AI infrastructure boom: આજકાલ આખી દુનિયામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની ભારે ચર્ચા છે. દુનિયાભરના દેશો ડિજિટલ કનેક્ટિવિટી મજબૂત કરવા અને AI પાછળ કરોડો રૂપિયાનું રોકાણ કરી રહ્યા છે. આ વૈશ્વિક તેજીનો સૌથી મોટો ફાયદો ભારતીય ઉદ્યોગોને થઈ રહ્યો છે.
AI infrastructure boom: આજકાલ આખી દુનિયામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની ભારે ચર્ચા છે. દુનિયાભરના દેશો ડિજિટલ કનેક્ટિવિટી મજબૂત કરવા અને AI પાછળ કરોડો રૂપિયાનું રોકાણ કરી રહ્યા છે. આ વૈશ્વિક તેજીનો સૌથી મોટો ફાયદો ભારતીય ઉદ્યોગોને થઈ રહ્યો છે.
નાણાકીય વર્ષ 2026-27 ના એપ્રિલથી ઓગસ્ટ મહિનાના સમયગાળાના આંકડા જોઈએ તો, ભારતના ઓપ્ટિકલ ફાઈબર અને ફાઈબર કેબલ્સની નિકાસમાં 158% નો જંગી વધારો નોંધાયો છે. આ 5 મહિનામાં કુલ નિકાસનો આંકડો 483 મિલિયન ડોલર પર પહોંચી ગયો છે.
AI અને ડેટા સેન્ટર્સને કારણે વધી માંગ
આટલી બધી માંગ અચાનક કેમ વધી રહી છે? તેનું મુખ્ય કારણ એ છે કે AI ટેકનોલોજીને ચલાવવા માટે મોટા ડેટા સેન્ટર્સની જરૂર પડે છે. એકસાથે વિશાળ માત્રામાં ડેટા ટ્રાન્સફર કરવા અને હાઈ-સ્પીડ ઈન્ટરનેટ માટે ઓપ્ટિકલ ફાઈબર કેબલ જીવાદોરી સમાન છે. ભલે અત્યારે દુનિયાનું પૂરું ધ્યાન સેમિકન્ડક્ટર અને સર્વર પર હોય, પણ ઓપ્ટિકલ ફાઈબર વિના કોઈ પણ દેશનું આધુનિક ડિજિટલ સપનું પૂરું થઈ શકે નહીં.
કયા દેશોએ ભારત પાસેથી સૌથી વધુ માલ ખરીદ્યો?
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના રિપોર્ટ મુજબ, ભારત પાસેથી ઓપ્ટિકલ ફાઈબર ખરીદવામાં સૌથી મોટો ગ્રાહક અમેરિકા રહ્યો છે. ભારતની કુલ નિકાસમાં અડધાથી વધુ હિસ્સો એકલા અમેરિકાનો છે. ટોચના આયાતકાર દેશોની યાદી નીચે મુજબ છે:
* અમેરિકા: 266.7 મિલિયન ડોલર
* ચીન: 52.4 મિલિયન ડોલર
* પોલેન્ડ: 22.8 મિલિયન ડોલર
* વિયેતનામ: 22.6 મિલિયન ડોલર
આ ટોચના દેશો ઉપરાંત જાપાન, કેનેડા, ઈટાલી, યુકે, જર્મની, બ્રાઝિલ, મોરોક્કો, મલેશિયા, UAE અને મેક્સિકો જેવા દેશોમાં પણ મોટા પાયે ભારતથી માલ મોકલવામાં આવ્યો છે.
મંત્રાલયના જણાવ્યા મુજબ, અત્યારે પશ્ચિમ એશિયામાં યુદ્ધ અને તણાવને કારણે વૈશ્વિક વેપારમાં અનેક અડચણો આવી રહી છે. છતાં પણ, ભારતના ઔદ્યોગિક ક્ષેત્રે આવેલો આ 158% નો ઉછાળો બતાવે છે કે ગ્લોબલ માર્કેટમાં આપણો દબદબો વધી રહ્યો છે. દુનિયાને ડિજિટલ સાધનો પૂરા પાડવામાં ભારત હવે એક અત્યંત મહત્વપૂર્ણ અને ભરોસાપાત્ર દેશ બની ગયો છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.