Monsoon 2026: વરસાદની ખાધ વધતા Rural Demandની ચિંતા, Nomuraએ Marico-Titanને ગણાવ્યા ટૉપ પિક્સ | Moneycontrol Gujarati
Get App

Monsoon 2026: વરસાદની ખાધ વધતા Rural Demandની ચિંતા, Nomuraએ Marico-Titanને ગણાવ્યા ટૉપ પિક્સ

મોનસૂન ખાધ વધવા અને El Niño વધુ મજબૂત બનવાની શક્યતા વચ્ચે Nomuraએ ગ્રામ્ય માંગ અંગે સાવચેતી વ્યક્ત કરી છે. કંપનીઓ દ્વારા ભાવવધારો અને કૃષિ ઉત્પાદન પર સંભવિત અસર પણ માંગને પ્રભાવિત કરી શકે છે. તેમ છતાં, Urban Exposure, Pricing Power અને Strong Brands ધરાવતી કંપનીઓમાં Nomuraનો વિશ્વાસ યથાવત છે. Marico, Tata Consumer, Titan અને United Spirits તેના Top Picks છે.

અપડેટેડ 01:16:34 PM Sep 01, 2026 પર
Story continues below Advertisement
મોનસૂન ખાધ અને El Niñoથી ગ્રામ્ય માંગ પર ચિંતા; Nomuraએ Marico, Tata Consumer, Titan અને United Spiritsને Top Picks ગણાવ્યા.

Monsoon 2026: વરસાદની ખાધ વધવા અને El Ninoની સ્થિતિ વધુ મજબૂત બનવાની સંભાવના વચ્ચે ગ્રામ્ય માંગ (Rural Demand) પર દબાણ વધવાની શક્યતા છે. તેમ છતાં, વૈશ્વિક બ્રોકરેજ ફર્મ Nomura શહેરી બજારમાં મજબૂત હાજરી, પ્રોડક્ટના ભાવ વધારવાની ક્ષમતા (Pricing Power) અને મજબૂત બ્રાન્ડ ધરાવતી કન્ઝ્યુમર કંપનીઓને પસંદ કરી રહી છે.

Nomuraના Top Picksમાં Consumer Staples સેગમેન્ટમાંથી Marico અને Tata Consumer, જ્યારે Consumer Discretionaryમાં Titan અને United Spiritsનો સમાવેશ થાય છે. ચારેય શેર માટે બ્રોકરેજે Buy Rating જાળવી છે.

Rural Demand સામે અનેક પડકારો


Nomuraના મતે ગ્રામ્ય માંગને સામાન્ય કરતાં ઓછો વરસાદ, El Niño અને West Asia Conflictને કારણે કંપનીઓ દ્વારા કરવામાં આવી રહેલા Product Price Hikes જેવા અનેક પડકારોનો સામનો કરવો પડી શકે છે. બ્રોકરેજે જણાવ્યું કે હાલ Overall Inflation અને Mid-single-digit Price Increases મેનેજેબલ છે. જોકે, જો કંપનીઓ તરફથી વધુ ભાવવધારો થાય અથવા કૃષિ ઉત્પાદન (Agricultural Yields) પર અસર પડે તો માંગ અને વપરાશ પર દબાણ વધી શકે છે. આ ઉપરાંત, શિયાળાની ઋતુ દરમિયાન વેચાતા Cold Creams, Lotions અને Chyawanprash જેવા પ્રોડક્ટ્સના વેચાણમાં પણ ગરમ શિયાળાને કારણે ઘટાડો આવી શકે છે.

ઓગસ્ટમાં વરસાદ સામાન્ય કરતાં 16% ઓછો

દેશના અનેક વિસ્તારોમાં August દરમિયાન વરસાદ સામાન્ય કરતાં 16% ઓછો રહ્યો હતો. August સમગ્ર મોન્સૂન સિઝનના વરસાદમાં આશરે 30% હિસ્સો ધરાવે છે. Juneથી August દરમિયાન કુલ વરસાદ સામાન્ય કરતાં લગભગ 14% ઓછો રહ્યો છે, જ્યારે સમગ્ર સિઝન માટે અગાઉ 10%ની ખાધની આગાહી કરવામાં આવી હતી. India Meteorological Department (IMD)ના અનુમાન મુજબ Septemberમાં પણ વરસાદ સામાન્ય કરતાં ઓછો રહી શકે છે અને તે Long-Period Averageના 91%થી નીચે રહેવાની શક્યતા છે.

Kharif Sowing Deficitમાં મોટો સુધારો

નબળા મોનસૂન છતાં Kharif Sowing Deficitમાં નોંધપાત્ર સુધારો થયો છે. August 20 સુધીમાં વાવેતરની ખાધ ઘટીને માત્ર 1.5% YoY રહી હતી, જે June 25ના 23%થી ઘણી ઓછી છે. જોકે, Rice Sowing હજુ પણ 3.2% ઘટેલું છે, જે ગ્રામ્ય અર્થતંત્ર માટે મહત્વનું પરિબળ છે.

Rice-Wheatના સરકારી સ્ટોકથી મોંઘવારીને રાહત

Nomuraના મતે સરકાર પાસે રહેલા ઊંચા Rice અને Wheat Stocks મોંઘવારીને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ થઈ શકે છે. August 1 સુધીમાં Rice Stocks બફર નોર્મ કરતાં લગભગ 3 ગણા, જ્યારે Wheat Stocks લગભગ 1.8 ગણા હતા.

El Nino વધુ મજબૂત થવાની શક્યતા

Nomuraએ El Nino Conditionsને લઈને પણ ચિંતા વ્યક્ત કરી છે. બ્રોકરેજના જણાવ્યા અનુસાર હાલમાં Moderateથી Strong El Niñoની સ્થિતિ જોવા મળી રહી છે અને September સુધીમાં તે વધુ મજબૂત બનીને Strong El Niñoમાં ફેરવાઈ શકે છે. બીજી તરફ, Positive Indian Ocean Dipole (IOD) તરફ સંભવિત ફેરફાર થોડો રાહત આપી શકે છે. જોકે, તેની Timing અને Strength અંગે હજુ અનિશ્ચિતતા છે.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

Sensex-Nifty Recovery: સેન્સેક્સ ડે-લો પરથી 450 પોઈન્ટ રિકવર, નિફ્ટી 24,100ને પાર; જાણો કારણો

MoneyControl News

MoneyControl News

First Published: Sep 01, 2026 1:15 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.