જૂન ત્રિમાસિકમાં ભારતની GDP વૃદ્ધિ એક વર્ષની ટોચે વધવાનો અંદાજ | Moneycontrol Gujarati
Get App

જૂન ત્રિમાસિકમાં ભારતની GDP વૃદ્ધિ એક વર્ષની ટોચે વધવાનો અંદાજ

એપ્રિલ-જૂન ત્રિમાસિકના જીડીપીના ડેટા 31 ઓગસ્ટના રોજ સાંજે સાડા પાંચ વાગ્યે જાહેર થશે. માર્ચ ત્રિમાસિકમાં ભારતની જીડીપી વૃદ્ધિ 6.1 ટકા થઈ હતી અને જૂન 2022 ત્રિમાસિકમાં 13.1 ટકા થઈ હતી. જ્યારે 2022-23 સંપૂર્ણ વર્ષમાં જીડીપી વૃદ્ધિ 7.2 ટકા થઈ હતી

અપડેટેડ 12:30:39 PM Aug 29, 2023 પર
Story continues below Advertisement

ભારતીય અર્થતંત્રની વૃદ્ધિ છેલ્લા ચાર ત્રિમાસિકની સરખામણીએ સૌથી ઝડપી ગતિએ વધવાનો અંદાજ ઈકોનોમિસ્ટોનો છે. અંદાજ છે કે જીડીપી વૃદ્ધિ વાર્ષિક ધોરણે 7.7 ટકા વધશે. પરંતુ 2023-24 સંપૂર્ણ વર્ષમાં જીડીપી વૃદ્ધિ ત્રણ વર્ષની નીચી સપાટી 6.2 ટકાના સ્તરે પહોંચવાનો અંદાજ છે.

એપ્રિલ-જૂન ત્રિમાસિકના જીડીપીના ડેટા 31 ઓગસ્ટના રોજ સાંજે સાડા પાંચ વાગ્યે જાહેર થશે. માર્ચ ત્રિમાસિકમાં ભારતની જીડીપી વૃદ્ધિ 6.1 ટકા થઈ હતી અને જૂન 2022 ત્રિમાસિકમાં 13.1 ટકા થઈ હતી. જ્યારે 2022-23 સંપૂર્ણ વર્ષમાં જીડીપી વૃદ્ધિ 7.2 ટકા થઈ હતી.

સ્ટાન્ડર્ડ ચાર્ટડ બૅન્કના ઈકોનોમિસ્ટ કનિકા પસરીચાએ કહ્યું કે અમારો અંદાજ છે કે અંદાજિત જીડીપી વૃદ્ધિ 7.8 ટકાના દરે થશે, જે માર્ચમાં 6.1 ટકાના દરે થઈ હતી. સ્થાનિક માગ સારી હોવાથી અને સરકાર મૂડીખર્ચ ઉપર વિશેષ ધ્યાન આપતી હોવાથી આગામી સમયમાં નિકાસમાં વધારો થઈ શકે છે.


ગ્લોબલ ઇકોનૉમીમાં અનિશ્ચિતતાની વચ્ચે મજબૂત બન્યું ઈન્ડિયા, આ નાણાકીય વર્ષમાં ગ્રોથ 7 ટકા રહેવાની આશા: સિમોન બેલાર્ડ

2023-24 માટે કેન્દ્ર સરકારે નોંધપાત્ર 10 લાખ કરોડ રૂપિયાના મૂડીખર્ચનો ટાર્ગેટ રજૂ કર્યો છે. આ વર્ષે જૂન ત્રિમાસિકમાં જ 2.78 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે, જે ગત વર્ષનાં સમાન ત્રિમાસિક ગાળાની સરખામણીએ 59 ટકા વધુ છે.

રેટિંગ એજન્સી ઈકરાનો અંદાજ છે કે સર્વિસીસ ક્ષેત્રનો ગ્રોસ વેલ્યુ-એડેડ (જીવીએ) જૂન ત્રિમાસિકમાં 9.7 ટકા જેટલો વધી શકે છે, જે માર્ચ ત્રિમાસિકની સરખામણીએ 6.9 ટકા વધુ છે. 14માંથી 11 હાઈ-ફ્રિકવન્સી ઈન્ડિકેટર્સ એ સર્વિસીસ ક્ષેત્રની વૃદ્ધિ દર્શાવે છે.

સૌથી ઓછો જીડીપી વૃદ્ધિનો અંદાજ સોસયટી જનરાલીનો 6.7 ટકા છે અને સૌથી વધુ સુનિધી સિક્યોરિટીઝનો અને ઈકરાનો 8.5 ટકા વૃદ્ધિનો અંદાજ છે. સર્વિસ ક્ષેત્રની વૃદ્ધિ બે અંકમાં થવાનો અંદાજ છે પરંતુ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની વૃદ્ધિ પાંચથી આઠ ટકાના દરે થવાનો અંદાજ છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની એજીએમ બાદ બ્રોકરેજ ગૃહોએ રેટિંગ અને ટાર્ગેટ ભાવ યથાવત્ રાખ્યો

સરેરાશ અંદાજ 7.7 ટકા થાય છે જે રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના આઠ ટકાના અંદાજ કરતા 30 બેસિસ પોઈન્ટ્સ ઓછા છે. ઈકોનોમિસ્ટોનું કહેવુ છે કે નાણાકીય પરિસ્થિતિ કડક થવાથી અને નિકાસ નબળી પડવાથી વૃદ્ધિ ઉપર પ્રતિકૂળ અસર પડી શકે છે. સ્થાનિક માગ સારી હોવાથી આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટી (એમપીસી) રેપો રેટ 6.5 ટકાના દરે અમૂક મહિનાઓ સુધી યથાવત્ રાખી શકે છે.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 29, 2023 12:30 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.