પ્રોપર્ટી ગુરુ: રેસિડન્શિયલ રિટેલ એસ્ટેટમાં કેવા ઘરોની છે માંગ? - Property Guru: What types of homes are in demand in residential retail estates? | Moneycontrol Gujarati
Get App

પ્રોપર્ટી ગુરુ: રેસિડન્શિયલ રિટેલ એસ્ટેટમાં કેવા ઘરોની છે માંગ?

ભારતમાં હાલમાં યુવા વર્ગની વસ્તી વધુ છે. આવનારા 10 વર્ષમાં પણ યુવાનોની વસ્તી વધુ રહેશે. પરંતુ ત્યાર પછી ભારતની 60 ટકા વસ્તી વરિષ્ઠમાં આવશે. ઘરની તમામ જરૂરિયાતોની સાથે મેડિકલ સુવિધા સાથેનુ ઘર વડીલ માટે જરૂરી છે.

અપડેટેડ 06:28:18 PM Apr 28, 2023 પર
Story continues below Advertisement

બીસીડી ગ્રુપના એમડી, અંગદ બેદીના મતે -

શું છે કો-લિવિંગ?

ગ્રાહકો ઘર ઉપરાંત વિવિધ સુવિધાની માંગ કરે છે. એમિનિટિઝ ઉપર હવે વધારે ધ્યાન અપાય રહ્યું છે. કો-લિવિંગની શરૂઆત 4 થી 5 વર્ષથી થઇ છે. ટિયર 2,3 શહેરોથી ઘણા લોકો મેટ્રોમાં નોકરી માટે આવે છે. એમને માટે કો-લિવિંગ આર્શીવાદ રૂપ બની શકે છે. કો-લિવિંગમાં ઘરમાં જરૂરી તમામ સુવિધા મળે છે. કો-લિવિંગમાં જમવાની, લોન્ડ્રીની, ફર્નીચર તમામ મળી જાય છે. કો-લિવિંગમાં લાઇક માઇન્ડેડ લોકો વચ્ચે તમે રહી શકો છો. કો-લિવિંગમાં PGની સરખામણીમાં વધુ પ્રાઇવેસી મળે છે. હાલનાં સમયમાં કો-લિવિંગ રેન્ટ અને PG કરતા વધુ પસંદ થઇ રહ્યું છે.


કો-લિવિંગ કઇ રીતે કામ કરે છે?

કો-લિવિંગમાં વિવિધ સુવિધા માટે ટાઇ અપ થયેલા હોય છે. D2H, ઇન્ટરનેટ, લોન્ડ્રી તમામ માટે ટાઇ અપ થતા હોય છે. જમવાની વ્યવસ્થા માટે અલગ ટાઇ અપ થતા હોય છે. કો-લિવિંગમાં રહેવા, જમવા તેમજ ઇન્ટરેન્ટ તમામ સુવિધાઓ અપાય છે. બેંગ્લોરમાં કો-લિવિંગને સારો પ્રતિભાવ મળ્યો છે. સિક્યુરિટીથી લઇ પાર્સલ રિસીવ કરવા સુધીની સુવિધા છે. કો-લિવિંગ બેંગ્લોર, પુણે, હૈદરાબાદમાં શરૂ થઇ ચુક્યું છે. ગોવામાં પણ નાના પાયા પર કો-લિવિંગ છે. ગ્રાહકોની માંગ સમજીને પ્રોજેક્ટ બનાવાય છે.

સિનિયર લિવિંગ અંગે ચર્ચા

ભારતમાં હાલમાં યુવા વર્ગની વસ્તી વધુ છે. આવનારા 10 વર્ષમાં પણ યુવાનોની વસ્તી વધુ રહેશે. પરંતુ ત્યાર પછી ભારતની 60 ટકા વસ્તી વરિષ્ઠમાં આવશે. ઘરની તમામ જરૂરિયાતોની સાથે મેડિકલ સુવિધા સાથેનુ ઘર વડીલ માટે જરૂરી છે. 50 થી 80 વર્ષના લોકો સિનિયર લિવિંગમાં કમ્યુનિટીમાં રહી શકે છે. કોવિડ દરમિયાન વરિષ્ઠોને ઘણી સમસ્યા આવી છે. BCD ગ્રુપનો વાનપ્રસ્થા નામનો પ્રોજેક્ટ બનાવ્યો છે. અહી રહેવાની સાથે જમવા અને મેડિકલ વેલનેસની વ્યવસ્થા થાય છે. સાંજે યોગા તેમજ વિવિધ પ્રવૃત્તિની વ્યવસ્થા કરાય છે. સિનિયર સિટીઝનને મોટી રકમ ન રોકવી પડે એ રેન્ટ પર રહી શકે છે. ભારતના નાગરિકો તેમજ NRIએ આમા રોકાણ કર્યું છે. તેમને આ સિનિયર લિવિંગના રેન્ટથી આવક થાય છે.

કેવા ઘરોની સૌથી વધુ ડિમાન્ડ?

5 થી 6 વર્ષ પહેલા નાના ઘર અફોર્ડેબલ ઘર તરીકે બની રહ્યાં હતા. ઘરને સસ્તા કરવા માટે નાના કરાયા હતા. કોવિડ પછી હવે મોટા ઘરની જરૂરિયાત સમજી છે. હવે ગ્રાહક બજેટને નહી પણ મોટા ઘરને મહત્વ આપી રહ્યાં છે. 2 BHKની સાઇસ 800 થી 1200 SqFt સુધી પહોંચી છે. અફોર્ડેબલ હાઉસની માંગ પણ ભારતમાં સારી જ છે. આવક પ્રમાણે અફોર્ડેબલથી લકઝરી દરેક વર્ગની સારી માગ કરી છે. હવે તમામ લોકો પોતાનું ઘર ઇચ્છી રહ્યાં છે.

ભારતીય રિયલ એસ્ટેટ અને ગ્લોબલ રિયલ એસ્ટેટમાં શુ તફાવત?

ઇરાક, સાઉદી અરબ, ગલ્ફમાં BCD ગ્રુપનાં પ્રોજેક્ટ છે. લક્ઝરી સેગ્મેન્ટના ઘરોમાં મોટુ અંતર છે. ભારતીય રિયલ એસ્ટેટમાં લકઝરી હાઉસિંગ વધી રહ્યું છે. ભારતીય રિયલ એસ્ટેટ માટે આવનારા 10 વર્ષ મહત્વના રહેશે.

MoneyControl News

MoneyControl News

First Published: Apr 28, 2023 6:28 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.