 લાખ સ્કૂટર બનાવવાનો લક્ષ્યાંક
ચિતલેએ જણાવ્યું કે, "અમે અમારી ક્ષમતા વધારવા માટે રોકાણ કરી રહ્યા છીએ અને અમે 1500 કરોડ રૂપિયાથી વધુના ખર્ચની પ્રતિબદ્ધતા દર્શાવી છે." હાલમાં કંપની દર મહિને લગભગ 60,000 સ્કૂટર બનાવી રહી છે. આ આંકડાને બમણો કરીને 1 લાખની નજીક પહોંચાડવાનો કંપનીનો સીધો લક્ષ્યાંક છે.
જો ICE (પેટ્રોલ એન્જિન વાળા) સ્કૂટર્સની વાત કરીએ તો:
લોકપ્રિય ‘Destini' મોડલના ઉત્પાદનમાં કંપનીએ પહેલેથી જ 50 ટકાનો વધારો કરી દીધો છે.
હવે કંપની તેના બીજા શાનદાર મોડલ ‘Xoom'નું પ્રોડક્શન ડબલ કરવાની પ્રક્રિયામાં લાગી ગઈ છે.
ઇલેક્ટ્રિક વાહનો (EV) માટેનો મેગા પ્લાન
ઇલેક્ટ્રિક વાહનોના સેગમેન્ટ વિશે વાત કરતાં CEO એ કહ્યું કે કંપની EVનું ઉત્પાદન પણ ઝડપથી વધારી રહી છે. અગાઉના ક્વાર્ટરની સરખામણીમાં ઉત્પાદનમાં 50 ટકાનો વધારો થયો છે. કંપનીએ પોતાની ક્ષમતા 15,000 યુનિટ્સથી વધારીને 25,000 યુનિટ્સ કરી દીધી છે. એટલું જ નહીં, ચાલુ વર્ષના અંત પહેલા આ ક્ષમતાને હજુ પણ બમણી કરવાનો કંપનીનો એક્શન પ્લાન છે.
દક્ષિણ ભારતમાં 700 કરોડનું નવું રોકાણ
કંપની માત્ર વાહનો જ નહીં, પરંતુ સ્પેરપાર્ટ્સના બિઝનેસમાં પણ વિસ્તરણ કરી રહી છે. દક્ષિણ ભારતમાં એક નવું 'ગ્લોબલ પાર્ટ્સ સેન્ટર' શરૂ કરવા માટે હીરો મોટોકોર્પે 700 કરોડ રૂપિયાથી વધુના રોકાણની જાહેરાત કરી છે. આ નવા સેન્ટરથી કંપનીના સ્પેરપાર્ટ્સ અને એક્સેસરીઝના બિઝનેસને મોટો ફાયદો થશે.
માર્કેટ કેપ અને શેરની સ્થિતિ
આ નવી જાહેરાતો બાદ હીરો મોટોકોર્પના શેરમાં અપર સર્કિટ કે ઉછાળો આવવાની પૂરેપૂરી શક્યતા છે. BSE પર હાલમાં આ શેરની કિંમત 5065.30 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહી છે. કંપનીનું માર્કેટ કેપ 1 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને યુદ્ધ અંગે CEO એ સ્પષ્ટ કર્યું કે તેની વાહનોની માગ પર કોઈ જ નકારાત્મક અસર પડી નથી. એપ્રિલ અને મે મહિનાના પહેલા સપ્તાહમાં બજારમાં જબરદસ્ત માગ જોવા મળી છે.
હીરો મોટોકોર્પ દ્વારા કરવામાં આવેલ આ મસમોટું રોકાણ અને ઉત્પાદન વધારવાનો નિર્ણય ભવિષ્યમાં કંપનીને નવી ઊંચાઈઓ પર લઈ જશે. રોકાણકારો માટે લોંગ ટર્મમાં આ શેર અત્યંત ફાયદાકારક સાબિત થઈ શકે છે.
Disclaimer: મનીકંટ્રોલ.કોમ પર આપવામાં આવેલી સલાહ કે વિચારો એક્સપર્ટ/બ્રોકરેજ ફર્મના અંગત મંતવ્યો છે. વેબસાઇટ કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલ દ્વારા સલાહ આપવામાં આવે છે કે કોઈપણ રોકાણનો નિર્ણય લેતા પહેલા હંમેશા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવી.