Gujarat Semiconductor Plant: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે 5 દેશોના પ્રવાસે છે. આ પ્રવાસના બીજા દિવસે તેઓ નેધરલેન્ડ પહોંચ્યા હતા. પૂરા 9 વર્ષ પછી આ યુરોપીય દેશની મુલાકાતે ગયેલા પીએમ મોદીએ એક એવો માસ્ટરસ્ટ્રોક માર્યો છે, જેનાથી પાડોશી દેશ ચીનની ઊંઘ હરામ થઈ ગઈ છે. ટેકનોલોજીની દુનિયામાં સુપરપાવર ગણાતા નેધરલેન્ડ સાથે ભારતે સેમિકન્ડક્ટર (ચિપ) સેક્ટરમાં એક બહુ મોટી અને ઐતિહાસિક ડીલ કરી છે. હવે ભારત અને નેધરલેન્ડ ભેગા મળીને દેશમાં ચિપ મેકિંગના સપનાને હકીકતમાં બદલશે.
નેધરલેન્ડની આ કંપની વિના અમેરિકા અને તાઇવાન પણ છે લાચાર
ભારત ઘણા સમયથી દુનિયાનું ગ્લોબલ ચિપ મેન્યુફેક્ચરિંગ હબ બનવા માંગે છે. હવે આ સપનું નેધરલેન્ડની સૌથી મોટી કંપની ‘ASML' ના સાથથી પૂરું થશે. આ કંપની કેટલી પાવરફુલ છે તેનો અંદાજ એ વાત પરથી જ લગાવી શકાય કે, એડવાન્સ ચિપ્સ બનાવવા માટે જે 'લિથોગ્રાફી' મશીનો જોઈએ, તે આખી દુનિયામાં માત્ર ASML જ બનાવે છે. જો આ મશીન ન મળે તો ટેકનોલોજીમાં આગળ પડતા અમેરિકા અને તાઇવાન જેવા દેશો પણ એડવાન્સ ચિપ બનાવી શકતા નથી.
Versterking van samenwerking in futuristische sectoren! Premier Rob Jetten en ik waren getuige van de ondertekening van de MoU tussen Tata en ASML voor de verdere ontwikkeling van het ecosysteem voor de productie van halfgeleiders in India. ASML zal de oprichting en… pic.twitter.com/kSoPGNWhxq
ટાટા અને ASML નો હાથ મિલાપ: ગુજરાતના ધોલેરામાં રચાશે નવો ઇતિહાસ
* આ ઐતિહાસિક કરાર (MoU) ડચ કંપની ASML અને ભારતની જાણીતી કંપની ટાટા ઇલેક્ટ્રોનિક્સ વચ્ચે થયો છે. જાણો આ ડીલની મુખ્ય વાતો:
જંગી રોકાણ: આ કરાર હેઠળ ટાટા ગ્રુપ ગુજરાતના ધોલેરામાં ચિપ પ્રોડક્શન માટે 91000 કરોડ રૂપિયાનું માતબર રોકાણ કરી રહ્યું છે.
તાઇવાનનો સાથ: ટાટા આ મેગા પ્લાન્ટ તાઇવાનની 'પાવરચિપ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન' (PSMC) સાથે મળીને લગાવી રહ્યું છે.
ASMLની ભૂમિકા: હવે ડચ કંપની ASML આ પ્લાન્ટ માટે એડવાન્સ લિથોગ્રાફી કમ્પોનન્ટ્સ (મશીનરી) પૂરા પાડશે. સેમિકન્ડક્ટર બનાવવામાં આ પ્રક્રિયા સૌથી અઘરી અને મોંઘી હોય છે, જે હવે આસાન બનશે.
ધોલેરામાં બનશે 300 mm ચિપ્સ
નેધરલેન્ડની ASML કંપની ધોલેરામાં ટાટા ઇલેક્ટ્રોનિક્સને 300 mm (12 ઇંચ) સેમિકન્ડક્ટર પ્રોડક્શનમાં ટેકનિકલ સપોર્ટ આપશે. ગુજરાતમાં બનનારી આ આધુનિક ચિપ્સ આખી દુનિયામાં મોબાઈલ ડિવાઈસ, ઓટોમોબાઈલ (વાહનો) અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની જરૂરિયાતો પૂરી કરશે.
આ ડીલથી ચીન કેમ ફફડી ગયું છે?
અત્યારે આખી દુનિયાના ચિપ માર્કેટ પર ચીનનો દબદબો છે. ચીન પોતાની આ મોનોપોલીનો ફાયદો ઉઠાવીને અવારનવાર નિકાસ રોકી દે છે અને દાદાગીરી કરે છે. પરંતુ ભારતની આ પાવરફુલ એન્ટ્રીથી ચીનના એકાધિકારને સીધી ટક્કર મળશે.
અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરના કારણે દુનિયાની મોટી ટેક કંપનીઓ હવે ચીનનો વિકલ્પ શોધી રહી છે. આવા સમયે ભારત બેસ્ટ ઓપ્શન તરીકે ઉભરી રહ્યું છે. આ ડીલથી ભારત ચિપ બનાવવામાં આત્મનિર્ભર તો બનશે જ, પણ સાથે જ દુનિયાનો એક મોટો નિકાસકાર દેશ પણ બની જશે, જેનાથી ચીનનું ટેન્શન વધવું વ્યાજબી છે.
પ્રવાસના અન્ય મહત્વના મુદ્દાઓ
પીએમ મોદીના આ પ્રવાસ દરમિયાન માત્ર ચિપ જ નહીં, પણ અન્ય ઘણા સેક્ટરમાં સહયોગ વધારવાની વાત થઈ છે. ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ‘ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ' (FTA) જલ્દી લાગુ કરવા પર ભાર મુકાયો છે. આ ઉપરાંત, ગ્રીન હાઇડ્રોજન, મેરીટાઇમ (સમુદ્રી ક્ષેત્ર), રિન્યુએબલ એનર્જી, ડિજિટલ ટેકનોલોજી અને હેલ્થકેર જેવા મહત્વના ક્ષેત્રોમાં ડચ રોકાણ વધારવા વિશે પણ ખૂબ સકારાત્મક ચર્ચા કરવામાં આવી છે.
ટૂંકમાં કહીએ તો, આ ડીલ ભારત માટે ટેકનોલોજી અને આર્થિક વિકાસના નવા દરવાજા ખોલશે. આગામી સમયમાં ગુજરાતનું ધોલેરા આખી દુનિયામાં સેમિકન્ડક્ટર હબ તરીકે પોતાની એક અલગ ઓળખ ઉભી કરશે.